કપિલ શર્મા સાથે જોરદાર ઝ!ઘડો કર્યા પછી હવે અનુપમ ખેર કપિલ શર્માના શો પર પહોંચી ગયાછે આ વર્ષના માર્ચ મહિનામાં કપિલ શર્મા અને અનુપમ ખેર ધ કશ્મીરી ફાઈલ ફિલ્મ પર એકબીજાથી ટકરાયા હતાં તો કશ્મીરી ફાઈલ ફિલ્મ ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કપિલ શર્મા પર આરોપ લગાડ્યા હતા કે એમની ફિલ્મ.
કશ્મીરી ફાઇલમાં કોઈ મોટો એક્ટર નથી એટલા માટે કપિલે પોતાના શોમાં એમને આવવા માટે ના પાડી દિધી હતી એ સમયે આ મામલો એટલો વિવાદમાં આવ્યો કે સોશિયલ મીડિયા પર ધ કપીલ શર્મા શોને લોકો બોયકોટ કરવા લાગ્યા હતા કપિલ શર્મા આ મામલા પર એટલા વિવાદમાં આવી ગયા હતા કે તેમની હાલત બગડી ગઈ હતી.
ત્યારબાદ બચાવમાં કપિલ શર્માએ અનુપમ ખેરની એક ઇન્ટરવ્યૂની અડધી કટ આઉટ ક્લિપ શેર કરી હતી જેમાં અનુપમ ખેર એમ કહી રહ્યા હતા કે કપિલ શર્માએ તેમને બોલાવ્યા હતા પરંતુ તે જાણી જોઈને ગયા નહોતા કશ્મીરી હિન્દુઓનો મામલો એટલો સેનસીટીવ હતો કે તે કોઈ ફની પ્લેટફોર્મ પર પ્રમોશન કરવા જવા માગંતા નહોતા.
જેમાં અનુપમ ખેર કહી રહ્યા હતા કે કપીલ શર્મા એ તેમને નહીં પરંતુ ફિલ્મ પ્રોડ્યુસર વિવેક અગ્નિહોત્રી ને બોલાવવા જોઈતા હતા આ બાબતને કાપીને કપિલ શર્મા એ ક્લિપ અડધી શેર કરી હતી જે બાદ અનુપમ ખેર કપિલ શર્મા પર ભડકીને તેમના પર અડધું વિડિયો અપલોડ કરવાનો આરોપ લગાડ્યો ત્યારબાદ કપિલ શર્મા સોની ટીઆરપી એકદમ નીચે ચાલી ગઈ હતી.
અને થોડા સમય બાદ તેમને ધ કપિલ શર્મા શો પણ બંધ કરવો પડ્યો હતો હવે આ ઝ!ઘડાના સાત મહિના બાદ અનુપમ ખેર પોતે ધ કપિલ શર્મા શોમાં પહોંચી ચૂક્યા છે અનુપમ ખેરની ફિલ્મ ઉંચાઈ રીલીઝ થવા જઈ રહી છે તેના પ્રમોશન માટે અનુપમ ખેર ધ કપિલ શર્મા શોમાં ફિલ્મ ના બીજા સ્ટાર સાથે પહોંચ્યા હતા હવે આ બાબત જ્યારે લોકોને ખબર પડશે ત્યારે એના પર સવાલ જરૂર કરશે.