ભાવનગર જિલ્લાનું પરવડી નામનું એક નાનું ગામ. એ ગામમાં એક સાત આઠ વર્ષનો નાનો છોકરો. એને સુરતનો એક શેઠ નવી કાર લઈને નીકળ્યો. આ ગરીબ છોકરો એ કારની પાછળ બે કિલોમીટર સુધી પાછળ ભાગ્યો. છોકરો આ કારને કુતુહલ પૂર્વક જોવા લાગ્યો ઘડીકમાં કાર જુએ તો ઘડીકમાં એ કારમાં રહેલા શેઠિયાને જોવે અને વિચારે કે મારી પાસે પણ આવી કાર કઈ દિવસે આવશે?
આ છોકરો મોટો થાય છે આજે એની પાસે ferrari કાર છે આ કાર એણે સચિન તેંડુલકર પાસેથી રોકડ રૂપિયામાં ખરીદેલી છે. ફરારી ઉપરાંત એની પાસે ઓડી મર્સિડીઝ bmw જેગુઆર જેવી મોટી બ્રાન્ડની કાર છે.
આ વાત 80ના દાયકાની છે. પરવડી ગામમાં બટુકરાય દામોદર દેસાઈ એક નાની કરિયાણાની દુકાન ચલાવતા હતા. એમની ચાર દીકરીઓ અને જયેશ નામનો એકમાત્ર દીકરો હતો. ભણતા ભણતા જઈ બટાકાની કાતરી વહેચીને થોડા પૈસા કમાઈ લીધું. પણ છતાં કુટુંબમાં ગરીબી એવી કે એક ટાઇમ ખાવાનું પણ ના મળતું.
એક ને એક દીકરો હોવાથી જયેશને એના પિતાએ ખૂબ જ પરિશ્રમ કરીને ભણાવ્યો. જયેશ જોડે કોઈ મોટી ડિગ્રી ના હતી પણ પપ્પા એ કીધું કે જયેશ હવે કામે લાગી જાઓ. બટુક રાઈની એક દીકરી ભાવના જે મુંબઈ સાસરી હતી ત્યાં એમને જયેશને મોકલ્યું અને કહ્યું કે હું જયેશ ને મુંબઈ કમાવવા માટે મોકલું છું.
જયેશ મુંબઈમાં બોલ બેરિંગ ની કંપનીમાં નોકરી કરવા લાગ્યું તેની શેઠ ઢોસા લેવા માટે મોકલતા પણ જયેશ ની આ કામ ફાવ્યું નહી. કંટાળીને જયેશ પાછો પરવડી માં ઘરે આવી ગયો અને પિતાજીની કરિયાણાની દુકાનન કરિયાણાની દુકાને સંભાળવા લાગ્યો તેના એક મિત્રએ તેને કહ્યું કે તું સુરતમાં આવી જા અને અહીંયા સુરતમાં આપણે સાથે ડાયમંડનો ધંધો કરીશું. સુરતમાં આવીને જયેશ તેલ ના ડબ્બાનો ધંધો કરવા લાગ્યો.
ધીમે ધીમે સુરતમાં જયેશ તેલના બહુ મોટું વેપારી બની ગયું અને આખા સુરતમાં અને આખા ગુજરાતમાં તેલને સપ્લાય કરવા લાગ્યો એનું તેલ ગુણવત્તા યુક્ત હતું. એને પોતાની હોશિયારી અને સમજથી પોતાની તેલની એક નવી બ્રાન્ડ બનાવી જે રાજહંસ તરીકે ઓળખાય.
એના પછી જયેશભાઈ ટેક્સટાઈલ ના ધંધામાં મિલુ બનાવી એક બિલ બનાવી એ પણ સક્સેસ જઈ એના પછી બીજી પણ મીલ બનાવી. અત્યારે રાજહંસ નામની બે મોટી મિલો છે એકમાં સાડી બને છે અને એક નિર્માણ ડ્રેસ મટીરીયલ બને છે. એના પછી સુરતમાં એમને રાજહંસ મલ્ટિપ્લેક્સ નામની એક થિયેટર બનાવી દીધી. અત્યારે સમગ્ર ગુજરાતમાં 30 મલ્ટિપ્લેક્સના માલિક છે જયેશભાઈ.
તેમની રાજહંસ નામે રિયલ એસ્ટેટના ધંધામાં પણ પ્રવેશ કર્યો અત્યારે મોટા મોટા બિલ્ડીંગો પણ એમના નામે છે.