મૌની રોય છેલ્લા કેટલાય સમયથી લગ્ન અને લગ્નની તસ્વીરને લઈને સોસીયલ મીડિયામાં છવાયેલ છે ત્યારે હવે એક્ટર પોતાના એક ડાન્સ વિડિઓને લઈને લાઈમલાઇટમાં આવી છે વાયરલ થઈ રહેલ વિડીઓમાં મૌની રોય જેકી શ્રોફ સાથે રેટ્રો સોન્ગ પર પોતાનો જલવો બતાવતી જોવા મળી રહી છે.
વિડીઓમાં જોઈ શકાય છેકે જેકી શ્રોફ મૌની રોય સાથે ગલી ગલીમેં ફિરતા હે સોન્ગ પર શાનદાર પરફોર્મન્સ કરી રહ્યા છે સોસીયલ મીડિયામાં આ વિડિઓ પર યુઝરો મૌની રોય અને જેકી શ્રોફ પર પોતાનો પ્રેમ વર્ષાવી રહ્યા છે અહીં વિડીઓમાં જેકી શ્રોફની એનર્જી જોઈને યુઝરો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
એક યુઝરે કોમેંટ કરતા કહ્યું દમ હે ભેડુ જયારે એક યુઝરે તો કહ્યું જોડી ફિલ્મમાં સાથે હોવી જોઈએ મિત્રો જણાવી દઈએ કે સામે આવેલ આ વીડિયો DID લિટલ માસ્ટર્સના સેટનો છે જ્યાં મૌની રોય અહીં શોમાં અભિનેત્રી સોનાલી બેન્દ્રે અને રેમો ડિસોઝા સાથે શોને જજ કરતા જોવા મળી રહ્યા છે.