બાળક પેદા કરવાથી એક્ટરે કરી તૌબા.પિતા બનવું આ હીરો માટે મુશ્કેલીનું કારણ બન્યું છે.બાળકની જવાબદારી લેવા માટે તૈયાર નથી આ લોકપ્રિય એક્ટર.બેબી પ્લાનિંગને હીરો એ પોતાની જિંદગીમાં અવરોધ ગણાવ્યો.એક્ટરની આ વિચિત્ર વિચારધારાએ લોકોના હોશ ઉડાવી દીધા.હા, પિતૃત્વ જેવી સુંદર લાગણીને મુશ્કેલી સમજનારો આ એક્ટર બીજો કોઈ નહીં પરંતુ ગુલશન દેવૈયા છે.
“ગોલિયોં કી રસલીલા”, “દહાડ”, “શૈતાન” જેવી ફિલ્મોથી લોકપ્રિયતા મેળવનારા ગુલશન જેટલા શાર્પ અને ટેલેન્ટેડ એક્ટર છે તે તો સૌ કોઈ જાણે જ છે.પરંતુ હવે એક્ટરનું એક ખુલાસું સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે અને લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.જણાવી દઈએ કે ગુલશને સાલ 2021માં લગ્ન કર્યા હતા.લગ્નના 8 વર્ષ બાદ એટલે કે 2020માં તેમણે પોતાની પત્નીથી ડિવોર્સ લઈને અલગ થવાનો નિર્ણય કર્યો હતો.પરંતુ કહેવાય છે ને કે કિસ્મતનું લખાણ કોઈ બદલી શકતું નથી —
અને એવું જ કંઈક થયું ગુલશન દેવૈયા સાથે.કારણ કે ડિવોર્સ પછી પણ તેમને સમજાયું કે પોતાની પૂર્વ પત્ની વગર તેઓ રહી શકતા નથી અને તેમની વિના તેમની જિંદગી અધૂરી છે.તેથી બંનેએ ફરી એક વખત સાથે રહેવાનો અને ઘર વસાવવાનો નિર્ણય લીધો હતો.હવે લગ્નના વર્ષો બાદ પણ બેબી પ્લાનિંગ ન કરવા અંગે ગુલશન દેવૈયાએ ખુલ્લેઆમ વાત કરી છે.તેમણે કહ્યું —
> “હું પિતા બનવું નથી ઇચ્છતો, કારણ કે જ્યારે તમે માતા-પિતા બનો છો ત્યારે મોટી જવાબદારી આવે છે.હું બાળકની જવાબદારી લેવા તૈયાર નથી.જો મેં બાળક કર્યો, તો હું ઘણી બાબતોમાં બંધાઈ જઈશ અને મારી જિંદગી મારી રીતે જીવી નહીં શકું.”આગળ ગુલશને વધુ કહ્યું —> “બાળક થયા બાદ મને પૈસા માટે કામ કરવું પડશે.હાલ તો હું કેટલાક પ્રોજેક્ટ્સ છોડી દઉં છું,
પરંતુ બાળક થયા પછી લાગશે કે યાર, પૈસા કમાવવા છે તો જે મળે તે કામ કર.એટલે જ મેં કદાચ એ વિચારને મારી લાઈફમાંથી બ્લોક કરી દીધો છે.”હવે એક્ટરનો આ ખુલાસો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.યંગ એક્ટરના આ માઈન્ડસેટને સાંભળી લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે,જ્યારે ઘણા લોકો એવા પણ છે જે તેમની વિચારસરણી સાથે સહમત છે.ખેર, હવે જોવાનું એ છે કે ગુલશન દેવૈયા આગળ જઈને બેબી પ્લાનિંગ કરે છે કે નહીં,કે પછી હંમેશા માત્ર પોતાની પત્ની સાથે જ જીવવાનું પસંદ કરે છે —