આજકાલ ભારતીય સંસ્કૃતિ ભૂલીને લોકો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવા લાગ્યા છે અને એ પશ્ચિમી સંસ્કૃતિ સાથે વેસ્ટર્ન પહેરવેશ અને શરીરના અંગોની સાથે પણ બદલાવ કરતા જોવા મળેછે આ ફેશન અને વિદેશી સ્ટાઈલમાં ચક્કરમાં એવી ઘટના સામે આવી છે જેમાં એક યુવકને હેરસલુન માંથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત ના વાપી ના સુલપડ વિસ્તારમાંથી આ ઘટના સામે આવી છે જેમાં એક યુવક હંમેશા બોલિવૂડ સ્ટાર્સ ની દરેક સ્ટાઇલને કોપી કરતો હતો પહેરવેશ થી માંડી તેને પોતાનું બાઈક પણ મોડીફાઇડ કરાવ્યું હતું સાથે તે હેર સ્ટાઈલનું પણ ગજબનો શોખ ધરાવતો હતો.
તેને સોશિયલ મીડિયા પર એક વિડીયો જોયો જેમાં વિદેશી યુવકો ની વાળ કાપવાની અનોખી અદાથી એ મોહીત થયો તેને હેરસલુનમા આવી આવી રીતે વાળ કાપવાની રજુઆત કરી જેમાં વાળમાં આ!ગ લગાડીને ગરમ કરી ને વાળ કાપવામાં આવે છે હેરસલુન ના હેરકટ કરતા વ્યક્તિએ કહ્યું હું આમાં પારંગત નથી ત્યારે યુવકે જીદ કરી કે.
મને કાંઈપણ થાય એ જવાબદારી તારી નહીં પણ તું મને એવા જ વાળ કાપી આપ ત્યારે મજબૂર થઈ ને હેરકટ કરતા વ્યક્તિએ એના ચહેરાને કવર કરીને વાળમાં પ્રવાહી નાખીને આ!ગ લગાડતાં જ આ!ગ ભભુકી ઉઠી અને મોઢા પર ઢાંકેલા કપડાં પર પણ લાગી આજુબાજુના લોકો એ ઉભા થઇ આ આ!ગને ઓગલવવાના પ્રયત્ન કર્યા એના પર પાણીની ડોલ રેડી દિધી.
અને આગ પર નિયંત્રણ મેળવીને આ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો યુવકના માથામાં રહેલા બધાજ વાળ બળીને ખાક થઇ ગયા સાથે એના ચહેરા પર પણ આ!ગના કારણે ફોલ્લા પડી ગયા છે આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર ફેલાઈ ગઈ છે જે વાપીના સુલપડ વિસ્તારમાંથી સામે આવી હોય એવું જાણવા મળે છે.