વિદેશ જવાની ઘેલછામાં અનેક ગુજરાતીઓએ જીવ ગુમાવ્યો છે અનેક વખત આંખ ખુલતી ઘટનાઓ સામે આવી છે જેમ કે છેતરપિંડી રસ્તામાં મોત અપહરણની ઘટનાઓ છતા વિદેશ જવાનો મોહ છૂટતો નથી ત્યારે આવાજ મોહમાં ગાંધીનગરના ચાર લોકો વિદેશ જવા નીકળે છે પણ તેમનું રસ્તામાં જ અપહરણ થાય છે અને પછી કેવી હાલત થાય છે તેની વિગતે વાત કરીએ આ વીડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાન રે નમસ્કાર નવજી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા ચાર ગુજરાતીઓ 19 ઓક્ટોબરના રોજ અમીરાતની ફ્લાઈટમાં ભારતથી નીકળે છે
માણસાના બાપુપુરા અને બળપુરાગામના આ ચારે ગુજરાતીઓ પહેલા દિલ્હી ત્યાંથી બેંગકોક દુબઈ અને પછી તહેરાન લઈ જવામાં આવે છે અને ઈરાન પહોંચ્યા પછી તેમને ટેક્સીમાં બેસાડીને અજાણી સ્થળ પર લઈ જવામાં આવે છે ત્યારબાદ તેમને બંધક બનાવવામાં આવે છે અને ઈરાનમાં માં આ ગુજરાતીઓને ત્રાસ આપવામાં આવે છે. બે કથિક વિડીયો ક્લિપ્સ પણ સામે આવી છે જેમાં યુવાનોને નગ્ન કરીને માર મારવામાં આવે છે અને આ વિડીયો ક્લિપ્સ એટલી ભયાનક છે કે તમને બતાવી શકાય એમ નથી. ઈરાનમાં સામે આવેલા આ વીડિયોમાં જે ત્રાસ બતાવવામાં આવી રહેલો છે
તેમાં બે યુવાનો ને હાથ અને પગ બાંધીને માર મારવામાં બતાવવામાં આવીરહ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો પીડિતાના એજન્ટ અને તેના પરિવારને મોકલવામાં આવ્યો છે અને તેમની પાસેથી ખંડણી પણ માંગવામાં આવી છે જેમને માર મારવામાં આવી રહ્યો છે તેમને અપહરણ કર્તાઓની માંગણીઓનું પાલન કરવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે અને તેઓ કહે છે કે તેઓ હવે સહન નથી કરી શકતા અને આ બે વિડીયો ઉપરાંત અપહરણ કર્તાઓએ એક દંપતિનો ફોટો પણ ફરતો કર્યો જેમાં તેમના હાથ પગ બાંધેલા હોય તે પ્રકારનો આ ફોટો હતો.
આ મામલે માણસાના ધારાસભ્ય જેએસ પટેલને જાણ થતા તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને મદદ માંગે છે અને ત્યારબાદ બંધકબનાવેલા ગુજરાતીઓને પરત લાવવા માટેની કાર્યવાહી શરૂ થાય છે. આ મામલે શું કહી રહ્યા છે ગામના સરપંચ તેમને સાંભળીએ. અમને તો આનંદની વાત છે કે અમારા ગામના યુવાનો અને અમારા સમાજના યુવાનો છૂટી ગયા છે એ બદલ અમને ઘણી બધી ખુશી છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ હર સંઘવી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને જેએસ પટેલ સાહેબ પૂર્વધારા સભ્ય અમિતભાઈ ચૌધરી સાહેબ એ રાત તો તનતોડ મહેનત કરી અને અમારા બાળકોને ઇન્ડિયા પાછા લાવે છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું
અને ભારત સરકારનો પણ હું આભાર માનું છું અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા ગામના ચારે યુવાનોને છોડાવીને ને ઇન્ડિયા લાવે છે અને જે ખંડની માંગી હતી એ કોણ હતા એવું કઈ જાણવા એ ખંડણી માંગી હતી એવું કોઈ બાબા ખાન નામ કરીને છે હવે અત્યારનો તહેરીનનો હવે બાબા ખાનને તો આપણે જાણતા નથી પણ જે એમનો WhatsApp ઉપર જે વિડીયો આવયો એમાં ઉપર બાબા ખાન લખેલું હતું સાચું હકીકત શું નામ છે
ખ્યાલ નથી એટલે આ લોકો ક્યાં સુધી ભારત પરત પડશે એવી આજ રાત સુધી ભારત આવી જશે એવા અમને પૂરેપૂરી વિશ્વાસને ભરોસો છે ઈરાનમાં બંધક બનાવેલા માણસા તાલુકાના બાપુપુરા ગામના ચાર લોકો અમદાવાદ પરત પહોંચી ગયા છે અને પેસેન્જર પરત આવી ગયા પછી ગાંધીનગર પોલીસ દ્વારા ચારે લોકોની પૂછપરજ હાથ ધરવામાં આવશે. હાલ માહિતી સામે આવી છે કે બાબા નામના વ્યક્તિ દ્વારા તેમના પરિવારજનોને ફોન કરીને બે કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી અને પરિવારજનોએ એક વિડીયો મોકલવામાં આવ્યો હતો જેમાં અપહરણ કરેલા લોકોને નગ્ન કરીને જમીન પર ઊંધા સુવડાવવામાં આવ્યા અને કપડાથી મોઢું અને હાથ બાંધી હાલતમાં આ વિડીયો છે તે ઉતારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મહેસાણા અને ગાંધીનગર તાલુકા અને ગામડાઓમાં વિદેશ જવાનો મોહ વધુ જોવા મળેછે.
અહિયાં દર વર્ષે અસંખ્ય લોકો ડંકી રૂટથી અમેરિકા, ઓસ્ટ્રેલિયા કેનેડા જતા હોય છે અને એજન્ટોને લાખો રૂપિયા ચૂકવીને આ લોકો મોતનો સામાન બાંધીને નીકળે છે. ડંકી રૂટથી વિદેશ જવા અને અનેક જોખમો તેમણે લે છે છતાં તેઓ જીવનનો પર્યા કર્યા વગર આખે આખે પરિવાર છે તે લઈને નીકળી પડે છે અને ક્યારેક રસ્તામાં મોત થાય છે તો ક્યારેક અપહરણ પણ થાય છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યુઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે હે