આ તસ્વીર છે ગુજરાતના આશાસ્પ્રદ યુવક દીક્ષિત સોલંકીની જેનું મૃત્યુ ઈરાન અમેરિકા યુદ્ધમાં થયું બે દિવસ પહેલા એક મિસાઈલ હુમલો કરવામાં આવ્યો જેમાં વિસ્ફોટ થયો અને જ્યારે કામ કરી રહ્યો હતો ત્યારે ત્યાં એનું મૃત્યુ થયું છે. અત્યારે જે માહિતી મળી છે એ અનુસાર એમટી સ્કાયલાઈટ નામના ઓઇલ ટેંકર પર અચાનક મિસાઈલનો હુમલો કરવામાં આવ્યો. આ જહાજ પર કુલ 21 ક્રુ મેમ્બર સવાર હતા જેમાં 16 ભારતીય હતા ચાર બાંગ્લાદેશના લોકો હતા અને એક યુકેનો છોકરો હતો.
32 વર્ષના દીક્ષિત સોલંકી દીવના વતની હતા અને હાલ તેમનો પરિવાર મુંબઈમાં રહેતો હતો. દીક્ષિત એ જ્યારે આ કામ કરી રહ્યો હતો ત્યારે એ એન્જિન રૂમ જે હતો એ રૂમમાં હતો અને રૂમમાં પોતાનું કામ કરતો હતો ત્યારે અચાનકથી આ બ્લાસ્ટ થાય છે ત્યાથી ઘણા બધાને લોકોને બચાવવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે એકબીજાની મદદ કરતા એ લોકો પણ છે પણ છતાં પણ કોઈ બચી નથી શકતું. દીક્ષિતે એમ કેડી વ્યોમ નામના ઓઇલ ટેંકર એટલે કે ખનીજ તેલ લઈને જહાજ પર નાવિક તરીકે નોકરી કરી રહ્યો હતો. એક મીડિયા સાથે વાતચીત દરમિયાન દીક્ષિતના પરિવારજનોએ કહ્યું કે
1 માર્ચ સાંજેઆઠએક વાગ્યે જહાજ કંપનીના માણસ જે હતા એ મુંબઈમાં અમારા ઘરે આવ્યા અને આખી ઘટનાની અમને જાણ કરી અમારો પરિવાર અત્યારે પડી ભાંગ્યો છે. ચાર મહિના પહેલા જ દીક્ષિતના માતાનું મૃત્યુ થયું છે અને હવે દીક્ષિતનું મૃત્યુ થયું છે એટલે પરિવારમાં બધા જ ખૂબ દુઃખી છે. ઓમાનના અખાતમાં તેલ ટેંકર સ્કાયલાઈટ ઉપર થયેલા હુમલામાં બે ભારતીય ખલાસીના મૃત્યુ થયા હતા માત્ર દીક્ષિતનું મૃત્યુ નથી થયું એક હતા કેપ્ટન આશિષ કુમાર હજુ ઘણા બધા ભારતીય ક્રુ મેમ્બર એ ગુમ છે ઓમાનની રાજધાની મસ્કતમાં આવેલા ભારતીય દૂતાવાસે પણ દીક્ષિતના મૃત્યુની જાણ કરી હતી
એટલે નામ લીધા વગર પણ એ પોસ્ટ કરવામાં આવી હતી કે આટલા લોકોના મૃત્યુ થયા છે. સોમવારે એ પુષ્ટિ થઈ અને હજુ સુધી પરિસ્થિતિ સામાન્ય નથી બની. હજુ પણ આપણા દેશ અને આપણા દેશના લોકો પર ઘણો બધો ખતરો પણ છે. કારણ કે જેટલા પણ ભારતીઓ હજુ પણ મિડલ ઈસ્ટને એની આસપાસમાં કામ કરી રહ્યા છે એ બધા ઉપર ખતરો જ છે અત્યારે. દેશમાં ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે એડવાઇઝરી જાહેર કરી અને કહેવામાં આવ્યું છે કે ભારતના લોકોએ કેવી રીતના સાવચેત રહેવાનું છે એમ્બેસી એમના માટે શું કરવાની છે? અત્યારે આ હુમલાની વાત કરીએ તો ઈરાને ઓમાન સહિતના ખાડી દેશોમાં અમેરિકાના ઠેકાણા પર મિસાઈલો અને ડ્રોન છોડી અને હુમલા કર્યા હતા. એક અહેવાલ અનુસાર ઈરાને હોમુઝની સમુદ્ર ધુનીમાંથી જહાજોને પસાર થવા માટે પણ ચેતવણી આપી હતી
અને કહ્યું હતું કે જેઓ કોઈ જહાજ એ માર્ગ પરથી પસાર થશે તો એના ઉપર અમે હુમલો કરીશું અને એવું જ કંઈક અત્યારે ઈરાન કરી પણ રહ્યું છે. અત્યારે પરિસ્થિતિ એકદમ કટોકટીની છે અને સાથે જ આપણા દેશ અને બીજા જેટલા પણ દેશો છે એટલે મિડલ ઈસ્ટના બધા જ દેશો છે એની સાથે વાતચીત કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આગળ જતા સ્થિતિ કેરી સામાન્ય બને છે એ જોવાનું છે કારણ કે ડોનલ્ડ ટ્રમ્પના સતત આવતા નિવેદન અને એમનું એવું કહેવું કે હજુ તો અમારો લક્ષ્ય પૂરો નહી થાય ત્યાં સુધી અમે આ બંધ નથી કરવાના તો આગળ જતા આ યુદ્ધ કેટલું લાંબુ ચાલે છે ભારત આમાં ક્યાં રહે છે કયો સ્ટેન્ડ લે છે એ પણ જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વીડિયોને લાઈક અને શેર કરજો