Cli

ગુજરાતમાં આજે ભૂક્કા બોલાવશે વરસાદ!

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ફરી એકવાર વરસાદના એક નવા રાઉન્ડની શરૂઆત થવાની છે. આજથી આગામી 48 કલાક સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગ હવામાન નિષ્ણાંતની જે પ્રકારે આગાહી છે એ પ્રમાણે ગુજરાતમાં કચ્છનો વિસ્તાર જે છે ત્યાં સૌથી વધારે વરસાદ પડશે. દરિયાકાંઠાનો આખો વિસ્તાર છે ત્યાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે. વિંડી શું કહે છે? કેટલા વાગે વરસાદ પડશે એ પણ જોઈ લઈએ. વિંડીમાં જોઈએ તો આજે સાત તારીખ અને તમે જુઓ કે

12 વાગ્યાની આસપાસ કચ્છ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં અમદાવાદથી લઈને આ બાજુ મધ્ય ગુજરાતના ભાગો દક્ષિણના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદ પડશે. રાત પડતા સુધીમાં કચ્છમાં અતિભારે વરસાદ પડવાનો છે. ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે. મહેસાણા, પાલનપુરની આસપાસ વરસાદ પડશે. અમદાવાદમાં વરસાદ પડશે. ભાવનગરથી લઈને ઓખાના દરિયાકાંઠા સુધી બધી જ જગ્યાએ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે. રાત પડતા સુધીમાં આ સ્થિતિ બદલાશે એ જે સિસ્ટમ છે એ જે ટ્રક છે

એ આગળ વધશે અને જ્યારે આગળ વધશે ત્યારે આખા મધ્ય ગુજરાતને ચપેટામાં લેશે અને સાંજે સાત આઠ વાગ્યાની આસપાસ તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે ગુજરાતના બહુ જ બધા વિસ્તારો એવા છે કે જ્યાં અતિ ભારે વરસાદ આ ગ્રીન કલર જે દેખાય એટલે પાલનપુર મહેસાણા અમદાવાદમાં અતિ ભારે વરસાદ પડશે વડોદરામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડશે બાકી ભરૂચ રાજપીપળા અને મધ્ય ગુજરાતના મોટાભાગ ના વિસ્તારોમાં ગોધરા દાહોદ મહીસાગર બધી જગ્યાએ ભારે વરસાદની આગાહી છે એટલે સાત તારીખે શાંત સુધીમાં અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે આજની સ્થિતિ આ રહેવાની છે પછી કાલે શું થશે આ સિસ્ટમ એકવાર પસાર થઈ ગઈ એટલે વરસાદ પડવાનું બંધ થઈ જાય

એવી સ્થિતિ નથી થવાની આઠ તારીખે તમે જુઓ કે છૂટો છવાયો વરસાદ તમને દેખાશે એટલે એકવાર સિસ્ટમ પસાર થઈ ગઈ એના પછી જે ભેજવાળા વાદળો હોય એ ટ્રાવેલ કરતા હોય અને ભેજવાળા વાદળોને કારણે અનેક અનેક વિસ્તારો એવા છે કે જ્યાં છૂટો છવાયો મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે એટલે ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે વરસાદ પડશે આજે શાંત સુધીમાં અતિભારે વરસાદ પડવાનો છે અને અમુક વિસ્તારોમાં છૂટો છવાય એટલે દક્ષિણના ભાગો છે એટલે દક્ષિણ ગુજરાત છે ત્યાં સામાન્ય મધ્યમ વરસાદ પડશે કારણ કે મહારાષ્ટ્ર બોર્ડર તરફથી મહારાષ્ટ્રના દરિયાકાંઠા તરફથી જે સિસ્ટમ પસાર થાય છે જે ટ્રક પસાર થાય છે એના કારણે સામાન્ય મધ્યમ વરસાદ પડશે બાકી આજે સિસ્ટમ આપણે બતાવી એના કારણે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્ર બધી જ જગ્યાએ ભારે વરસાદની આગાહી છે શાંત સુધીમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિસ્ટમ પૂરી થઈ જશે

એટલે એ આગળ વધી જશે એના પછી જેમ જેમ દિવસ આગળ વધશે એટલે પછી ગરમીની શરૂઆત થશે ફરી એકવાર અને ગરમી પૂરી થશે એટલે ફરીથી એપ્રિલના એન્ડિંગમાં વરસાદની આગાહી છે મેમાં પણ વરસાદ પડવાની આગાહી છે અલગ અલગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે બને છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમોને કારણે અત્યારે વરસાદ પડી રહ્યો છે વેસ્ટર્ન ડિસ્ટન્સ કારણે અનેક વિસ્તારોમાં હજુ પણ માવઠા પડવાની સંભાવનાઓ છે હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત જે માહિતી આપતા રહેશે એ તમારા સુધી પહોંચાડતા રહીશું પણ અત્યારે તો મધ્ય ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતે સાવધાન રહેવાનું છે 24 કલાક ખૂબ ભારે છે તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વીડિયોને લાઈક અને શેર કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *