ધર્મેન્દ્રનાં નિધન પછી હેમા માલિનીની હાલત પર સૌની નજર અને ચિંતાબોલીવુડનું સૌથી પ્રિય અને સુંદર જોડું – ધર્મેન્દ્ર અને હેમા માલિની. એક તરફ હી-મેન, બીજી તરફ ડ્રીમ ગર્લ. વર્ષોથી બંને એકબીજાના સાથી રહ્યા, પરંતુ હવે આ જોડું તૂટી ગયું છે. 24 નવેમ્બરે ધર્મેન્દ્ર લાંબી બિમારી પછી દુનિયાને અલવિદા કહી ગયા, અને તેમના જતા તેમના પરિવાર સાથે આખા દેશના દિલ તૂટી ગયા.
અંતિમ સંસ્કાર દરમિયાન હેમા માલિનીની હાલત જોઈ સૌની આંખો ભીની થઈ ગઈ. પતિને અંતિમ વિદાય આપવા પહોંચી હેમા બહુ તૂટી પડેલી દેખાઈ. આંખોમાં સતત આંસુ, ચહેરા પર અતિશય દુઃખ અને અંદરથી તૂટેલી ભાવનાઓ તેમના હાવભાવમાં સાફ દેખાતી હતી. શ્મશાનમાંથી બહાર નીકળતી વખતે તેમણે દીકરી ઈશા સાથે મળીને હાથ જોડ્યા, અને આ દૃશ્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયું.
ફેન્સ પણ તેમને આવી સ્થિતિમાં જોઈ વ્યથિત થઈ ગયા.માત્ર ફેન્સ જ નહીં, હેમા માલિનીના નજીકના મિત્ર અને અભિનેતા શત્રુઘ્ન સિન્હા પણ તેમની હાલતને લઈને ખુબ દુઃખી અને ચિંતિત છે. તેમણે ધર્મેન્દ્રને ખોવાના દુઃખ સાથે હેમા માટેની ચિંતા પણ વ્યક્ત કરી. શત્રુઘ્ન સિન્હાએ જણાવ્યું કે તેઓ હેમા સાથે વાત કરવા અથવા મળવા માંગે છે,
પરંતુ હાલની પરિસ્થિતિમાં તેમને ફોન કરવાની હિંમત નથી થઈ રહી.ધર્મેન્દ્રના છેલ્લા દિવસોમાં શત્રુઘ્ન સિન્હા અને તેમની પત્ની પૂનમ સિન્હા 17 નવેમ્બરના રોજ તેમના ઘરે પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ હેમા માલિનીને મળવા પણ ગયા હતા. આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયામાં શેર થઈ હતી,
જેમાં હેમા માલિની પતિની ગંભીર સ્થિતિથી કેટલી તૂટી ગઈ છે તે સ્પષ્ટ દેખાતું હતું.આ કઠિન સમયમાં હેમા માલિનીને સહારો છે તેમની બે દીકરીઓ – ઈશા અને અહાન્યા. ધર્મેન્દ્ર હવે નથી, પરંતુ તેમની યાદો અને તેમનો સ્નેહ હંમેશા પરિવાર અને ફેન્સના દિલમાં જીવંત રહેશે.ઓમ શાંતિ.