બોલીવુડના એક એવા અભિનેતા જેમણે વિલેન તરીકે પોતાની ખાસ ઓળખ બનાવી, પરંતુ પોતાના દીકરાની જાન બચાવી શક્યા નહીં. અભિનય કારકિર્દીમાં ચમક હોવા છતાં પણ તેઓ આર્થિક રીતે કંગાળ બન્યા. અહીં વાત થઈ રહી છે અભિનેતા કબીર બેદીની.કબીર બેદીને બોલીવુડમાં અસલી ઓળખ વિલેનના રોલથી મળી. આજે તેઓ કોઈ ઓળખના મોહતાજ નથી.
તાજેતરમાં જ કબીર બેદીએ બીબીસી સાથે વાતચીત દરમિયાન પોતાના દીકરાના દુખ વિશે ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે કેવી રીતે આર્થિક તંગીએ તેમને જીવનભરનું દુખ આપી દીધું. તેમના દીકરાએ પોતે જ પોતાની જાન લીધી હતી.ગંભીર બીમારીથી ઝઝૂમી રહેલા દીકરાના ઈલાજ માટે કબીર બેદી પાસે પૂરતા પૈસા નહોતા.
એક લાચાર પિતા તરીકે તેઓ બધું જ દુખી મનથી જોતા રહ્યા. કબીર બેદીનું કહેવું હતું કે એ સમય એવો હતો જ્યારે તેઓ આર્થિક અને ભાવનાત્મક રીતે સંપૂર્ણ રીતે તૂટી ગયા હતા.કબીર બેદીના દીકરાનું નામ સિદ્ધાર્થ હતું, જે સ્કિઝોફ્રેનિયા નામની ગંભીર માનસિક બીમારીથી પીડાતો હતો. કોઈને કલ્પના પણ નહોતી કે એટલી નાની ઉંમરમાં તે દુનિયા છોડીને ચાલ્યો જશે. એ સમય હતો વર્ષ 1990નો, જ્યારે કબીર બેદી આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા હતા અને કોઈ કારણસર તેમના દીકરાએ પોતાની જાતને ખતમ કરી લીધી.એક્ટર કહે છે કે હું સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો. માત્ર આર્થિક રીતે નહીં, પરંતુ ભાવનાત્મક રીતે પણ.
એ સમય એવો હતો જ્યારે મારી પાસે રોકાણ કરવા માટે પણ પૈસા નહોતા અને કોઈ મને પૈસા આપતું પણ નહોતું. જ્યારે મેં કરજ લીધું, ત્યારે બધું જ બરબાદ થઈ ગયું હતું. એ જ સમયમાં મારા દીકરાનું પણ અવસાન થયું.તેમણે વધુમાં કહ્યું કે વર્ષ 1999 દરમિયાન મને સમજાતું નહોતું કે હું શું કરું. હું ઓડિશન આપવા જતો, પરંતુ શું બોલવું તે સમજાતું નહોતું. હું શું બોલી રહ્યો છું એ પણ ખબર ન પડતી. મેં કામ ગુમાવ્યું, તકો ગુમાવી અને પરિસ્થિતિ દિવસ પ્રતિદિન વધુ ખરાબ થતી ગઈ. મને લાગ્યું કે હવે કંઈક કરવું પડશે, નહીં તો હું સંપૂર્ણ રીતે બરબાદ થઈ જઈશ અને રસ્તા પર આવી જઈશ.કબીર બેદી આજે પણ એ સમયને યાદ કરીને ભાવુક થઈ જાય છે.
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપરાંત તેમણે હોલીવુડમાં પણ સારું કામ કર્યું છે. હાલમાં કબીર બેદી બહુ ઓછા પ્રોજેક્ટ્સમાં નજર આવે છે. ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા કલાકારો રહ્યા છે જેમણે વિલેન તરીકે નામ કમાયું, પરંતુ આર્થિક તંગીનો સામનો પણ કર્યો છે.કબીર બેદી આજે પણ એ દુખ ભૂલી શકતા નથી કે પૈસાની તંગી કારણે તેમના દીકરાની બીમારીનો યોગ્ય ઈલાજ થઈ શક્યો નહીં અને અંતે તેમના દીકરાએ પોતાની જિંદગીનો અંત લાવી દીધો.