બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને સૌના ચાહિત ધર્મેન્દ્રના અવસાનના સમાચાર સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે તેમના ચાહકો માટે પણ એક મોટો આઘાત બની રહ્યા. 89 વર્ષની ઉંમરે ધર્મેન્દ્રએ અંતિમ શ્વાસ લીધા, અને તેમનાં અંતિમ સંસ્કાર માટે અનેક કલાકારો હાજર રહ્યા. સૌથી વધુ ચર્ચામાં રહી હેમા માલિનીની ભાવુક હાજરી.–
-હેમા માલિનીની ઉપસ્થિતિએ બધાનું દિલ પિગળાવ્યુંધર્મેન્દ્ર અને હેમા માલિનીનો સંબંધ માત્ર Reel Life જ નહીં, Real Life માં પણ ખૂબ ખાસ રહ્યો છે. ધર્મેન્દ્રના અવસાનના સમાચાર મળતાની સાથે જ હેમા માલિની ભાવુક થઈ ગઈ હતી. અંતિમ સંસ્કારમાં પહોંચેલી હેમાજીની આંખોમાં આંસુઓ સ્પષ્ટ દેખાતા હતા.તેમની ચહેરાની લાગણીઓએ દર્શાવ્યું કે ધર્મેન્દ્ર તેમના જીવનમાં કેટલું મહત્વ ધરાવતા હતા.
મીડિયા કેમેરાએ એ તમામ ક્ષણોને કેદ કરી જે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે.—દેઓલ પરિવારનો શોકઅભિનેતા સની દેઓલ અને બોબી દેઓલ પોતાના પિતાના અંતિમ વિદાય સમયે ખૂબ વ્યથિત દેખાયા. સમગ્ર દેઓલ પરિવાર શોકમાં ડૂબેલો હતો. ધર્મેન્દ્રના અનેક મિત્રો અને સહકલાકારો પણ તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા.