બૉલીવુડ ઈંડસ્ટ્રીઝ જેટલી સારી દેખાય છે એટલી છે નહીં મિત્રો એવું મેં નથી કહેતા પરંતુ દરરોજ કોઈ અભિનેત્રી કે અભિનેતા બોલીવુડના કાળા કારનામા પર્દાફાશ કરે ત્યારે બધું જોવા મળે છે અહીં આ અભિનેત્રીએ એવો ખુલાસો કર્યો છેકે બોલીવુડની કાળી સચ્ચાઈ ફરીથી એકવાર મીડિયા સામે આવી છે.
હકીકતમાં બોલિવૂડ એક્ટ્રેસ સંધ્યા મૃદુલે હાલમાં જ એક એવો ખુલાસો કર્યો છેકે જેને સાંભળીને કોઈ પણ ચોકી જશે સંધ્યા મૃદુલે હાલમાં જણાવ્યું કે કરિયરની શરૂઆતમાં તેને બોડી શેમિંગમાંથી પસાર થવું પડ્યું હતું હદ તો ત્યારે થઈ જ્યારે સંધ્યા મૃદુલને કામ મળેવવા માટે સલાહો મળવા લાગી હતી બૉલીવુડ એક્ટર.
સંધ્યા મૃદુલે હાલમાં પોતાના કરિયરની વાત કરતા HT સાથે વાત કરી છે અને આ દરમિયાન તેણે જણાવ્યું કે તેને કેવા કેવા સમયમાંથી પસાર થવું પડ્યું સંધ્યા મૃદુલે કહ્યું વાત કરતા જણાવ્યું કે મારી કરિયરના શરૂઆતના સમયમાં મને કહેવામાં આવ્યું હતુંકે હું વેમ્પ જેવી દેખાવ છું અને હું સપાટ છું એટલે વધુ આકર્ષક દેખાવા માટે.
મારે છાતી મોટી કરાવવી જોઈએ અને આ સલાહ મળતા મેં ચોખ્ખી ના પાડી દીધી અને કહ્યુંકે હું કોઈના માટે મારું શરીર બદલીશ નહીં કાલે તમે કહેશો કે નાક કાન બદલી નાખશો તો મારાથી નહીં થાય અહીં એક્ટરે ફરીથી બોલીવુડના કાળા કાનાનો પર્દાફાસ કર્યો છે હવે તેને લઈને બૉલીવુડ તરફ પણ આંગળીઓ ઉઠી છે.