કહેવાય છે ને કે સંઘર્ષ વિના સિદ્ધિ ન જ મળે,સિદ્ધિ તેને જાઈ વરે જે પરસેવે ન્હાય આ ગુજરાતી કહેવત પણ આપણામાં પ્રચલિત છે અને દુનિયામાં ઘણા એવા લોકો છે જેને આ કહેવતને સાચી સાબિત પણ કરી છે.જેમાંથી એક છે ઈસરોના ચીફ કે સિવન.
ઈસરો માં રોકેટ મેન તરીકે ઓળખાતા ડો.કે સિવનના નેતૃત્વ હેઠળ ભારતે ચંદ્રયાન-૨ લોન્ચ કર્યું હતું. જો કે આ મિશન સફળ ન થઈ શક્યું પરંતુ ભારતને એક હોશિયાર,મુશ્કેલીઓનો સામનો કરી આગળ વધનાર વૈજ્ઞાનિક જરૂર મળી ગયા.
પરંતુ કહેવાય છે ને સફળતા મેળવ્યા પહેલા દરેક વ્યક્તિને સંઘર્ષનો સામનો કરવો જ પડતો હોય છે.ડો.કે સિવન સાથે પણ આવું જ કઈ થયું તેમને ઈસરો પહોચતા પહેલા અનેક મુશ્કેલીઓ આવી.એટલી મુશ્કેલી કે એક સમય તેમને બજારમાં કેરી વહેચવાનું કામ પણ કરવું પડ્યું હતું.
તો ચાલો જાણીએ કે કેમ ડો.કે સિવનને કરી વહેંચવા જવું પડ્યું?શું હતી પરિવારની સ્થતિ અને કેમ એક સમયે અભ્યાસ છોડવા મજબૂર થયા હતા ડો.કે સિવન? વાત કરીએ ડો.કે સિવનના પરિવાર વિશે તો તેમના પિતાનું નામ કૈલાસાવડીવું પિલ્લાઈ છે.
તેમજ તેમની માતાનું નામ ચેલમ છે.ડો.કે સિવનનો જન્મ ૧૪ એપ્રિલ ૧૯૫૭માં કન્યાકુમારીમાં થયો.ડો.કે સિવનના પિતા એક ખેડૂત હતા.તેમની પાસે વધુ પૈસા ન હતા.આર્થિક સ્થતિ નબળી હોવાના કારણે પિતાએ ડો.કે સિવનને ગામની સરકારી શાળામાં ભણવા મોકલ્યા હતા.
જાણકારી અનુસાર પિતાની આર્થિક સ્થતિ નબળી હોવાને કારણે ડો.કે સિવન પિતા સાથે બહાર જતા અને ત્યાં કેરી વેચી પૈસા ભેગા કરતા અને પોતાનો અભ્યાસ કરતા હતા. શાળાકીય શિક્ષણ પૂરું થયા બાદ આર્થિક સ્થતિ નબળી હોવાને કારણે ડો.કે સિવને નજીકની હિન્દુ કોલેજ નાગરકોઇલ માં ગણિત વિષય સાથે બીએસસીનો અભ્યાસ કર્યો.તેમાં તેમને ટોપ કર્યું.
જો કે ગણિતનો અભ્યાસ કર્યા બાદ તેમને વિજ્ઞાન ક્ષેત્રમાં અભ્યાસ કરવાની ઈચ્છા થઈ. જેને કારણે તેમને મદ્રાસ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી કોલેજમાં એન્જિનિયરિંગ નો અભ્યાસ કર્યો જ્યા તેમને અભ્યાસ માટે સ્કોલરશીપ આપવામાં આવી હતી. આ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમને એરોસ્પેસ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી.
જાણકારી અનુસાર આ ડિગ્રી બાદ તેમને ઈસરો સાથે કામની શરૂઆત કરી.તેમને ઈસરો માટે એક રોકેટ બનાવ્યું જેનું નામ સિતારા હતું.જેની ખૂબ ચર્ચા પણ થઈ હતી.pslv પર કામ કર્યા બાદ ડો.કે સિવને gslv જિયો સેટેલાઇટ લોન્ચ વ્હિકલની જવાબદારી નિભાવી અને તેને સફળ બનાવ્યું.
આ પ્રોજેક્ટ બાદ તેમને રીયુઝીબલ લોન્ચ વ્હીકલ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવી જે દરમિયાન ડો.કે સિવને ડોક્ટરેટ ડિગ્રી મેળવી જેથી તેમને ઈસરોના ઇંઘણ બનાવનાર વિભાગના મુખ્ય અધિકારી બનાવવામાં આવ્યા.
એટલું જ નહિ ૧ વર્ષ બાદ તેમને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરમાં પણ મુખ્ય પદ આપવામાં આવ્યું .જો કે અહી હજુ કામકાજ સંભાળી જ રહ્યા હતા તે દમિયાન ઈસરોના મુખ્ય અધિકારીના રિટાયર્ડ થતાં ડો.કે સિવને તે પદ આપવામાં આવ્યું .