તારીખ 21 ના રોજ ગાય અને ગૌચર મુદ્દાઓ સાથે માલધારી સમાજના પડતર પ્રશ્નોને લઈને માલધારી સમાજે એક દિવસ દૂધ નહીં વેચવાનું નક્કી કર્યું હતું ત્યારે માલધારી સમાજના સંત દુધરેજ વડવાળા જગ્યાના મહંત કનીરામદાસજી બાપુએ સમસ્ત માલધારી સમાજનો આભાર વ્યક્ત કરતા.
વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં કનીરામદાસજી બાપુએ કહ્યું હતું કે દુધરેજ વડવાળા ધામમાંથી જ્યાં આહવાન કરવામાં આવ્યું હતું કાળીયા ઠાકર અને સમગ્ર માલધારી નાતની સાક્ષી એ બોલેલા વચન પાડીને માલધારી સમાજે આજે જે બંધ પાડ્યો હતો એનો આભાર માનું છું સમાજમાં.
શિક્ષણ અને એકતા નો વ્યાપ વધે એ માટે વિનંતી કરું છું સાથે સરકારને એ જણાવીએ છીએ કે માલધારી સમાજના પ્રશ્નોને જલ્દી ઉકેલવામાં આવે અને જે ગાયનો મુદ્દો છે એનુ નિરાકરણ કરવામાં આવે સાથે ગૌચર જમીન અને માલધારી સમાજના લોકોને ન્યાય આપવામાં આવે.
સાથે 17551 માલધારી સમાજને કાર્ડ આપવામાં આવ્યા છે જેમ તેને મળવાપાત્ર પાત્રતા પાછી આપવામાં આવે એવી સરકારને રજૂઆત કરીએ છીએ જે માલધારી સમાજના દુધરેજ વડવાળા પરમ પૂજ્ય સંત કનીરામ દાસજી બાપુએ પોતાના વિડીયો મારફતે જણાવ્યું હતું વાચકમિત્રો પોસ્ટને શેર કરવા વિનંતી.