કફ સીરપે કાળો કહેર વર્તાવ્યો છે.ટલાક નિર્દોષ બાળકોનો જીવ આ સીરપે લીઘો છે. કફ સીરપે લોકોની ચિંતા વધારી છે. ત્યારે ગુજરાતમાં આ સીરપ વેચાઇ છે કે તે જાણવું જરૂરી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સીરપના કારણે 11 જેટલા બાળકોના મૃત્યુ થયા છે. રાજસ્થાનમાં ડેસ્ક્રોમેથાપોન અને મધ્ય પ્રદેશમા સેસાન કંપનીની કોલડ્રિપના કારણે આ ઘટના બની હતી.
જો કે બંને રાજ્યોમાં વપરાયેલ આ દવાઓ ગુજરાતમાં મળતી નથી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ કફ સીરપથી થયેલા મોતની ઘટનાને ગંભીરતાથી લીધી છે. ગુજરાતમાં આરોગ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. કેન્દ્રની માર્ગદર્શિકા અને રાજસ્થાનના રિપોર્ટનો અભ્યાસ કરવા પણ આદેશ કરાયો છે. કેન્દ્ર સરકારે એડવાઇઝરી જાહેર કરી છે કે 2 વર્ષથી નીચેના બાળકોને ડોક્ટરની સલાહ સિવાય દવા ન આપવી.. આ આ તમામ ઘટનાને લઇને આરોગ્ય વિભાગ પાસેથી મંત્રી ઋષિકેશ પટેલે અહેવાલ માગ્યો છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીશીયનના મતે માતા પિતાએ બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું જોઈએ. બાળકને શરદી – ખાંસી કે અન્ય ઇન્ફેક્શન હોય, તો તબીબની સલાહ મુજબ જ લેવી જોઈએ મેડિકલ સ્ટોરમાંથી દવા લઈને બાળકને પીવડાવવી જોખમી બની શકે છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સીરપથી થયેલા બાળકોના મોતની ઘટનાને સુરત પીડિયાટ્રિક એસોસિએશને ગંભીર નોંધ લીધી છે. તમામ ડોક્ટરોને કેન્દ્રીય ગાઈડલાઈન બરાબર અનુસરવા આદેશ કરાયો..
જેમાં મોટા ભાગના મેડિકલ સ્ટોર ધારકો તબીબના પ્રિસ્ક્રિપ્શન પર જ સીરપ બોટલ આપતા હોવાનું કબૂલ્યું છે.મધ્યપ્રદેશના છિંદવાડામાં નવ બાળકોના મોત બાદ, રાજ્ય સરકારે એક મોટું પગલું ભર્યું છે. મુખ્યમંત્રી મોહન યાદવે રાજ્યભરમાં કોલ્ડ્રિફ કફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.
આ ઘટનાએ સમગ્ર રાજ્યને આઘાત પહોંચાડ્યો છે. સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી છે અને સિરપ બનાવતી કંપની અને તેના ઉત્પાદનો સામે તપાસ શરૂ કરી છે.