મારી દીકરીને રક્ત વહે રહ્યું છે. નીચેમાંથી બ્લડ આવી રહ્યું છે. સેનેટરી પેડ જોઈએ, આપી દો. દેશની સૌથી મોટી એરલાઈન કંપની ઇન્ડિગોનું ફ્લાઇટ સંકટ હવે સમગ્ર દેશમાં ફેલાઈ ગયું છે. છેલ્લા 5 દિવસમાં 1500થી વધુ ફ્લાઇટો કેન્સલ થઈ ગઈ છે. માત્ર શુક્રવારે જ 400 ફ્લાઇટો રદ થઈ હતી.
આ સંકટને કારણે મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને દેશ-વિદેશના અનેક એરપોર્ટ પર લોકો ફસાયા છે. સોશિયલ મીડિયામાં પણ મુસાફરોના અનેક વિડિયો વાયરલ થઈ રહ્યા છે.આ વચ્ચે એક એવો વિડિયો સામે આવ્યો છે કે જેણે સિસ્ટમને હચમચાવી નાખી છે.
આ વિડિયોમાં એક પિતા પોતાની દીકરી માટે એરપોર્ટ સ્ટાફ પાસે સેનેટરી પેડ માગતા જોવા મળે છે. વિડિયોમાં પિતા હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યા છે કે તેમની દીકરીને સેનેટરી પેડની તાત્કાલિક જરૂર છે કારણ કે નીચેમાંથી બ્લડ વહે રહ્યું છે. છતાં પણ એરપોર્ટ સ્ટાફ તરફથી તેમને મળેલો જવાબ બેદરકારીપૂર્વકનો હતો.
સ્ટાફ કહે છે કે અમે કંઈ કરી શકતા નથી.આ વાયરલ વિડિયો સ્પષ્ટ દર્શાવે છે કે ઇન્ડિગોની સર્વિસ કેટલી ખરાબ સ્થિતિમાં છે અને મુસાફરો કેવી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. આ પિતાની પીડાને ત્યાં હાજર અન્ય લોકો-ખાસ કરીને મહિલાઓ-એ પણ સમજવાનો પ્રયાસ કર્યો નથી. ઘણી મહિલાઓ ત્યાં હાજર હતી, છતાં કોઈએ મદદ કરવા આગળ નથી આવ્યું.આ વિડિયો માત્ર ઇન્ડિગોની બેદરકારી જ નહીં, પરંતુ માનવતા ક્યાંક ખૂટી રહી છે તે પણ દર્શાવે છે.તમે આ ઘટનાને લઈને શું કહેશો? જરૂર જણાવજો.