ગુજરાતમાં બિલ્ડીંગોની બિલ્ડીંગો ખડકાઈ ગઈ છે પણ ખરીદાર કોઈ નથી. ફ્લેટ કલ્ચર આવ્યા પછી ગુજરાતમાં આડેધણ મકાનો બની રહ્યા છે. ખાલી જગ્યા ભાળી નથી અને સોસાયટી ઊભી કરી નથી. ખેતરોના ખેતરો કપાતા જાય છે અને ફ્લોટિંગ પડતું જાય છે જ્યાં બે ચાર માળની બિલ્ડીંગો હતી ત્યાં રીડેવલપમેન્ટના નામે 20 30 ને 25 25 માળના ટાવર ઊભા છે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો તો ઊભા થઈ રહ્યા છે પણ એની લેવાલી તળીએ જઈને બેઠી છે ભોર મંદી ચાલી રહી છે ને બિલ્ડરો તથા ઇન્વેસ્ટરોના પૈસા સલવાઈ ગયા છે. આંકડો આપીશ તો તમને માન્યમાં નહીં આવે પણ ગુજરાતમાં અત્યારેજે મકાનો બંધાઈને તૈયાર થઈ ગયા છે એમાં 89% મકાનો ખાલી પડ્યા છે.
બીજી બાજુ એવા અસંખ્ય ઘર વિહોણા લોકો છે જેમની આખી જિંદગી પૂરી થઈ ગઈ પણ ઘરના ઘર લઈ શક્યા નથી. આવી વિષમતા કેમ? માલ તૈયાર છે પણ ભાવ એવો લાકડા જેવો થઈ ગયો છે કે સામાન્ય માણસ ઘરના ઘરનું સપનું કદી પૂરું કરી શકતો નથી. ધૂમ નફાખોરી આવાસ યોજનાઓના મિસમેનેજમેન્ટ અને બિલ્ડરો સાથેની રાજકારણીઓની સાઠગાઢને લીધે ઘરના ઘરનું કોકડું એવું ગૂચવાઈ ગયું છે કે એનો ઉકેલ જડતો નથી. એક બાજુ જમીન મકાનના મોઘાડાટ ભાવો અને બીજી બાજુ જંત્રી તંત્રી સંત્રી ને દલાલીની મગજમારી રિયલએસ્ટેટ ક્ષેત્રમાં મંદીના મુખ્ય કારણો છે અત્યારે વસ્તુ સ્થિતિ એવી છે કે લોકો કા તો તેમની ખરીદી મુલતવી રહ્યા છે અથવા નાના નાના ઘરો લેવાનો નિર્ણય લઈ રહ્યા છે. આથી બિલ્ડરો એમની ઓફિસમાં હવા ખાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી જેને જુઓ એને બધાને બિલ્ડર બનવાનો ચસકો લાગ્યો છે. એક સમયે કળયા કામ, લાદી કામ, કલર કામ, ગ્રિલ બેસાડવાના કામ કે ઈંટોના ભઠ્ઠા ચલાવતા લોકો પણ કન્સ્ટ્રકશન લાઈનમાં ઘૂસી ગયા છે. એમને ખબર નથી હોતી કે માત્ર મકાન બનાવી દેવાથી કામ પૂરું નથી થઈ જતું.
એના ખરીદારો મેળવવામાં નેવાના પાણી મોભે ચડાવવા પડે છે. ખેડૂતો પણ આમાં બકાત નથી.ગામડે જમીન વેચીને બિલ્ડરો બનવા જતા તેમની હાલત હવેલી લેતા ગુજરાત ફોયા જેવી થઈ છે. તમે એમ માનતા હો કે રિયલ એસ્ટેટમાં મંદી ચાલે છે એટલે મકાનોના ભાવમાં ઘટાડો થશે તો એ વાતમાં માલ નથી. બિલ્ડરો એનો જ ભાવ પકડીને બેઠા છે ને ટસના મસ થતા નથી. આમાં અમુક બિલ્ડરો એવા છે જે તેજીનો પવન ફૂકાયો ત્યારે કમાઈને બેઠા છે. તો કેટલાક બિલ્ડરો એવું માનીને બેઠા છે કે રોકાણ ઉપર ભલે વ્યાજનું ડેમરેજ ચડે અમે ઓછે લાકડે બળવાના જ નથી. બિલ્ડર લોબીનું કહેવું છે કે રો મટીરિયલ અને કન્સ્ટ્રક્શન કોસ્ટ આસમાન જુવી રહી છે અમે મકાનના ભાવ ઘટાડીએ કેમતદન ખોટી દલીલ છે હકીકતે બિલ્ડરો મસ મોટી જાહેરાતો કરે છે સરકારી બાબુને પ્લાન પાસ કરવાના પૈસા આપે છે અને બેંકમાંથી લીધેલી લોનનું વ્યાજ આવે છે એ બધું જોડીને ઘરના ભાવ નક્કી કરે છે બીજી બાજુ કયા લતામાં કેટલો ભાવ રાખવો એવો કોઈ કાયદો તો આપણે ત્યાં છે જ નહીં તેવો ગ્રાહકો પાસેથી મન ફાવે એવો ભાવ લે છે એમાય જો ગ્રાહક અજાણીયો હોય તો મૂડી જ નાખે છે.
પ્રીમિયમ અને લક્ઝરી મકાનોની માંગ વધી રહી છે પરંતુ મધ્યમવર્ગ માટે પોષણ ક્ષમતા એક મોટો પડકાર બની ગઈ છે. બિલ્ડરો હવે મધ્યમવર્ગને બદલે કરોડ સવા કરોડ ખર્ચી શકતા ગ્રાહકોનેલક્ષ્ય બનાવી રહ્યા છે. રાજકોટનો દાખલો લ્યો. રાજકોટમાં એવો કયો વિસ્તાર છે જ્યાં કોઈ મધ્યમ વર્ગનો માણસ મકાન લેવાનું વિચારી શકે. છેક ગામના ગોંદરે જેનું નામ પૂરતું જ રાજકોટ કહી શકાય ત્યાં થોડા ભાવ સસ્તા છે પણ ત્યાંથી સટીમાં આવવા માટે સારા રોડ રસ્તા નથી અને અપડાઉનના ખર્ચા કમર તોડી નાખે એવા આવે છે આ તો રાજકોટનો દાખલો આપ્યો બાકી બીજા શહેરોની હાલત પણ કંઈ બહુ સારી નથી આમાં નાના બજેટવાળા લોકો જાય તો જાય ક્યાં ગુજરાત રેરાએ તાજેતરમાં એક રિપોર્ટ બહાર પાડ્યો છે જેમાં જણાવાયું છે કે 2017-1 ની સાલમાં ગુજરાત તમાં 1981હાઉસિંગ પ્રોજેક્ટો પૂરા થયા હતા જેની સરખામણીએ 202425 માં માત્ર 36 પ્રોજેક્ટ જ પૂર્ણ થયા છે
ચાલુ વર્ષે 1,99,000 યુનિટમાંથી માત્ર 22000 યુનિટો જ વેચાયા હતા હવે સવાલ એ થાય છે કે બિલ્ડરો આટલા બધા વણ વેચાયેલા મકાનોનું શું હાથણું કરશે લોકો હવે બેંકની લોન લેવાનું પણ ટાળી રહ્યા છે તેમની વિટમણા એવી છે કે છોકરાઓની નિશાળની ફી ભરવી હાઉસિંગ લોનના હપ્તા ભરવા કે ઘર ખર્ચ ચલાવવો આથી એવા લાખો પરિવારો કા તો સુવિધા વિનાના નાના ઘરોમાં રહે છે અથવા ભાળાના મકાનમાં જીવન બસર કરે છે ટૂકમાં રોકડા પૈસે ઘર લેવાય એમ નથી અને બેંકના હપ્તા પોસાય એમ નથી સરકાર જે મકાનોબાંધે છે એની મજબૂતાઈ ઉપર કોઈને ભરોસો નથી સસ્તો ભાવ હોવાથી લોકો સરકારી આવાસોમાં ઘર ખરીદી તો લે છે પણ પછી બે ત્રણ વર્ષમાં એની રોકડી કરી લે છે અથવાભા ભાડે આપી દે છે.
પોતાનું મકાન ભાડે ફરતું હોય ને પોતે જ ભાડેના મકાનમાં રહેતા હોય એવા એક નહીં હજારો દાખલા છે. લોટરી સિસ્ટમથી અપાતા સરકારી આવાસોમાં જબરી ઘાલમેલ થાય છે. ગુજરાતમાં એવા અનેક રેકેટો પકડાયા છે જેમાં મકાનોનો ડ્રો થઈ ગયા પછી રદબાદલ કરવો પડ્યો છે. જરૂરિયાતમંદો રહી જાય છે અને એક જ ઘરના ચાર પાંચ વ્યક્તિઓને મકાનો ફાળવાઈ જાય છે. ભલું થાય સોશિયલ મીડિયાનુંકે આવા ભોપાળા ખુલ્લા પાડી દેતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય છે વળી જ્યારે જ્યારે સરકારી મકાનોનું વિતરણ થાય ત્યારે એમાં રિઝર્વેશનનું ભૂત તો ધૂણવાનું જ એટલે આવી યોજનાઓ પણ ગરીબ લોકોને મકાન ભેગી કરવામાં સંપૂર્ણપણે સફળ થતી નથી. લખી રાખજો રિયલ એસ્ટેટનો બનાવટી બેફામ ભાવનો ફૂગો આજ નહી તો કાલ ફૂટી જવાનો છે
કારણ કે જે રીતે બિલ્ડરોએ મકાનોના ભાવો કૃત્રિમ રીતે વધારી દીધા છે તેની સામે લોકોની આવક એટલી વધી નથી રહી આથી બિલ્ડરો પોતાના ભાવ પકડી પકડીને કેટલા દિવસ પકડી રાખશે સફેદ હાથીને બાંધી રાખો આકરો લાગશે ત્યારે જખમારીને બિલ્ડરોએ ઝૂકવું પડશે નહીંતર ટાઈમ એવો આવશે કે નફાની વાત જવા દો એમણે રોકેલા નાણા પણ ઊભા નહી થાય. તમે જાણો છો હું જાણું છું સરકાર જાણે છે અને સૌ કોઈ જાણે છે કે મકાનના દસ્તાવેજો ફૂલ વાઈટમાં થતા નથી. 60% પૈસા વાઈટમાં અને 40% પૈસા બ્લેકમાં આપવા પડે છે.
હવે નોકરીયા 40% બ્લેકની રકમ લાવે ક્યાંથી? વળી બેંક પણ દસ્તાવેજના 70 કે 80% લોન જ આપે છે. બાકીના 2030% અને બ્લેક મનીની રકમ મધ્યમ વર્ગી કદી ભેગી કરી શકતો નથી. આથી તે હજાર વાર ઘર લેવાનું નક્કી કરે છે અને હજાર વાર નિર્ણયને પડતો મૂકે છે જે લોકો હાઉસિંગલોન માટે બેંક માંગે છે એ મુજબ કાગળિયા નથી આપી શકતા અથવા કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા હોવાથી કાયમી આવકનો પુરાવો નથી આપી શકતા એવા લોકો સાથે બિલ્ડરો તેમની લાગણી સાથે ખીલવાડ કરે છે બિલ્ડરો આવા લોકોને કહે છે મકાન પણ અમે વેચીશું અને લોન પણ અમે આપીશું પણ વ્યાજનો દર અમે કહીએ
એ પ્રમાણે આપો તો ઘણ ઘણા ઘલાઈ ગયા છે આવી સ્કીમમાં અને બેંક કરતા દોઢ વ્યાજ ભરી રહ્યા છે આવા સેલ્ફ ફાઇનાન્સ બિલ્ડરો ઉપર સરકારનો કોઈ અંકુશ નથી એટલે ચાલે છે ભક્તિ અંગ્રેજીમાં એક કહેવત છે ડોન્ટ કટ ઓફ યોર એક્સપેન્સીસ ઇન્ક્રીઝ યોર ઇનકમ અર્થાત તમારા ખર્ચા ઓછા ન કરો પણ તમારી આવક વધારોથોડો અભ્યાસ હોય તો શેર બજારમાં નસીબ અજમાવી આવકનો નવો સ્ત્રોત ઊભો કરી શકાય છે. ટ્રસ્ટેડ શેર બ્રોકિંગ કંપની ઝીરોધાએ હવે ડીમેટ અકાઉન્ટ વિનામૂલ્યે ખોલી આપવાનું ચાલુ કર્યું છે. ખાતું ખોલવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે શેર બજારમાં રોકાણ કરવાનો વિકલ્પ ખુલ્લો રાખીને સાઈડ બાય સાઈડ નવી આવક ઊભી કરો કદાચ તમારા ઘરના ઘરનું સપનું પૂરું થાય નમસ્કાર