નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો એક નવો રાઉન્ડ આજથી શરૂ થવાનો છે વહેલી સવારથી તમને વાદળછાયું વાતાવરણ દેખાતું હશે થોડી ઠંડીનો અનુભવ થતું હશે ગઈકાલ રાતથી જ તાપમાન ઓછું થઈ રહ્યું છે ધીરે ધીરે પવન સાથે વરસાદની શરૂઆત થશે આજે બીજી તારીખ છે અને કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે એની પહેલા કઈ સિસ્ટમ તમે જુઓ
કે અહીંયા અરબી સમુદ્રમાં બે અલગ અલગ સિસ્ટમો તમને દેખાતી હશે આ વધારે મજબૂત સિસ્ટમ છે જે પાકિસ્તાન તરફ તરફથી ધીરે ધીરે આગળ વધી અને રાજસ્થાન તરફ જવાની છે અહીંયા બનેલી ઓમાનની નજીક બનેલી સિસ્ટમ ધીરે ધીરે સૌરાષ્ટ્રથી પસાર થઈ અને મધ્યપ્રદેશ તરફ જાય એવી સંભાવનાઓ છે એટલે આ જે સિસ્ટમ છે એ ખૂબ મજબૂત સિસ્ટમ છે અને ધીરે ધીરે જ્યારે આગળ વધશે ત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોને સૌથી વધારે અસર કરશે અને એમાં પણ ગુજરાતના કયા વિસ્તારોને અસર કરશે તો કચ્છ અને સૌરાષ્ટ્રને સૌથી વધારે અસર કરે આ સિસ્ટમ એવું લાગી રહ્યું છે સાંજ સુધીમાં તમે જુઓ કે આખા કચ્છમાં ભયંકર વરસાદ દેખાય ખાઈ રહ્યો છે
સાંજે સાત વાગ્યાની આસપાસ કચ્છમાં મોટા ભાગના વિસ્તારોમાં એકદમ વધારે વરસાદ ભારે પવન સાથે ગાજવીત સાથે પડે એવી સંભાવના છે આ ગ્રીન કલર છે એ ભારે વરસાદ સૂચવે છે સાથે જ આ દેવભૂમિ દ્વારકાથી લઈને વેરાવળવાળો જે દરિયાકાંઠાનો પટ્ટો છે ત્યાં વરસાદ પડવાની સંભાવનાઓ છે એટલે બીજી તારીખે આજે તમે જુઓ કે સિસ્ટમની અસરને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે ધીરે ધીરે ધીરે સિસ્ટમ આગળ વધશે આપણે વાત કરી એમ રાજસ્થાન તરફ જશે પણ જે મજબૂત સિસ્ટમ કરાચીથી આમ પસાર થઈ રહી છે એની અસરો તમે જુઓ કે ત્રણ તારીખ અને દરિયાકાંઠાના વિસ્તારમાં અતિભારે વરસાદ આ રેડ કલર સૂચવે છે કે અતિભારે વરસાદ પડવાનો છે ઓખાના દરિયાકાંઠાથી લઈને આ પોરબંદર સુધી બધી જ જગ્યાએ વરસાદ પડશે જામનગરમાં વરસાદ પડશે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં એની અસર થશે અને ત્રણ તારીખે ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે
ધીરે ધીરે એ સિસ્ટમ પણ આગળ વધી જશે પછી વેરાવડથી લઈને આ બાજુ દરિયાકાંઠાના વિસ્તારમાં અને ટ્રફની અસર રાજસ્થાન સુધી જાય છે એટલે અમદાવાદ વડોદરા અને એ બધા મધ્ય ગુજરાતના વિસ્તારોને પણ એની અસર થશે. ચોથી તારીખે સાવ જે તીવ્રતા છે એ ઓછી થઈ જશે ચોથી તારીખની આસપાસ દક્ષિણ ગુજરાત તરફ એક ટ્રફ આવી રહ્યો છે એ નીચે મધ મહારાષ્ટ્રના ભાગોમાંથી આવી રહ્યો છે અને મહારાષ્ટ્રના દરિયા કાંઠાથી ઉપરની તરફ જ્યારે ટ્રફ ખેંચાઈને આવે છે
તો સુરત વલસાડ તાપીવાળા વિસ્તારમાં ચોથી તારીખે સામાન્ય મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે બાકી આખા ગુજરાતમાં બીજી અને ત્રીજી તારીખે સૌથી વધારે વરસાદની આગાહી છે ત્રીજી તારીખે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ પડશે વરસાદનો આ રાઉન્ડ પૂર્ણ થયા પછી એપ્રિલ એન્ડમાં એક રાઉન્ડ આવવાનો છે અત્યારે બીજી અને ત્રીજી તારીખે જે વરસાદ પડવાનો છે એમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોએ સૌથી વધારે સાવધાન રહેવાનું છે તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વીડિયોને લાઈક અને શેર કરજો