Cli

જેસ્મીન–અલીના લગ્નના દાવા સોશિયલ મીડિયા પર વાયરલ

Uncategorized

જેસ્મીન અલીના ઘરે હવે લગ્નની શહેનાઇ વાગવાની છે.35 વર્ષની ઉંમરે જેસ્મીન હવે દુલ્હન બનવા તૈયાર છે.શાદીના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે જસલી કપલ.ઢોલ-નગારા વચ્ચે ધામધૂમથી ઉઠશે જેસ્મીનની ડોલી.34 વર્ષની ઉંમરે અલી થશે દુલ્હા.દિલવાળો લઈ જશે પોતાની દુલ્હનિયા.જેસ્મીન અને અલીના લગ્ન ક્યારે થશે?લગ્નની તારીખ સોશિયલ મીડિયા પર બહાર આવી છે અને “જસલી”ના ફેન્સ ખુશીમાં ઝૂમી ઉઠ્યા છે.

ટીવી જગતના સૌથી ક્યૂટ કપલ – જેસ્મીન ભસીન અને અલી ગોની – વિશે એક દિલ ખુશ કરી દે એવી ખબર સામે આવી છે. લાંબા સમયથી ફેન્સ જેને લઈને ઉત્સુક હતા, તે ક્ષણ હવે નજીક આવી રહી છે. સમગ્ર દેશમાં વેડિંગ સીઝનની ધૂમ ચાલી રહી છે અને તેનો અસર હવે ટેલી સેલિબ્રિટીઝ પર પણ દેખાઈ રહ્યો છે.મીડિયા રિપોર્ટ્સ મુજબ જેસ્મીન અને અલી આગામી વર્ષની શરૂઆતમાં ગ્રાન્ડ લગ્ન કરવા જઈ રહ્યા છે. તૈયારીની શરૂઆત થઈ ગઈ હોવાની ચર્ચા છે.

લાંબી ડેટિંગ બાદ હવે કપલ સાત જન્મોના બંધનમાં જોડાવા તૈયાર છે.આ સમાચાર સાંભળીને ફેન્સ ખૂબ ખુશ છે અને સોશિયલ મીડિયા પર અભિનંદનોથી ભરાય ગયું છે.– “હું બહુ ખુશ છું… આખરે જસલીની શાદી!”– “ફાઇનલી જેસ્મીનને દુલ્હન રૂપે જોશું!”– “હવે ઓફિશિયલી જાહેર તો કરો!”પરંતુ, મહત્વનું એ છે કે આ બધું ફેન્સના દાવા છે.જેસ્મીન અને અલી – બન્નેની તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.એટલે સત્તાવાર પુષ્ટિ થાય ત્યાં સુધી આ બધું માત્ર ચર્ચા તરીકે જ ગણવું.આ પહેલીવાર નથી જ્યારે તેમની શાદીની ખબર આવી હોય.

અગાઉ પણ તેમની શાદીની તસવીરો વાયરલ થઈ હતી, પરંતુ બાદમાં ખબર પડી કે તે AI-Generated તસવીરો હતી.હાલ તો સમય જ બતાવશે કે જ્યારે અલી અને જેસ્મીન લગ્નના બંધનમાં બંધાશે.જણાવી દઈએ કે થોડા સમય પહેલાં જ બંને સાથે રહેવા શિફ્ટ થયા છે અને પોતાના વ્લોગ્સ દ્વારા ફેન્સને તેમની લિવ-ઇન સંબંધ વિશે માહિતગાર કરતા રહે છે.બન્નેને સાથે જોઈને ફેન્સને પણ ખૂબ આનંદ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *