તમે ઘણીવાર ઘરના ઘરના ઝ!ગડાને પોલીસ સ્ટેશન સુધી પહોંચતા જોયા હશે યુવા જોડીઓ ની વાત છોડો પરંતુ જયારે કોઈ વૃદ્ધ દંપતીને એકબીજાથી મનમોળું હોય ત્યારે કંઈ રીતે મિનિટોમા સમાધાન કરવું એ કોઈ ઉત્તરપ્રદેશ પોલીસથી શીખે યુપીના ગોંડા જિલ્લાના પોલીસ અધિકારીઓએ મિનિટોમાં આ દંપતિની રાજીખુશીથી ઘરે મોકલ્યા હતા.
સોસીયલ મીડિયામાં યુપીના ગોંડા જિલ્લાનો એક વિડિઓ સામે આવ્યો છે વિડીઓમાં વૃદ્ધ દંપતી પતિ પત્ની એકબીજાને મોતીચૂરના લાડુ ખવરાવતા જોવા મળી રહ્યા છે અને એ પણ હસીમજાકના મૂડમાં અહીં વાતમાં કંઈક એવું હતું કે વૃદ્ધ દંપતી પોતાના કંઈક ઘરના ઝ!ગડાને કારણે એકબીજા સામે ફરિયાદ લઈને આવ્યા હતા.
પરંતુ ત્યાંના હાજર પોલીસ અધિકારીઓએ બંનેને સમજાવ્યા હતા અને એકબીજાને લાડુ ખવરાવ કહ્યું હતું પહેલા વૃદ્ધ માજીને પોલીસ લાડુ ખવરાવવા કહે છે પરંતુ તેઓ સંકોચાય છે પરંતુ પોલીસના કહેવાથી ખવરાવે છે પછીથી દાદા ખવરાવે છે ત્યારે બંને હસી પડે છે સાથે પોલીસ મિત્રો પણ હસી પડે છે વિડિઓને યુપી પોલીસ સચિવ કૌશિક કુમારે શેર કર્યો છે.