સાઉથ ઇન્સડસ્ટ્રીઝની જાણીતી એક્ટર રશ્મિકા મંદાના અત્યારે પોતાના કરિયરના ટોપમાં છે એક્ટર પાસે આવનારા દિવસોમાં કેટલાય પ્રોજેક્ટ છે જેના કારણે તેઓ ચર્ચામાં બનેલ છે અત્યારે રશ્મિકા મંદાના બૉલીવુડ ફિલ્મમાં ડેબ્યુ કરી રહી છે તેઓ રણવીર કપૂર સાથે ફિલ્મ એનિમલનું શૂટિંગ કરીને મુંબઈ પાછી ફરી.
જણાવી દઈએ મનાલીમાં રણવીર કપૂર ને રશ્મિકા મંદાના એનિમલ ફિલ્મનું શૂટિંગ પૂરું કરીને મુંબઈમાં સ્પોટ કરવામાં આવી રશ્મીકાને જોતા જ મીડિયા અને લોકોની ભીડ જામી ગઈ હતી અને એ ભીડ અચાનક એક્ટર જોડે ફોટો પડાવવા એકઠી થઈ ગઈ રશ્મીકાને આ ભીડના કારણે પોતાની કાર સુધી પહોંચવામાં પણ તકલીફ પડી હતી.
રશ્મિકા મંદાના સાથે સેલ્ફી પડાવવા લોકોની ભીડ જામી ગઈ હતી તે દરમિયાન રશ્મીકાએ આમ તો કેટલાય ચાહકો સાથે સેલ્ફીઓ પડાવી હતી પરંતુ ના છૂટકે ત્યાંથી નીકળવું પડ્યું હતું આ દરમિયાન રશ્મીકાની સિક્યુરિટીને પણ ખૂહ મહેનત કરવી પડી હતી જેમનો આ વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.