તમે જે ફોટામાં જોઈ રહ્યા છો તે બહેનનું નામ રંજન બેન છે અને તેમનો એક દીકરો અને એક દીકરી છે અને તેમના પતિનું નામ કુંભાની હતું અને તેઓ ઘંભીર પરિસ્થિતિમાં મૂકતા તેઓનું મૃત્યુ થઈ ગયું જ્યારે તેમનું બાળક ૧૧ વર્ષનો જ હતું અને તે છોકરાનું નામ ઓમકેશ છે તે વખતે એવું બન્યું હતું કે જ્યારે કોરો ના માં ઘણા બધા લોકો કોરો ના થી સંક્રમિત થયા હતા ત્યારે આ રંજનબેન પણ કોરો ના સંક્રમિત થયા હતા અને તેમા એક બે દિવસ પછી તેમના પતિ કુંભાની પણ સંક્રમિત થયા તેમને ખૂબ જ દવાઓનો ખર્ચો થયો છતાં પણ તેઓ જાજુ જીવી ના શક્યા.
આ રંજન બેનના પતિનું મૃત્યુ થતાં તેમને આની જાણ કરવામાં ન આવી કારણ કે તેઓને પણ કોરો!ના થયો હતો અને જો આ પતિ મૃત્યુ પામ્યા છે તેમની જાણ કરવામાં આવે તો તેમનામાં આવેલી રિકવરી પણ ઓછી થઈ જાય અને આ તે પણ સમસ્યામાં મુકાય આથી તેમના બાળકે તેમને જાણ ન કરી.
જ્યારે પણ રંજનબેન સાજા થઈને ઘરે આવ્યા ત્યારે તેમને ખબર પડીકે તેમના પતિનું અવસાન થયું છે આથી તેઓ ખૂબ જ રડવા લાગ્યા અને તેમના પતિને યાદ કરવા લાગ્યા તેમને એ પણ જણાવ્યું કે તેમનો દીકરો પણ જ્યારે તેના પપ્પા અવસાન પામ્યા તે વખતે સાજો ન હતો.
પછી આ બહેનને તેમના પતિનું અવસાન થતાં તેમનું ઘર ચલાવવામાં ઘણી બધી મુશકેલીઓ આવવા માંડી અને તેમના બાળક ની ફી પણ સ્કૂલ વાળા માફ કરી દેતા હતા અને ઘર ભાડું પણ શેઠ માફ કરી દેતા હતા તે મહેનત કરવા માગે છે આથી તેમને નવું સિલાઈ મશીન લાવી આપવામાં આવ્યું.
આવી રીતે ગણા લોકો આગળ આવી જરૂરિયાત મંદ લોકોની મદદે આવે છે અને સારી એવી મદદ પણ કરે છે જોકે ક્યારેક સગા વહાલા જોવા પણ નથી આવતા પણ આડ પડોશના અને પરાયા માણસો કામ આવી જાય છે આવી રીતે આ બેનને પોપટભાઈ નામના વ્યક્તિ કામ આવી ગયા અને એમને ગણી મદદ કરી જેવી કે સિંચાઇ મશીન લાવી આપ્યું અને રાશન પાણીની પણ મદદ કરી.