એન્ટાર્ટિકાનો સાઉથ પોલ એટલે કે દક્ષિણ ધ્રુવ કે જે દુનિયાનું સૌથી ઠંડું અને સૌથી પડકારજનક જગ્યાઓમાંનું એક જ્યાં નજર કરો ત્યાં બરફ જ બરફ હોય સુસવાટા ભર્યા પવન ફૂકાતા હોય અને એ વચ્ચે શાંતિ ભર્યું વાતાવરણ જ્યાં જીવન પણ હિંમત માંગે છે અને ત્યાં પહોંચવું કોઈપણ માણસ માટે સરળ કામ નથી પરંતુ ત્યાં એક ભારતની ની 18 વર્ષની યુવતીએ ઇતિહાસ લખ્યો છે. નમસ્કાર તમે જોઈ રહ્યા છો જમાવટ અને હું છું આપની સાથે દીપ રાવલ.
એન્ટાર્ટિકા વિશ્વનો સૌથી ઠંડો અને પડકારજનક ખંડ અને તેના હૃદયમાં વસેલો સાઉથ પોલ એટલે કે દક્ષિણ ધ્રુવ જ્યાં પહોંચવુંમાનવી માટે પડકાર રૂપ માનવામાં આવે છે અને ઘણા લોકોનું ત્યાં પહોંચવું એ એક સપનું હોય છે ત્યારે આ સપનાને સાકાર કર્યું છે ભારતની માત્ર 18 વર્ષની કામ્યા કાર્તિકાયને ભારતની 18 વર્ષની કામ્યા કાર્તિકાયને આઘરું કામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે અને ખાસ વાત એ છે કે કામ્યા કાર્તિકાયને સાઉથ પોલ સુધી સ્કી કરીને પહોંચનારી સૌથી યુવા યુવા ભારતીય બની છે સાથે જ તેઓ દુનિયાની બીજી સૌથી યુવા મહિલા છે જેમણે આ સિદ્ધિ હાસલ કરી છે. 27 ડિસેમ્બર 2025 ના રોજ કામયા સાઉથ પોલ પર પગ મૂક્યો.
તેમને 89 ડિગ્રી સાઉથથી પોતાની યાત્રા શરૂ કરી હતી અને લગભગ 115 કિલોમીટરએટલે કે સાહિત્ય નોટિકલ માઈલનું અંતર સ્કી કરીને પાર કર્યું. આ સમગ્ર યાત્રા તેમણે પોતાનું સંપૂર્ણ અભિયાન સામાન ભરેલી સ્લેજ ખેંચતા કરી સ્લેજ એટલે કે સરળ ભાષામાં બરફ પર સરકતી ગાડી કહી શકાય. કામયા માટે યાત્રા દરમિયાન પરિસ્થિતિઓ ખૂબ જ કઠિન હતી તાપમાન – 30 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું હતું
અને તે જ પવન સતત મુશ્કેલી ઊભી કરી રહ્યા હતા આવી પરિસ્થિતિમાં આગળ વધવું શારીરિક શક્તિ સાથે સાથે મજબૂત મનોબળની પણ પરીક્ષા લેવાઈ રહી હતી. આ સિદ્ધિ પર ભારતીય નવસેનાએ કામ્યાને અભિનંદન પાઠવ્યા છે નવસેના એક્સ પર પોસ્ટ કરેલા સંદેશમાંજણાવ્યું હતું કે કામ્યાએ -30 ડિગ્રી સેલ્સિયસની ભીષણ ઠંડી અને ગેલફોર્સ પવન એટલે કે ભયંકર તેજ પવનોનો સામનો કરીને 89 ડિગ્રી સાઉથથી લગભગ 115 કિલોમીટરનું અંતર પગપાળા પાર કર્યું છે અને 27 ડિસેમ્બર 2025 ના રોજ સાઉથ પોલ પહોંચ્યા છે.
કામ્યા કાર્તિકાયન કોણ છે એની વાત કરીએ તો કામ્યા કાર્તિકાયન પહેલેથી જ એડવેન્ચર ક્ષેત્રમાં જાણીતું નામ છે. તેઓ એક ભારતીય નવસેનાના અધિકારીના દીકરી છે અને નેવી ચિલ્ડ્રન સ્કૂલની પૂર્વ વિદ્યાર્થીની રહી ચૂકી છે. તેમણે સેવન સમિટ્ટસ ચેલેન્જ પણ પૂર્ણ કર્યો છે. સેવન સમિટ્ટસ ચેલેન્જ એટલે કેદુનિયાના સાતે મહાદ્વીપોની સૌથી ઊંચી પર્વત ચોટીઓ પર ચડાન કરવાનો પડકાર આમાં એશિયાનું માઉન્ટ એવરેસ્ટ દક્ષિણ અમેરિકાનું એકોંગ્રાગુવા ઉત્તર અમેરિકાનું ડેનેલી આફ્રિકાનું કિલીમાંજારો યુરોપનું એલબ્રુસ ઓશિયાનીનું પુકુકા જાયા અને એન્ટાર્ટિકાનું માઉન્ટ વિન્સેલ સામેલ છે. આ તમામ શિખરો પર સફળતાપૂર્વક ચડાન પૂર્ણ કરનાર વ્યક્તિ સેવન સમિટસ ચેલેન્જ પૂર્ણ કરનાર ગણાય છે. તેમાં નેપાળ રૂટથી માઉન્ટ એવરેસ્ટનો સમાવેશ થાય છે.
આ સિદ્ધિઓ સાથે કામ્યા સૌથી યુવા ભારતીય અને દુનિયાની બીજી સૌથી યુવા મહિલા બની હતી. 24 ડિસેમ્બર 2024 ના રોજ કામ્યા તેમના પિતાકમાન્ડર એસ કાર્તિકેયન સાથે આન્ટાર્ટિકાના માઉન્ટ વિન્સનની ટોચ પર સફળતાપૂર્વક પહોંચાયા હતા. આ સાથે તેમનો સેવન સમિટ ચેલેન્જ પૂર્ણ થયો હતો. હવે કામયાનું આગળનું લક્ષ્ય એક્સપ્લોર ગ્રાન્ડ સ્લેમ પૂર્ણ કરવાનો છે આ દુનિયાનું સૌથી મુશ્કેલ એડવેન્ચર મિશનોમાંનું એક છે તેમાં સાતે મહાદ્વીપોનું સૌથી ઊંચી ચોટીએ પહોંચ્યા પછી નોર્થ પોલ અને સાઉથ પોલ બંને સુધી સ્કી કરીને પહોંચવું જરૂરી હોય છે સાઉથ પોલનું લક્ષ્ય કામયા પૂર્ણ કરી ચૂકી છે હવે તેમની નજર નોર્થ પોલ પર છે.
કામયા કાર્તિકેયની આ સિદ્ધિ દેશના યુવાનો માટે અને ખાસ કરીને યુવતી માટે પ્રેરણાદાયી તોછે જ અને તેમને સાબિત પણ કર્યું છે કે ઉંમર ક્યારે મર્યાદા નથી જો ઇરાદો મજબૂત હોય. સપનાઓ ભલે બરસ જેટલા કઠિન હોય જો હિંમત આગ જેવી હોય તો જીત નિશ્ચિત છે તમને આ માહિતી કેવી લાગી અમને કોમેન્ટ્સ કરી જણાવો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ આઈકન પર ક્લિક કરવાનું ના ભૂલશો જેથી જેથી તમને અમારા નવા નવા વિડીયોડિયોના નોટિફિકેશન મળતા રહે નમસ્કાર