લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો ખૂબ પસંદ કરે છે આ શો છેલ્લા 14 વર્ષો થી દર્શકો ને મનોરંજન કરાવી રહ્યો છે શોના તમામ પાત્રોને દર્શકો ખૂબ જ પસંદ કરે છે અને એના કારણે શો ટીઆરપી લિસ્ટમાં સૌથી પ્રથમ નંબરે રહીને પોતાનું સ્થાન અકબંધ રાખવામાં સફળ રહ્યો છે શો માં જેઠાલાલની લોકપ્રિયતા.
ભારતભર માં છલાયેલી છે જેમને મળવા બોલિવૂડ ના દિગ્ગજો પણ આતુર રહે છે એ વચ્ચે તાજેતરમાં ગુજરાતી ફેમસ સિગંર જે ગુજરાત માં લોકડાયરા અને પોતાના સુમધુર અવાજ થી ખુબ નામના ધરાવે છે એ કિજંલ દવે પોતાના ભાવિ પતિ પવન જોષી સાથે તારક મહેતા શો સેટ પર પહોંચી હતી કિંજલ દવે એ તારક મહેતા શો ના.
તમામ કલાકારો ની મુલાકાત લીધી હતી જેઠાલાલ સાથે તેમને અને પવન જોષીએ તસવીરો ખેંચાવી હતી તો અંજલીભાભીનુ પાત્ર ભજવતી સુનેના ફૌજદાર સાથે પણ પોઝ આપ્યા હતા સાથે કિંજલ દવે એ જેઠાલાલ ના ઘરમાં બાપુજી ના હિચંકા પર બેસી ને તો જેઠાલાલ ની બાલ્કની મા બેશી ઘણી તસવીરો માં પોઝ આપ્યા હતા.
જેઠાલાલ સાથે મુલાકાત કરીને ખુબ આનંદ સાથે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીરો શેર કરી હતી આ દરમિયાન કિંજલ દવે એ તાજેતરમાં આવેલી વેબસીરીઝ હુમાનમા મંગુનુ પાત્ર ભજવતા પ્રિતી જેઠવા ના પુત્ર વિશાલ જેઠવા અને પ્રિતી જેઠવાની પણ મુલાકાત કરી હતી જેની તસવીરો સોશિયલ
મીડિયા પર પ્રિતી જેઠવાએ પણ શેર કરી હતી કિંજલ દવે એ તારક મહેતા સેટ પરની તસવીરો શેર કરતા ચાહકો ખુબ જ ખુશ થયા છે અને દરેક તસવીરો પર મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા છે કિંજલ દવે એ પોતાની આ સફર માં ખુબ આનંદ થયો એવું પણ જણાવ્યું હતું સાથે જેઠાલાલ સાથેની મુલાકાત એક સપનું હતું એ પુરું થયું એમ જણાવી.
ખુશી પણ વ્યક્ત કરી હતી કિંજલ દવે એ પોતાના મિડીયા ઇન્ટરવ્યૂ પર એકવાર જણાવ્યું હતું કે તેનો સોથી પસંદીદા શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છે અને તે શોના બધા પાત્રો ને ખુબ પસંદ કરે છે એમ જણાવ્યું હતું આજે તે પોતાના સપના ને પુરુ કરવા મુંબઈ તારક મહેતા સેટ પર પહોંચી હતી.