અભિનેત્રી હંસિકા મોટવાનીનું અંગત જીવન આ દિવસોમાં ચર્ચાનો વિષય છે. તાજેતરમાં જ, હંસિકા મોટવાનીએ તેના પતિ સોહેલ ખટુરિયાને છૂટાછેડા આપી દીધા છે અને હવે તેણે તેના ભૂતપૂર્વ ભાભી સામે 2 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે. હંસિકા મોટવાનીએ પોતાની અરજીમાં જણાવ્યું છે
કે તેની ભાભી અને તેના ભાઈ એક ડેટિંગ એપ દ્વારા મળ્યા હતા. તેઓ થોડા સમય માટે ડેટ કરતા હતા, અને પછી ભવ્ય લગ્ન કર્યા હતા. હંસિકા મોટવાનીએ તેની ભાભીને લગ્ન માટે 27 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. બાદમાં, ભાઈ-ભાભીના સંબંધોનો અંત આવ્યો,
અને તેઓએ છૂટાછેડા લીધા. જોકે, હંસિકાને ક્યારેય તેના પૈસા મળ્યા નહીં. દરમિયાન, હંસિકાની ભાભી સોશિયલ મીડિયા પર તેના વિશે ખોટી માહિતી ફેલાવી રહી છે. આ દાવાઓનો અંત લાવવા માટે, હંસિકા મોટવાનીએ તેની ભાભી મુસ્કાન નાસી જેમ્સ સામે 2 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે. હંસિકા મોટવાણીએ પોતાની અરજીમાં જણાવ્યું હતું
કે તેની ભાભી સોશિયલ મીડિયા પર પોતાની લક્ઝરી બેગ અને પોતાની વૈભવી જીવનશૈલીનો પ્રચાર કરે છે. તે શો પણ કરી રહી છે.પરંતુ જ્યારે પણ હું મારા પૈસા માંગું છું, ત્યારે તે ગાયબ થઈ જાય છે. તે મને પૈસા નથી આપી રહી અને સોશિયલ મીડિયા પર મારા વિશે ખરાબ વાતો કરી રહી છે. હંસિકાએ પોતાની અરજીમાં લખ્યું છે કે મુસ્કાન નાસીએ તેને સી-ગ્રેડ અભિનેત્રી કહી હતી
અને તે હંસિકા વિશે તેનાથી પણ વધુ ખરાબ વાતો કરી રહી છે. એટલા માટે તેણે તેની પૂર્વ ભાભી મુસ્કાન નાસી વિરુદ્ધ આ માનહાનિનો કેસ દાખલ કર્યો છે અને જાહેરમાં માફી માંગવાની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા મુસ્કાન નાસીએ હંસિકા માટવાણી, તેની માતા અનેતેના ભાઈ વિરુદ્ધ ઘરેલુ હિંસા અને ક્રૂરતાનો કેસ નોંધવામાં આવ્યો હતો.