ગુજરાતી લોકસાહિત્ય ક્ષેત્રે સંસ્કૃતિ ને ભવ્ય ઉજાગર કરતા પૌરાણિક કથાઓ અનુસાર ધાર્મીક સાર રજુ કરતા અને મનોરંજન ની શૈલીથી સંસ્કાર અને સંસ્કૃતિનું સિચંન કરતા એવા સુપ્રસિધ્ધ લોક સાહિત્યકાર હકાભા ગઢવી આઈ શ્રી મોગલ મણીધર વડવાળી મોગલકબરાઉ કચ્છ માતાજીના સાનિધ્યમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
આ દરમિયાન તેમને માં મોગલના દર્શન પ્રાપ્ત કરી અને ગાદીપતિ ચારણ ઋષિ ના ચરણોમાં નત મસ્તકે આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પહોંચ્યા હતા આ દરમિયાન તેમને પોતાના શું મધુર અવાજ સાથે મારી મોગલ છે મછરાળી મોરી માં મોગલ રમવા નિસર્યા નો રાગ જપતા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું હજારો માઈ ભક્તો આ સાભંડીને.
ભક્તિ ના રંગમાં તલ્લીન થઈ ગયા હતા ચારણ ઋષિએ આર્શીવાદ આપતા હકાભા ગઢવી ના અવાજ અને ભક્તિ ના ભાવને વખાણતા કહ્યું કે ગઢવી ના કંઠમાં સરસ્વતી નો વાસ હોય છે અને માતાના પુત્રો માતાજીના ભાવ જ્યારે અભિવ્યક્ત કરે ત્યારે મને એમા માં મોગલ ના દર્શન થાય છે ગાદીપતિ શ્રી ચારણ ઋષિએ આર્શીવાદ આપતા હકાભા ગઢવી પર ખુબ ધન્યતા અનુભવી રહ્યા હતા.
આ દરમિયાન હકાભા ગઢવી ના ચાહકો પણ મોટી સંખ્યામાં સ્થળ પર જોવા મળ્યા હતા હકાભા ગઢવી નું સાહીત્ય ક્ષેત્રે ખુબ મોટુ નામ છે લોકો એમને સાભંડવા ખુબ પસંદ કરે છે એમની દરેક વાતોમાં એક આગવી શૈલી અને સત્યતા ના દર્શન થાય છે આજના આધુનિક યુગમાં પણ હકાભા ગઢવી ના શબ્દો માં સહેજ પણ મોર્ડનતા ના રંગ જોવા મળતા નથી.