Cli

જૂનાગઢના મહંત ઇન્દ્રભારતી બાપુ કેમ વિવાદોમાં આવ્યા?

Uncategorized

દાંડિયા ઓછા રમજો પણ આપણી બહેનો દીકરીઓ રમતી હોય એ કેમ સલામત રહીએ એવું ધ્યાન રાખજો નવરાત્રીને જ્યારે હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે ત્યારે જૂનાગઢના ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે ઇન્દ્રભારતી બાપુએ કહ્યું છે કે દીકરીઓ વિધર્મીઓથી સલામત રહે તેમનું ધ્યાન રાખજો અને દાંડિયા ઓછા રમજો પણ દીકરીઓને સલામત રાખજો કેમ કે નવરાત્રીમાં વિધર્મીઓ ચાંડલા કરીને ગ્રાઉન્ડમાં ઘુસ સે છે આમ તેમના આ નિવેદનથી હવે હોબાળો મચી ગયો છે તો આવો જાણીએ શું છે .

જૂનાગઢના મહંત ઇન્દ્રભારતી બાપુ કે જેઓ હવે વિવાદોમાં આવ્યા છે કેમ કે થોડાક સમય પહેલા તેમણે રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં ગણેશ પંડાલમાં આરતી કરી હતી અને આ પછી જે કે ચોક્ક રાજા ગણપતિ મહોત્સવમાં આરતી કરીને સંબોધન પણ કર્યું હતું આ નિવેદન તેમનું લઘુમતી સમાજને લઈને હવે સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે દાંડિયા ઓછા રમજો પણ દાંડિયા રાસમાં બહેનો દીકરીઓ વિધર્મીઓથી કેમ સલામત રહે તેનું ધ્યાન રાખજો.

દાંડિયા રાસમાં વીધર્મીઓ ચાંદલા કરે છે હાથમાં ટેટુ કરે છે ડયુપ્લીકેટ આધાર કાર્ડ થકી ગ્રાઉન્ડમાં ઘૂસે છે અને બહેનો દીકરીઓને ફસાવે છે જરૂર પડે તો માથા પણ દઈ દેવા માટે ઇન્દ્રભારતી બાપુએ યુવાનોને અપીલ કરી છે તો આ સાંભળો જૂનાગઢના મહંત ઇન્દ્રભારતી બાપુએ શું કહ્યું છે.

દરબારની અંદર રાસ અને દાંડિયા રાસની અંદર જ્યારે જાય છે ત્યારે ઘણા એવા વિધર્મીઓ જે ચાંડલા કરે ટેટુ કરે ડુપ્લીકેટ આધાર કાર્ડ બનાવે અને આપણી બહેનો દીકરીઓને જે ટાર્ગેટ કરે છે તો આજે યુવાધન પાસે એક સાધુ તરીકે હું પ્રાર્થના કરું પ્રભુ પહેલા બેનું દીકરીઓ માટે માથા દઈ દેતા હવે ખાલી ધ્યાન તો રાખજો તમે ખાલી માથા દેવાની જરૂર નથી દઈ પણ દેવાય કોઈ વાંધો નહી દીકરીની રક્ષા માટે માથું પણ દઈ દેવાય તોય

વાંધો નહી પણ નવરાત્રીની અંદર ખાસ પ્રભુ જ્યાં જ્યાં પંડાલો હોય ત્યાં અહીયા જ્યાં તમે મારો અવાજ સાંભળો છો તો એક સાધુ તરીકે ભગવા ભેખ તરીકે હું તમને પ્રણામ કરીને કહું છું કે

દાંડિયા ઓછા રમજો પણ આપણી બહેનું દીકરીઓ રમતી હોય એ કેમ સલામત રહીએ એવું ધ્યાન રાખજો >> આમ હવે જૂનાગઢના ના ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુના નિવેદનથી હોબાળો મચી ગયો છે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *