Cli

શું સની દેઓલના પરિવારને લીધે શાહરુખ આજે મોટા સુપરસ્ટાર બની શક્યા છે…

Bollywood/Entertainment

શાહરુખ ખાન બોલીવુડના મોટા સ્ટાર છે જેમની દીવાનગી દેશમાંજ નહીં વિદેશમાં પણ જોવા મળે છે પણ શાહરુખ અત્યારે આટલા મોટા અભિનેતા બનવા પાછળનો મોટો હાથ દેઓલ પરિવારને જાય છે શાહરૂખાને પોતાના કરિયરની શરૂઆત ટીવી સિરિયલ અને સર્કસથી કરી હતી.

બહુ ઓછા લોકો જાણતા હશે કે શાહરૂખને ટીવીમાંથી બોલીવુડમાં લાવવાનો મોકો હેમા માલિનીએ આપ્યો હતો સીરિયલમાં જોઈને હેમા માલિનીએ ફોન કરીને ફિલ્મ માટે ઓફર કરી હતી શાહરુખ ખાન હેમા માલિનીને મળવા એમના ઘરે ગયા ત્યાં બેઠા ધર્મેન્દ્રથી પણ શાહરુખની મુલાકાત હેમા માલિનીએ કરાવી અને કહ્યું આછે મારી નવી ફિલ્મના અભિનેતા.

શાહરુખની પ્રથમ ફિલ્મ દીવાના હતી તે ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી એક રિપોર્ટ મુજબ દીવાના ફિલ્મ માટે સૌ પ્રથમ સની દેઓલને ઓફર કરી હતી પરંતુ સની દેઓલ અન્ય ફિલ્મોમાં વ્યસ્ત હોવાને કારણે ફિલ્મ માટે ના પાડી દીધી હતી ત્યારબાદ આ ફિલ્મ માટે અરમાન કોહલી ફાઇનલ થયા હતા પરંતુ નિર્માતા શબનમ કપૂર સાથે કંઈક ડખો થતા અરમાનને હટાવી દીધા હતા.

દીવાના ફિલ્મ માટે અભિનેતા કોને પસંદ કરવો એ શબનમ કપુરને તે ચિંતાનો વિષય હતો ત્યારે ધર્મેન્દ્રએ એમના કુટુંબિક ભાઈ ગુડ્ડૂ ઘોનોવા જે આ ફિલ્મના નિર્માતાઓમાંથી એક હતા એમને શાહરૂખને ફિલ્મમાં ચાન્સ આપવા માટે સમજાવ્યા જયારે આ ફિલ્મ માટે શાહરુખ ફાઇનલ થયા ત્યારે એમની કિસ્મતજ બદલાઈ ગઈ.

ધર્મેન્દ્રને કારણે મળેલી આ દીવાના ફિલ્મ બોલીવુડમાં સુપરહિટ સાબિત થઈ ત્યારબાદ શાહરૂખે અનેક હિટ ફિલ્મો આપી તમે પણ સમજી શકોછો જો દેઓલ પરિવાર શાહરૂખને આ મદદ ના કરી હોત તો શાહરુખ એટલા મોટા સુપરસ્ટાર ના બની શક્યા હોત આજે શાહરુખ સુપરસ્ટારમાંથી એક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *