Cli

સની દેઓલ પછી, હવે જયા બચ્ચન પાપારાઝી પર ગુસ્સે થયા !

Uncategorized

તમે લોકો ને કહું છું, ફોટો લો અને બદ્દતમીજ ના કરો. શાંત રહો, મોં બંધ રાખો, ફોટો લો, પછી બસ.
પેપરાઝી ઉપર જયા બચ્ચનની કડક કાર્યવાહી, પળ માં જ પેપ્સની બોલતી બંધ. પહેલા સનીએ પેપરાઝી પર ગાળો વરસાવી હતી અને હવે બિગ બીની પત્ની વીજળીની જેમ તૂટી પડી. પેપ્સને સીધા જ શાંત રહેવાનું અને મોં બંધ રાખવાનું હુકમ.

પેપરાઝી ને આંખ બતાવવી, ચીસો પાડવી, ગુસ્સો કરવો અને દોડાડી નાખવો – જયા બચ્ચન માટે નવી વાત નથી. અનેક વાર તેમનો ગુસ્સો પેપ્સ અને ફૅન્સ પર ફાટ્યો છે. પરંતુ આ વખતે તો એક જ દિવસે બે-બે વાર પેપરાઝી ને સ્ટાર્સના ગુસ્સાનો શિકાર બનવું પડ્યું. 13 નવેમ્બરના દિવસે સવારે સૌપ્રથમ સની દેઓલે પોતાના બંગલા બહાર બેઠેલા પેપ્સની સારી રીતે ક્લાસ લઈ નાખી. અવાજ ઊંચો કરી દીધો અને ગાળો પણ આપી દીધી. અને જેમ જ સાંજ પડી, તેમ જ એશ્વર્યા રાયની સાસુમા જયા બચ્ચને બાકી રહી ગયેલી કસર પણ પૂર્ણ કરી.

એ દિવસે ફેમસ ફેશન ડિઝાઇનર જોડી અબુ જાની અને સંદીપ ખોસલા દ્વારા એક ખાસ ફેશન શો યોજાયો હતો જેમાં બોલીવુડની અનેક જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી. જયા બચ્ચન, પોતાની દીકરી શ્વેતા સાથે, પોતાના મનપસંદ ડિઝાઇનર્સને ચિયર કરવા ત્યાં પહોંચી. ક્રીમ કલરના સૂટમાં અને ચહેરા પર માસ્ક પહેરેલી જયા બચ્ચન ઇવેન્ટમાં પ્રવેશતા પહેલાં જ થોડું ગુસ્સે દેખાતી હતી.

જેમ જ તેઓ રેડ કાર્પેટ પર આવી, ત્યાં હાજર ફોટોગ્રાફર્સ અને પેપ્સે તેમને ઘેરી લીધા. કેમેરાની ચમકતી લાઈટ્સ અને ભીડ જોઈ તેઓનો પારોઉંચો થઈ ગયો. હાથના ઈશારા થી બધાને રસ્તાથી સાઇડ થવાનું કહી નાખ્યું.
“બસ, પૂરું થઈ ગયું. સાઇડ થાઓ. Enough is enough.”અહીં તેમની દીકરી શ્વેતા બચ્ચન somehow વાત સંભાળી અને ગુસ્સામાં ભરેલી માને પેપરાઝી તરફ જોવા પરથી અટકાવી લઇ ગઈ. પણ આ તો માત્ર ટ્રેલર હતું. મૂળ દ્રશ્ય તો પછી આવ્યું.

જ્યારે જયા બચ્ચન આગળથી પસાર થઈ રહી હતી, ત્યારે ત્યાંના કેટલાક પેપ્સે તેમને “બાય” કહેવા લાગ્યા.
અને પછી ફાટી નીકળ્યો જયા બચ્ચનનો જ્વાળામુખી. બાય બોલતાં પેપ્સ પર જયા બચ્ચન આવી રીતે તૂટી પડી કે તેમને બચવાનો મોકો પણ ન મળ્યો.જયા બચ્ચન બોલી:
“તમે લોકો ને કહું છું, ફોટો લો અને બદ્દતમીઝી ના કરો. ઓકે? ચુપ રહો, મોં બંધ રાખો, ફોટો લો, પછી બસ. ઉપરથી કમેન્ટ્સ કરતા રહો છો!”

જયા બચ્ચનનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. લોકો આ અંગે અનેક પ્રકારની ટિપ્પણીઓ કરી રહ્યા છે. કેટલાક લોકો એમના વર્તનને યોગ્ય કહી રહ્યા છે તો કેટલાક હંમેશની જેમ તેમને ટ્રોલ કરી રહ્યા છે.

એક યૂઝરે લખ્યું – “તે ખરેખર સાચી છે.”
બીજાએ કમેન્ટ કર્યું – “પેપ્સ આજે સવારે થી જ ગાળો ખાઈ રહ્યા છે.”
ત્રણજા એ લખ્યું – “અરે તેનો ફોટો લેતા જ કેમ છો? ઇજ્જત પોતાની પાસે હોય છે.”
જ્યારે એક યૂઝરે પેપ્સની સાઈડ લેતાં કહ્યું – “મીડિયાવાળા ગાળો કેમ ખાય છે? जिस दिन भाव देना बंद कर देंगे, सब ठीक हो जाएगा.”

કેટલાંકનું માનવું છે કે જયા બચ્ચનનો ગુસ્સો ધર્મેન્દ્રને લગતી તાજેતરની ફેક ન્યૂઝને કારણે છે. દેઓલ પરિવાર અને બચ્ચન પરિવાર ખૂબ જ નજીક છે. જયા અને અમિતાભ, ધર્મેન્દ્રના પાડોશી પણ છે અને ત્રણે એ અનેક ફિલ્મોમાં સાથે કામ પણ કર્યું છે.હાલમાં ધર્મેન્દ્રના નિધન વિશે ફેલાયેલી ખોટી ખબરને લઈને ઈશા દેઓલ, હેમા માલিনী સહિત અનેક સ્ટાર્સે મિડિયાને કડક શબ્દોમાં કહ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *