શુસ્મિતા સેન અને રોહમન શૉનનું હમણાં બ્રેકઅપ થયું હવે તેમના બંને વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિના લીધે તિરાડ પડી છે તેનો ખુલાસો શુસ્મિતાનાં નજીકનાએ કર્યો છે જણાવી દઈએ મીડિયામાં હમણાં ખબરો હતી શુસ્મિતા અને રોહમનનો ત્રણ વર્ષ સબંધ પૂરો થઈ ગયો છે તેના બાદ ખુદ શુસ્મિતાએ કહ્યું હતું બંને અલગ થયા છે.
હવે શુસ્મિતા સેનના ભાઈએ એક વીડીઓ બનાવ્યો છે જેમાં શુસ્મિતાનો ભાઈ સબંધ વિશે વાત કરી રહ્યો છે તેઓ કહે છે કોઈ પણ સંબંધ ન ચાલવાની પાછળ કંઈક મહત્વના કારણો હોય છે તેમાંથી એક મહત્વનું કારણ જયારે બંને પાર્ટનર વચ્ચે કોઈ ત્રીજું આવી જાય ત્રીજું જરૂરી નથી કોઈ પ્રેમી અથવા રોમાન્ટિક એન્ગલ વાળું હોય.
ત્રીજું કોઈ મિત્ર અથવા તમારું કોઈ ખાસ પણ હોઈ તેનાથી પણ સંબંધમાં તિરાડ આવે શુસ્મિતાનાં ભાઈએ એ પણ કહ્યું જયારે દુનિયાથી પોતાના પાર્ટનર વિશે ફીડબેક મળે ત્યારે બહારનું વ્યક્તિ એવું કહે તારો પાર્ટનર સારો નથી તેનાથી પણ સારો મળી શકતો હતો તમે તેની વાતોમાં ચાલ્યા જાવ છો ત્યારે પણ તમારા સંબંધમાં તિરાડ આવે છે.
આવા માણસોની વાતો સાંભળી એક કાનેથી બીજા કાનેથી કાઢી દયો ત્યારે સબંધ જળવાઈ રહે છે શુસ્મિતાના ભાઈની વિડિઓ ત્યારે આવી છે જયારે શુસ્મિતાનું બ્રેકઅપ થયું આ વિડિઓ તેમની યૂટ્યૂબ ચેનલ પર શેર કર્યો છે હવે વિડિઓ બહુ વાઇરલ થઈ રહી છે કારણ કે લોકો વિડિઓને શુસ્મિતા અને રોહમનના બ્રેકઅપથી જોડીને જોઈ રહ્યા છે.