Cli

સુરતથી દુબઈ જતી ઈન્ડિગોની ફ્લાઇટમાં અચાનક ખામી સર્જાઈ ને ઈમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું!

Uncategorized

અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના પછી સતત જે સમાચારો આવે છે કોઈપણ પ્લેન જ્યારે ટેકઓફ કરે એના પછી જો એને ઇમર્જન્સી લેન્ડિંગ કરવાના સમાચાર આવે તો એ ડરામણા હોય છે. એ પ્લેનમાં બેઠેલા લોકો ઓલરેડી રહેલા છે કારણ કે આટલી બધી ઘટનાઓ અને એના પછી સતત આવતી એ ઘટનાઓ પછી લોકોની અંદર પ્લેનમાં બેસવા માટે પણ ડર હોય છે. સુરતમાં કઈક એવું થયું સુરતથી દુબઈ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઈટને અચાનકથી લેન્ડ કરાવવાનો સમય આવ્યો મતદરીએ એ ફ્લાઈટ પહોંચી હતી અને પછી એને અમદાવાદ લાભવી પડી. નમસ્કાર આપની સાથે હું છું પાયલ. સુરતથી દુબઈ જઈ રહેલી ઇન્ડિગોની એક

ફ્લાઈટમાં એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા અમદાવાદમાં ડાયવર્ટ કરી અને ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવાનો સમય આવ્યો. આ ઘટનાને કારણે ફ્લાઈટમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા જો કે પાયલટની ત્વરિત અને સમયસરની કાર્યવાહીને કારણે મોટી દુર્ઘટના અટકી ગઈ છે. મુસાફરોને એરક્રાફ્ટ બદલવા માટે અમદાવાદથી દુબઈ તરફ પ્રસ્થાન કરાવવામાં આવ્યું એટલે એમને મતદરીએથી અમદાવાદ લઈને આવવામાં આવ્યા. ઇન્ડિગોની ફ્લાઈટ નંબર 6 1507 સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી દુબઈ જવા માટે 150 થી વધુ મુસાફરો સાથે ટેકઓફ થઈ. પ્લેન જ્યારે મતદરીએ પહોંચ્યું ત્યારે એના એક એન્જિનમાં

પરફોર્મન્સમાં અચાનક સમસ્યા સર્જાઈ. પાયલટને આ ખામીની જાણ થતા તેમણે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ એટીસીનો સંપર્ક કર્યો અને પછી પ્લેનને નજીકના એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવાની મંજૂરી માંગી. સુરક્ષાને ધ્યાનમાં રાખી પ્લેનને સૌથી નજીક અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતારવાનો નિર્ણય લેવાયો. એન્જિનની ખામીને ચોક્કસપણે ઓળખવા માટે અને એની બીજી કઈ ખામીઓ છે એ બધા તપાસ કરવા માટે અત્યારે પ્લેનને ત્યાં સર્વિસમાં પાછું લાવવામાં આવ્યું છે સુરક્ષાના માપદંડ અને બધી જ ચકાસણી થયા પછી એ પ્લેન ઉડાડવામાં આવશે જો કે દુબઈ જઈ રહેલા એ

લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી અને બીજા એરોપ્લેનમાં એમને અમદાવાદથી દુબઈ તરફ પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે પણ પ્રશ્ન એ આવે છે કે એક પ્લેન ક્રેશની દુર્ઘટના એના પછી સતત આવતા એવા સમાચારો એક પછી એક પ્લેનમાં અચાનક આવતી ખામીઓ અને સાથે જે પાયલોટ છે એમાં પણ એક ડર છે એટલે એના પછી એક આંકડાઓ પણ આવ્યા હતા કે અમુક પાયલોટ એવા થઈ એવા છે કે જે પ્લેન ઉડાડતા જ ડરી જાય છે કારણ કે આટલી મોટી દુર્ઘટના બની છે અને કોઈ દુર્ઘટના ન બને એના માટે અત્યારે તરત જ કાર્યવાહી કરવામાં આવે એટલે પ્લેનમાં જો કોઈ ખામી છે તો તરત એને ક્યાંય પણ ઇમર્જન્સીમાં લેન્ડિંગ કરાવવાની

વાત હોય કે પછી એને ન ઉડાડવાની વાત હોય આ સમાચારો સતત આવી રહ્યા છે અત્યારે અમદાવાદથી એ દુબઈ જે ફ્લાઈટ છે એ ફ્લાઈટ ટેકઓફ કરી દીધી છે અને ત્યાંથી એમને 150 જેટલા જેટલા પણ યાત્રાળો હતા એમને ત્યાં પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હવે આમાં શું ટેકનિકલ ખામી છે ઇન્ડિગો એના માટે શું કરશે એ સમય બતાવશે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *