Cli

જોહરાન મમદાનીનો પગાર કેટલો છે? ન્યૂયોર્કના મેયરને કેટલી સત્તા મળશે?

Uncategorized

જોહરાન મમદાની આજકાલ આખી દુનિયામાં ચર્ચામાં છે. 4 નવેમ્બરે તેઓ ન્યુયોર્ક શહેરના મેયર તરીકે ચૂંટાયા છે. 34 વર્ષના મમદાની ન્યુયોર્કના પ્રથમ મુસ્લિમ અને પ્રથમ ભારતીય-અમેરિકન મેયર બન્યા છે. સાથે જ તેઓ છેલ્લા લગભગ 100 વર્ષમાં સૌથી યુવા મેયર પણ છે.

જોહરાન મમદાની 1 જાન્યુઆરી 2026 થી ન્યુયોર્ક શહેરના મેયર તરીકે પોતાની ફરજ સંભાળશે.ચાલો જાણીએ કે મેયર તરીકે તેમને કયા કયા અધિકાર અને જવાબદારીઓ મળશે અને તેમની સેલેરી કેટલી હશે.

ન્યુયોર્ક શહેરના મેયરનો કાર્યકાળ 4 વર્ષનો હોય છે. એક વ્યક્તિ સતત બે વખત સુધી મેયર બની શકે છે, પરંતુ વચ્ચે અંતર રાખીને ત્રીજા કાર્યકાળ માટે ફરીથી ચૂંટણી લડી શકે છે. મેયર શાળાઓ, પોલીસ, પરિવહન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મહત્વપૂર્ણ વિભાગોનું સંચાલન કરે છે અને શહેરની નીતિઓ નક્કી કરે છે.ન્યુયોર્ક શહેરનો મેયર મુખ્ય કાર્યકારી અધિકારી (Chief Executive Officer) હોય છે. ન્યુયોર્ક સિટી હોલમાંથી કાર્યરત મેયરનું કચેરી શહેરના પાંચ બોરો — મેનહેટન, બ્રુકલિન, બ્રોન્ક્સ, ક્વીન્સ અને સ્ટેટન આઇલેન્ડ — પર અધિકાર ધરાવે છે.

મેયર પાસે 3 લાખથી વધુ કર્મચારીઓનો સ્ટાફ છે અને શહેરનો વાર્ષિક બજેટ 115 બિલિયન ડોલર એટલે કે આશરે 115 લાખ કરોડ રૂપિયા જેટલો છે.મેયરની સૌથી મોટી જવાબદારી શહેરનો બજેટ તૈયાર કરવાની હોય છે, જે અમેરિકા નો સૌથી મોટો મ્યુનિસિપલ બજેટ છે. હાલ તેનો બજેટ 112.4 બિલિયન ડોલર છે. તે ટેક્સ જેવી આવકના સ્ત્રોતોનું આયોજન અને ખર્ચનું વિતરણ નક્કી કરે છે. તેમ છતાં મેયર ટેક્સ વધારવાનો એકતરફી નિર્ણય લઈ શકતા નથી — તેના માટે તેમને રાજ્યની વિધાનસભા અને ગવર્નર બંનેની મંજૂરી લેવી પડે છે.હવે જાણીએ કે જોહરાન મમદાનીને કેટલી સેલેરી મળશે.ન્યુયોર્ક શહેરના મેયર તરીકે તેમને દર વર્ષે લગભગ $258,750 (લગભગ ₹2.15 કરોડ) સેલેરી મળશે.

અગાઉ તેઓ ન્યુયોર્ક સ્ટેટ એસેમ્બલીના સભ્ય તરીકે કાર્યરત હતા જ્યાં તેમની સેલેરી લગભગ ₹1,42,000 ડોલર (લગભગ ₹1.18 કરોડ) હતી. મેયર તરીકે તેમને ન્યુયોર્ક શહેરનું અધિકૃત નિવાસસ્થાન “ગ્રેસી મેશન” પણ આપવામાં આવશે.જોહરાન મમદાની ભારતીય મૂળના છે — તેઓ પ્રખ્યાત ફિલ્મ નિર્માત્રી મીરા નાયર અને કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર મહમૂદ મમદાની ના પુત્ર છે. તેમનો જન્મ યુગાન્ડાના કંપાલામાં થયો હતો અને તેઓ 7 વર્ષની વયે પોતાના પરિવાર સાથે ન્યુયોર્કમાં સ્થાયી થયા હતા. 2018માં તેઓ અમેરિકાના નાગરિક બન્યા.મમદાનીની જીત માત્ર ન્યુયોર્ક માટે નહીં, પરંતુ સમગ્ર ભારતીય સમુદાય માટે ગૌરવની વાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *