GST કાઉન્સિલની ગઈકાલે બેઠક અને 56મી બેઠકમાં ખૂબ મોટા નિર્ણય લેવાયા જે સામાન્ય માણસને ઇફેક્ટ કરી શકે એવા નિર્ણય હતા એટલે ટેક્સ લેબમાં જે બદલાવ કરવામાં માં આવ્યો એમાં હવે બે જ ટાઈપના ટેક્સ સ્લેબ છે એટલે જીએસટી બેજ ટાઈપના છે એક 5% અને એક 18%.
જે 12 %અને 28% હતા એ બંને સ્લેબને કાઢી નાખવામાં આવ્યા છે અને જે લક્ઝરી વસ્તુઓ છે એના ઉપર એક્સટ્રા ટેક્સ એટલે સ્પેશિયલ ટેક્સ લગાવવામાં આવ્યો છે. લક્ઝરી વસ્તુને શેમાં ગણે છે અને બીજી કઈ વસ્તુ એવી છે કે જેમાં 40% સ્લેપ સ્લેબ લગાવવામાં આવ્યો છે એની વાત કરવી છે જીએસટી 40% એમાં છે તો જે સુપર લક્ઝરી ચીજ વસ્તુઓ છે જે સામાન્ય માણસની જીવન જરૂરી વસ્તુ નથી ખૂબ મોઘી છે એ બધા પર 40% ટેક્સ છે પાન મસાલા પર વધારે ટેક્સ લગાવવામાં આવ્યો છે એના ઉપર 40% ટેક્સ કરી દેવામાં આવ્યો છે. સિગારેટ અને ગુટકા પર 40% ટેક્સ છે એટલે મોટા ભાગના લોકોને એનાથી ઇફેક્ટ થઈ શકે એવી વસ્તુ છે તંબાકુ પર 40% ટેક્સ લગાવી દેવામાં આવ્યો.
એટલે 40% જીએસટી તંબાકુ પર આપવું પડશે. જરદા પર 40% જીએસટી આપવું પડશે. એડેડ સુગર વાળી કોઈપણ વસ્તુ છે એટલે તમે જે પ્રોડક્ટ વાપરો છો એમાં એડેડ સુગર છે એને લક્ઝરી ગણવામાં આવ્યું છે એ બધી વસ્તુ એટલે તમે જો જ્યુસ લો છો કે પછી બીજી બધી વસ્તુઓ લો છો ખાવા પીવાની વસ્તુ જેમાં એડેડ સુગર છે એના ઉપર 40% જીએસટી લાગવામાં આવ્યું છે લક્ઝરી કાર મોગી થઈ જશે એટલે લક્ઝરી કાર પર 40% જીએસટી છે ફાસ્ટફૂડ પર 40% જીએસટી છે અને ઓવરઓલ આ બધી જે વસ્તુ જેને સુપર લક્ઝરી વસ્તુ કહેવામાં આવે છે એ બધા પર 40 40% સ્પેશિયલ જીએસટી લગાવવામાં આવ્યો છે.
આના ઉપર મોટાભાગે 28% ને એ પ્રકારનો જીએસટી હતો એટલે પહેલા કેટલો જીએસટી હતો એની પણ વાત કરીએ એકવાર આપણે કે કઈ વસ્તુ પર પહેલા કેટલો જીએસટી હતો એટલે આપણે જો નોન આલ્કોહોલિક બેવરેજીસ કહીએ નોન આલ્કોહોલિક બેવરેજીસમાં 18% જીએસટી હતો જે વધારે હવે 40% થઈ ગયો છે પાન મસાલા પર 28 હતો એ 40 થઈ ગયો છે. બીજી બધી જે સુગર વાળી વસ્તુઓની આપણે વાત કરી એમાં 28% હતો જે હવે 40 થઈ ગયો છે. મોટર કાર જે લક્ઝરીસ મોટર કાર હતી એ બધામાં 28 હતો એ 40 થઈ ગયો છે.
સિગરેટ પર 28% હતો એ 40% થઈ ગયો છે એટલે 28% જે લક્ઝરી આઈટમ પર જીએસટી લાગતા હતા એ હવે 40% થઈ ગયા છે અને અત્યારે જે પ્રકારનું જીએસટી એટલે 5% અને 18% જીએસટી મોટા ભાગની વસ્તુઓ જે છે એમાં લગાવવામાં આવ્યો છે. 5% એવી વસ્તુઓ જે જીવન જરૂરી વસ્તુઓ છે જે આપણા રોજીંદા ખાદ્ય પદાર્થો છે જેના ઉપર જીએસટી હતું એ બધો ઓછો કરી દેવામાં આવ્યો છે.
રોજ વપરાશમાં આવતા સાબુથી લઈને બાળકોના પ્રોડક્ટથી લઈને બીજી બધી વસ્તુઓ હતી એના ઉપર જીએસટી ઓછો કરી દેવામાં આવ્યો છે. હેલ્થમાં ઉપયોગમાં આવતી વસ્તુઓ જે છે થર્મોમીટરથી લઈને બીજી વસ્તુઓ દવાઓ જે છે એના ઉપર જીએસટી ઘટાડવામાં આવ્યો છે. એજ્યુકેશનને લગતી સ્ટેશનરી અને બુક્સ પર જીએસટી ઝીરો કરી દેવામાં આવ્યો છે.
આ ખૂબ મોટો નિર્ણય અને પીએમ નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી જ્યારે ભાષણ આપી રહ્યા હતા સ્વતંત્રતા દિવસનું ત્યારે જ એમણે જીએસટી પર વાત કરી હતી ત્યારે પણ એવા સંકેત આપ્યા હતા કે જીએસટી ઓછો કરવામાં આવશે એના ઉપર સરકાર કઈક નિર્ણય લેશે. હવે દિવાળી પણ નજીક આવી રહી છે એટલે આ સરકારના નિર્ણયને કારણે વેપારીઓને ઘણો ફાયદો થઈ શકે છે. ગ્રાહકો જે છે જે અત્યારે સુધી એવું હતું મોંઘી વસ્તુ હતા તો પણ ખરીદતા હતા પણ હવે એક ઉત્સાહ સાથે વસ્તુઓ ખરીદવા જઈ શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.
તમને આનાથી કેટલો ફાયદો કેટલો નુકસાન થયો તમને આ નિર્ણય સરકારનો કેવો લાગ્યો અમને કમેન્ટ્સમાં જણાવજો પણ એની પહેલા નિર્મલા સીતારમણે જે ગઈ કાલે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં એ 40 ટા જીએસટી લગાવવા પાછળના કારણો શું છે .