બોલીવુડના કિંગ ખાન કહેવાતા શાહરૂખ ખાનના દીકરા આર્યનખાન હાલમાં ચારેકોર ચર્ચામાં છે અને આ ચર્ચાનું કારણ છે સરકારી વિભાગે પકડેલા પાવડર ના કારણે સુશાંત સિંહ રાજપૂતના કેસ બાદ સરકારી વિભાગ મુંબઈમાં પાવડર મા!ફિ!યાઓને લઈને કડક વલણ દાખવી રહી છે ત્યારે હાલમાં જ શાહરૂખના દીકરા આર્યનને ક્રુ પાર્ટીમાં પાવડર લેતા સરકારી વિભાગે પકડી પાડ્યો હતો.
જે બાદ આર્યન સાથે પૂછપરછ કરતા પાવડર વેચાણ કરનારનું નામ સામે આવ્યું હતું અને આજ કારણે સરકારી વિભાગે આર્યનખાનની ૭ દિવસની કસ્ટડી માંગી હતી જે કોર્ટે મંજૂર પણ કરી છે આર્યન મામલે વિભાગના કડક વલણ બાદ આ મામલામાં મુંબઈ પોલીસે પણ તપાસ શરૂ કરી છે.
હાલમાં પાર્ટીનો એક વિડિયો સામે આવ્યો હતો જેને જોઈને મુંબઈ પોલીસને પણ આ મામલામાં તપાસ શરૂ કરવાની જરૂર પડી છે તમને જણાવી દઈએ કે પાર્ટીના વીડિયોમાં લાઉડસ્પીકર જોવા મળી રહ્યા છે એટલું જ નહિ આજના સમયમાં પાર્ટીમાં લોકોની ભીડ જોવા મળી રહી છે જેને જોતા પોલીસે સરકારી નિયમોનું પાલન ન કરવાના ગુના હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
મુંબઈ પોલીસ પાર્ટીના આયોજકોની પૂછપરછ કરી રહ્યુ છે અને જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે મુશ્કેલી ભર્યા સમયમાં જ્યારે નિયમોનું ચુસ્તપણે પાલન થવું જોઈએ એવા સમયે આટલી ભીડ એકઠી કરવાની પરમિશન આયોજકોને કોણે આપી સાથે જ પાર્ટીના નિયમ કોણે બનાવ્યા શું પાર્ટી કરવા કોઈની પરમિશન લેવામાં પણ આવી હતી કે નહિ કારણ કે મહારાષ્ટ્રમાં સ્થિતિ જોતાં હાલમાં ૪થી વધારે લોકોને એકસાથે મળવાની પરવાનગી નથી.
ત્યારે આટલી મોટી ભીડ એકઠી કરવાની પરવાનગી કોઈ અધિકારી કેવી રીતે આપી શકે આ બધા જ સવાલોને લઈ મુંબઈ પોલીસ હાલમાં આયોજકોની પૂછપરછ કરી રહી છે જો કે અહિયાં એક સવાલ જરૂર થાય કે પાર્ટી વિશેની ચર્ચા કેટલાય દિવસથી ચાલે છે ત્યારે કોઈપણ વ્યક્તિ એટલું તો સમજી જ શકે કે આટલી મોટી પાર્ટીમાં હજારો લોકો હશે જ તો પછી પોલીસ આટલા દિવસ સુધી આ મામલે કઈ તપાસ કેમ ન્હોતી કરી રહી અને હવે અચાનક આનો મુદ્દો કેમ યાદ આવ્યો ગણા સવાલો તમારી વચ્ચે મુક્તા જઇયે છીએ જેના વિષે વિસ્તૃત માહિતી આવનારા ન્યુજમાં જરૂર આપીશું.