Cli

GST કાઉન્સિલની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય! હવે માત્ર બે ટેક્સ સ્લેબ જ જોવા મળશે?

Uncategorized

જીએસટી કાઉન્સિલની કાલે 56 મી બેઠક હતી અને બેઠકમાં ખૂબ મોટો નિર્ણય લેવાયો છે એટલે આપણે જે કહેતા હતા કે વસ્તુઓ મોઘી થતી જાય છે નાનામાં નાની ખાદ્ય વસ્તુ લેવા જવી હોય તો પણ એનો જીએસટી આપવું પડે છે તો હવે એ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યા છે એટલે પ % અને 18% ના સ્લેબ રાખવામાં આવ્યા છે બાકી 12 % અને 28% ના સ્લેબ જે છે ખતમ કરી દેવામાં આવ્યા છે.

મોટા ભાગની જીવન જરૂરી વસ્તુમાં જીએસટીનો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ નિર્ણય ખૂબ મોટો છે. ગઈ કાલે નિર્ણય લેવાયો એના પછી અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી સાથે જ સરકારના આ નિર્ણયને ઘણા બધા લોકોએ વખાણ્યા પણ ખરી ઘણા બધા લોકોએ એના ઉપર ખામીઓ પણ શોધી છે. કઈ વસ્તુ સસ્તી થઈ છે કઈ વસ્તુ મોંઘી થઈ છે એના વિશે વાત કરીશું સાથે જ આ લાગુ ક્યારથી થશે?

તો 22 સપ્ટેમ્બરથી આ જે નિર્ણય છે એ લાગુ થવાનો છે કાલની બેઠકમાં જે પ્રસ્તાવના મૂકવામાં આવી હતી કે આટલા ટકા જીએસટી આ વસ્તુ પર રાખવાના બદલે આપણે એને ઓછો કરી શકીએ. એ બધી જ પ્રસ્તાવનાઓને મંજૂરી મળી ગઈ છે.

રોજીંદા જીવનની વસ્તુની વાત કરીએ તો સાબુ શેમ્પુ ટૂથપેસ્ટ આ બધી વસ્તુમાં 18% જીએસટી હતો જે હવે 5% થઈ ગયું છે. ઘી માખણ આ બધી વસ્તુઓમાં 12% જીએસટી હતું જે હવે 5% થઈ ગયું છે. નુડલ્સ અને બીજા નાસ્તાની વસ્તુઓ જે હતી એમાં પણ 12% જીએસટી પહેલા હતું જે 5% કરવામાં આવ્યું છે. બાળકોની બોટલથી લઈને નેપકિનિથી લઈને ડાઈપરથી લઈને બધી જ વસ્તુઓ જેમાં 12% જીએસટી લાગતું હતું એ બધી જ વસ્તુમાં હવે 5% જીએસટી લાગવાનું છે. ઘણી બધી વસ્તુઓ એવી છે એટલે કપડા સસ્તા થવાની સંભાવના છે.

બીજી બધી વસ્તુ જેને લક્ઝરીમાં ગણવામાં આવતા હતા. એનો જીએસટી જે છે એ ઓછો કરી દેવામાં આવ્યો છે. ખેતીમાં ટ્રેક્ટરમાં 12% જીએસટી હતું એ હવે 5% થઈ જશે ટ્રેક્ટરના ટાયર જે 18% જીએસટી લાગતું હતું એ 5% થઈ જશે. સિંચાઈ મશીન 12% જીએસટી હતું એ 5% થઈ જશે. હેલ્થ એટલે જે આરોગ્ય વીમો જે હતું એમાં 18% જીએસટી હતું એ ઝીરો થઈ જશે. થર્મોમીટર 18% જીએસટી 5% થઈ જશે. ઓક્સિજન 12% જીએસટી 5% થઈ જશે એટલે આવી જે જીવન જરૂરી અને આરોગ્ય હેલ્થ સાથે જોડાયેલી વસ્તુ છે મોંઘી હતી જે એવું કહેવાતું હતું કે એમાં વધારે જીએસટી લાગે છે એ બધી સસ્તી થવાની છે ઓટોમોબાઈલ નાની કાર 28% જીએસટી પહેલા હતું

જે હવે 18% થઈ જશે મોટરસાયકલ પર 28% જીએસટી હતું જે હવે 18% થઈ જશે શિક્ષણની વાત કરીએ તો નકશા ચાર્ટ અને બીજી બધી સ્ટેશનરીની જે વસ્તુ આવે એના ઉપર 12% જીએસટી હતું જે હવે ઝીરો થઈ જશે. પેન્સિલથી લઈને બીજી બધી વસ્તુઓ જે હતી જે સ્ટેશનરીમાં વાપરીએ એ 12% જીએસટી લાગતું હતું એ ઝીરો થઈ જશે પુસ્તકો પર લાગતા જીએસટી જે 5% હતું એ ઝીરો થઈ જશે બીજી બધી અનેક વસ્તુઓ એવી છે કે જે આપણે રોજીંદા જીવનમાં વાપરતા હોઈએ છીએ જે મોંઘી લાગતી હતી એ હવે જીએસટી ઘટવાને કારણે ઘણો બધો ફાયદો થતો જશે કારણ કેપાંચ અને 18 એટલે કા તો એકદમ જીવન જરૂરી વસ્તુ છે અને એમાં પણ અમુક વસ્તુઓમાં 0% જીએસટી થઈ ગયું છે

બાકી 5% અને પછી 18% એ લક્ઝરી આઈટમમાં લાગતા જીએસટીમાં આવતી વસ્તુઓ હશે એટલે એ બધી વસ્તુઓ પર 18% બાકી બધી જ વસ્તુઓ પર ઓલમોસ્ટ આપણા કામમાં આવે એ બધી જ વસ્તુ પર 5% જીએસટી કરી દીધું છે. પ્રધાનમંત્રીએ આના પછી એક ટ્વીટ પણ કરી જેમાં લખ્યું હતું કે સામાન્ય લોકોના જીવનમાં સુધારો લાવવા માટેનો આ નિર્ણય છે. ગુજરાતના સીએમએ પણ ટ્વીટ કર્યું ગઈ કાલે નિર્મળા સીતારમન જ્યારે આ બેઠક યોજી અને બેઠક પછી પ્રેસ કોન્ફરન્સ કરી અને આ બધી જ ડિટેલ આપી કે 22 તારીખથી આ જીએસટીના જે નવા સ્લેબ છે એ

લાગુ થશે એટલે જે ફેરફાર કરેલા સ્લેબ છે એ લાગુ થવાના છે. તો કઈ વસ્તુ કેટલી મોંઘી થવાની કેટલી સસ્તી થવાની મોંગી તો કોઈ જ નથી થવાની મોટા ભાગે બધી જ વસ્તુઓ સસ્તી થવાની છે પણ એ સ્લેબ ને ફેરફાર કરવા પાછળનો નિર્ણય કેમ હતો અને કાલની આખી બેઠકમાં શું થયું એ નાણા મંત્રી શું કહી રહ્યા છે તે સાંભળીએ આપણે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *