મુસ્લિમ નહીં પરંતુ હિંદુ છે ઇમરાન હાશમીની પત્ની પરવિન!ગેરધર્મની હસીના સાથે ઇમરાને પોતાનું ઘર વસાવ્યું છે. તેથી ઘણીવાર તેમના પુત્રના ધર્મને લઈને સવાલો ઊઠતા રહે છે — હિંદુ મા કે મુસ્લિમ પિતા, આખરે 15 વર્ષનો અયાન કયા ધર્મને અનુસરે છે?
ઇમરાનના ઘરની આ વાત જાણીને તમે પણ આશ્ચર્યચકિત રહી જશો.બોલીવુડના “સીરિયલ કિસર” તરીકે ઓળખાતા ઇમરાન હાશમી ફિલ્મોમાં બોલ્ડ સીન માટે જાણીતા છે, પરંતુ તેમની પર્સનલ લાઈફ અંગે ખૂબ પ્રાઇવેટ રહે છે. પરિવારને મીડિયાની લાઈમલાઈટથી દૂર રાખે છે. તાજેતરમાં આર્યન ખાનના શો Bads of Bollywoodમાં ઇન્ટિમેસી કોચના રોલ માટે પ્રશંસા મેળવનાર ઇમરાન હવે પોતાની નવી ફિલ્મ હક માટે ચર્ચામાં છે.
આ ફિલ્મમાં ઇમરાન એક એવા વકીલનો રોલ ભજવી રહ્યા છે જે પોતાની પત્નીને ત્રણ તલાક આપી ગુજારો ભથ્થો આપવાનો ઇન્કાર કરે છે, અને પત્ની પોતાના હક માટે કોર્ટ સુધી લડી જાય છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન ઇમરાનની વ્યક્તિગત જીવન અંગે પણ ચર્ચા વધતી ગઈ. એક ઇન્ટરવ્યુ દરમિયાન ઇમરાને પોતાના પુત્ર અયાનના ધર્મ અંગે જે ખુલાસો કર્યો તે સાંભળીને ચાહકો પણ દંગ રહી ગયા.ઇમરાનનો જન્મ મુસ્લિમ પરિવારમાં થયો હતો, જ્યારે તેમની પત્ની પરવિન શાહની હિંદુ છે. તેમનો 15 વર્ષનો પુત્ર અયાન છે.
તો સૌના મનમાં સવાલ ઉઠે કે આખરે અયાન કયા ધર્મને અનુસરે છે — પિતાનો ઇસ્લામ કે માતાનો હિંદુ ધર્મ?તેના જવાબમાં ઇમરાનએ કહ્યું,“મેં પરવિન સાથે લગ્ન કર્યા જે હિંદુ છે. મારું બાળક પૂજાપાઠ પણ કરે છે અને નમાજ પણ વાંચે છે. મારી માતા ક્રિશ્ચિયન હતી.”હા, સાચું સાંભળ્યું — ઇમરાન હાશમીનો પુત્ર અયાન બંને ધર્મોને માન આપે છે. તે માતા સાથે પૂજા કરે છે અને પિતા સાથે નમાજ પણ વાંચે છે. એટલે ઇમરાનના ઘરમાં ધર્મ નહીં, પરંતુ પ્રેમની પરંપરા ચાલી રહી છે.ઇમરાન અને પરવિનએ 2006માં ઇસ્લામિક રીતિથી લગ્ન કર્યા હતા.
ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી લગ્ન કર્યાં હતાં. 2010માં પુત્ર અયાનનો જન્મ થયો, પરંતુ 2014માં અયાનને કેન્સર થઈ ગયો હતો. 5 વર્ષના લાંબા સારવાર બાદ 2019માં તે સંપૂર્ણ રીતે સ્વસ્થ થયો.હાલ અયાન અને તેની મા પરવિન મીડિયાથી દૂર રહે છે, પરંતુ આ ખુલાસા બાદ ફરી ચર્ચામાં આવી ગયા છે. ઇમરાનની મા ક્રિશ્ચિયન, પિતા મુસ્લિમ અને પત્ની હિંદુ — એટલે તેમનો પરિવાર ત્રણ ધર્મોની એક સુંદર મિસાલ બની ગયો છે, જ્યાં સૌ પ્રેમ અને સમાનતાથી રહે છે.હવે ઇમરાન ફિલ્મ ઓજી બાદ હક દ્વારા ફરી એક વખત મોટા પડદા પર ધમાકેદાર વાપસી કરવા જઈ રહ્યા છે, જેમાં તેમની સાથે યામી ગૌતમ લીડ રોલમાં દેખાશે.