આખા ગુજરાતમાં વરસાદની સંભાવના છે, સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે. વરસાદની મોટી સીસ્ટમ સક્રિય થઈ રહી છે. ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ફરીથી ધમાકેદાર એન્ટ્રી કરવા તૈયાર છે.
16 તારીખ થી 23 તારીખ સુધી ખૂબ જ વરસાદ ની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગે લોકોને ચેતવણી આપી છે કે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ક્યાંક ક્યાંક પવનની ઝડપ પણ વધશે, જેના કારણે ખેડૂતો અને માછીમારોને સાવચેતી રાખવા કહેવામાં આવ્યું છે.
લાંબા સમયથી વરસાદનો ઈંતેજાર કરતા ખેડૂતો માટે આ સમાચાર રાહતના સાબિત થઈ શકે છે. વરસાદથી ખેતીના પાકોને નવી તાજગી મળશે અને પાણીના સ્ત્રોતો પણ ફરી ભરાશે.
શહેરોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાની શક્યતા પણ છે. ટ્રાફિકમાં ખલેલ, રોડ પર પાણી ભરાવું, અને વીજ પુરવઠામાં ખામી જેવી સમસ્યાઓ ઉભી થઈ શકે છે, તેથી સાવચેતી જરૂરી છે
મેઘરાજાની આ નવી પારી ગુજરાતમાં ફરી હરિયાળી અને ઠંડક લાવશે, પરંતુ સાથે સાથે લોકો માટે સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી છે. હવે જોવાનું એ છે કે આ વરસાદ કેટલો લાંબો ચાલે છે અને કેટલું આનંદ આપે છે.