જય માહીના છૂટાછેડાની અફવાઓથી દુઃખી થયા તેમના નાનકડા બાળકો.માતા-પિતાને અલગ થતું જોઈ નાની જાની ડરી ગઈ. બાળકોના નિર્દોષ પ્રશ્નો સાંભળી માહીનું દિલ તૂટી ગયું. લાંબી ચુપ્પી બાદ હવે માહીએ આખરે મૌન તોડ્યું.
છૂટાછેડાની અફવાઓ પર માહીનો ગુસ્સો ફાટી નીકળ્યો અને ટ્રોલર્સને કડક જવાબ આપ્યો. કરોડોની એલિમનીની ચર્ચાઓ પર પણ માહીએ ખુલ્લું કહી દીધું કે આ બધું ખોટું છે.થોડી જ વારમાં ટીવીના લોકપ્રિય દંપતી જય ભાનુશાલી અને માહી વિજ ચર્ચામાં આવી ગયા હતા. તાજેતરમાં એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે 15 વર્ષના લગ્નજીવન બાદ બંને અલગ થઈ રહ્યા છે. આ સમાચાર જંગલમાં આગની જેમ ફેલાઈ ગયા હતા.
જોકે, આ અફવાઓ પર બંનેમાંથી કોઈએ પણ પ્રથમ પ્રતિક્રિયા આપી ન હતી.પરંતુ જ્યારે આ બાબત બાળકો સુધી પહોંચી, ત્યારે માહી બોલી ઉઠી. તેમણે પોતાના YouTube ચેનલ પર વીડિયો મૂકી લોકોને તેમની ખાનગી જિંદગીમાં દખલ ન કરવા વિનંતી કરી. માહીએ સ્પષ્ટ કહ્યું કે જય તેમનું પરિવાર છે અને લોકો અફવાઓ પર વિશ્વાસ ન કરે.
માહીએ કહ્યું કે, “જ્યાં સુધી અમે કંઈ કહીએ નહીં, ત્યાં સુધી તમને અમારી ખાનગી જિંદગીમાં દખલ કરવાનો હક નથી.” તેમણે જણાવ્યું કે કેવી રીતે આ ખોટા સમાચાર તેમના બાળકોની માનસિક સ્થિતિ પર અસર કરી રહ્યા છે. માહીએ કહ્યું કે મારા પુત્રએ મને એક ન્યૂઝ રિપોર્ટ બતાવ્યો — વિચારો, તેને કેવું લાગ્યું હશે!તેમણે વધુમાં કહ્યું કે તેમના ત્રણેય બાળકો હવે તેમને અજીબ-અજીબ પ્રશ્નો પૂછે છે. કેટલીક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે માહીએ ₹5 કરોડની એલિમની માગી છે.
આ દાવાને ખોટો ઠેરવી માહીએ કહ્યું — “મને તો ખબર જ નથી કે એલિમની શું હોય છે. આ તો તેનો પૈસો છે, એ કમાય છે. જો કોઈ પ્રેમથી તમારું ધ્યાન રાખે તો સારું, પરંતુ જે મહિલાઓ ગૃહિણી છે અને કામ કરતી નથી, તેમની માટે એલિમની યોગ્ય છે. પરંતુ જો તું કામ કરી શકે છે, તો તારે ઊભું થવું જોઈએ અને પોતાના પગ પર ઉભી રહેવી જોઈએ.”લાંબા સમયથી બંનેના અલગાવની અફવાઓ ચાલી રહી છે. જયે થોડા સમયથી પરિવારથી અલગ રહેવાનું શરૂ કર્યું ત્યારથી આ ચર્ચાઓને વધુ વેગ મળ્યો.બ્યુરો રિપોર્ટ: E2