ધર્મેન્દ્રજી જીવિત છે. અમે માફી માંગીએ છીએ કે મીડિયામાં ફેલાયેલી ખોટી ખબરનો શિકાર અમે પણ થઈ ગયા હતા. થોડા સેકંડ પહેલાં જ ધર્મેન્દ્રજીની દીકરી ઈશા દેઓલે પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું છે કે ધર્મેન્દ્રજી બિલકુલ ઠીક છે અને ધીમે ધીમે સાજા થઈ રહ્યા છે.ઈશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે મીડિયા ખોટી ખબર ફેલાવવામાં લાગી ગયું છે.
મારા પિતાની તબિયત સ્થિર છે અને તેઓ ધીમે ધીમે સાજા થઈ રહ્યા છે. અમારું સૌને વિનંતી છે કે કૃપા કરીને અમારા પરિવારને થોડું પ્રાઈવસી આપો. પપ્પાના જલ્દી આરોગ્યલાભ માટે આપ સૌની શુભકામનાઓ બદલ આભાર —
ઈશા દેઓલ.લગભગ તમામ મીડિયા સંસ્થાઓએ આ ખોટી ખબર ચલાવી દીધી હતી કે ધર્મેન્દ્રજી હવે નથી રહ્યા. પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ધર્મેન્દ્રજી ઠીક છે અને ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા છે.
કૃપા કરીને તમે પણ આવી ખોટી ખબરો પર વિશ્વાસ ન કરો અને ધર્મેન્દ્રજીના આરોગ્યલાભ માટે પ્રાર્થના કરો. જ્યાં સુધી ધર્મેન્દ્રજીનો પરિવાર સ્વયં કોઈ માહિતી ન આપે, ત્યાં સુધી કોઈપણ મીડિયા સમાચાર પર વિશ્વાસ ન કરવો.