Cli

ઇમરાન હાશ્મીનો જીવ જોખમમાં! ફ્લાઇટમાં થઈ ગડબડ?

Uncategorized

ઇમરાન હાશમીની જિંદગી પર આવી મુશ્કેલી, એક્ટરની ફ્લાઇટમાં આવી ગડબડ. ડરના માહોલમાં આવી પત્ની, ફેન્સ પણ ચિંતામાં મુકાયા. શોના પ્રમોશન માટે અમદાવાદ જઈ રહ્યા હતા ઇમરાન, ત્યારબાદ જે થયું તે સાંભળીને શ્વાસ અટકી જાય એવી સ્થિતિ સર્જાઈ.બોલિવૂડ એક્ટર ઇમરાન હાશમી એક વાર ફરી ચર્ચામાં આવ્યા છે, પરંતુ આ વખતે કોઈ ફિલ્મ કે નિવેદનને કારણે નહીં. હકીકતમાં ઇમરાન હાશમી એક ગંભીર સ્થિતિમાંથી બચી ગયા છે.

હાલ તેઓ પોતાની અપકમિંગ વેબ સિરીઝ તસ્કરીને લઈને ચર્ચામાં છે. આ સિરીઝના પ્રમોશન માટે મંગળવાર 13 જાન્યુઆરીની સવારે તેઓ મુંબઈથી અમદાવાદ જઈ રહ્યા હતા.પરંતુ આ મુસાફરી દરમિયાન એવું કંઈક બન્યું કે ફેન્સના હોશ ઉડી ગયા. ઇમરાન જે ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા તે ફ્લાઇટને જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી.

ઇમરાન આકાસા એરલાઈન્સની ફ્લાઇટ QP1781માં સવાર હતા. આ ફ્લાઇટ બોઇંગ 737 મેક્સ 8 એરક્રાફ્ટ દ્વારા ઓપરેટ થતી હતી.મળતી માહિતી અનુસાર ફ્લાઇટ સવારે 8.40 વાગ્યે મુંબઈથી રવાના થઈ હતી અને સવારે લગભગ 10.00 વાગ્યે અમદાવાદ પહોંચવાની હતી. જોકે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરતા સમયે મુશ્કેલી સર્જાઈ. બે વાર લેન્ડિંગનો પ્રયાસ થયો પરંતુ સફળતા મળી નહીં.

ત્યારબાદ તરત જ ફ્લાઇટને ડાયવર્ટ કરીને જયપુર લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો અને ત્યાં ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી.પછી ઇમરાન હાશમીને અમદાવાદ પહોંચાડવાની અલગથી વ્યવસ્થા કરવામાં આવી. હાલ તેઓ સુરક્ષિત રીતે અમદાવાદ પહોંચી ગયા છે. થોડો સમય વિલંબ જરૂર થયો, પરંતુ એક્ટર સંપૂર્ણપણે સલામત રહ્યા.ઉલ્લેખનીય છે કે ઇમરાન હાશમીની વેબ સિરીઝ તસ્કરી 14 જાન્યુઆરીએ Netflix પર રિલીઝ થવા જઈ રહી છે. આ સિરીઝના પ્રમોશન માટે જ તેઓ અમદાવાદ ગયા હતા. સિરીઝનું નિર્દેશન નીરજ પાંડે દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે અગાઉ ખાકી અને સ્પેશલ ઓપ્સ જેવી લોકપ્રિય સિરીઝ બનાવી છે. તસ્કરીમાં ઇમરાન હાશમી કસ્ટમ્સ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે.

થોડા સમય પહેલા તેનો ટ્રેલર રિલીઝ થયો હતો જેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.તસ્કરી સિવાય ઇમરાન હાશમીની એક બીજી ફિલ્મ પણ હાલમાં Netflix પર ચર્ચામાં છે. આ ફિલ્મનું નામ હક છે, જેમાં તેમની સાથે યામી ગૌતમ પણ નજરે પડે છે. આ ફિલ્મ 7 નવેમ્બર 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને 2 જાન્યુઆરી 2026ના રોજ Netflix પર રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદથી આ ફિલ્મ સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડ કરી રહી છે. ફિલ્મમાં ઇમરાનની અભિનયને ખાસ વખાણ મળ્યા છે અને હવે ફેન્સ તસ્કરીની રિલીઝ માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.બ્યુરો રિપોર્ટ E2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *