Cli

GPSCના રિઝલ્ટમાં અસમાનતા ના આક્ષેપો! કઈ રીતે ઇન્ટરવ્યૂમાં 98 માર્ક આવ્યા?

Uncategorized

જીપીએસસી એક સમય હતો જ્યારે વિદ્યાર્થીઓ આંખ બંધ કરી અને સંસ્થા પર વિશ્વાસ કરતા હતા કે જીપીએસસી તો અમારી સાથે ખોટું નહીં જ કરે બીજી સંસ્થાઓ પણ એના ઉદાહરણ લેતા હતા કે જીપીએસસીમાં જે રીતના ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય છે એ રીતના બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાની ભરતી પ્રક્રિયા આવી રીતના જ પૂર્ણ થવી જોઈએ અને કોઈ પ્રશ્ન ન હતા પણ છેલ્લા કેટલાય સમયથી જીપીએસસી પર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.

ઉમેદવારો પરીક્ષાના પેપરમાં ધાંધિયાથી લઈને રિઝલ્ટમાં અસમાનતાની કમ્પ્લેન કરી રહ્યા છે. હમણાંજીપીએસસીનું અસિસ્ટન્ટ પ્રોફેસર અને કમ્યુનિકેશન એન્જિનિયર ક્લાસ ટુ નુંરિઝલ્ટ આવ્યું. એ રિઝલ્ટમાં જ્યારે માર્ક જોઈએ તો એમાં ગોટાળા દેખાય છે. નમસ્કાર આપની સાથે હું છું પાયલ. જીપીએસસીના અસિસ્ટન્ટ પ્રોફેસર અને કમ્યુનિકેશન એન્જિનિયર ક્લાસ બે નું રિઝલ્ટ જાહેર થયું. રિઝલ્ટ જાહેર થતા જ એક ઉમેદવારનું જે રિઝલ્ટ હતું

એના ઉપર બધાની નજર ગઈ એ ઉમેદવારને ઇન્ટરવ્યુમાં 100 માંથી 98 માર્ક્સ આવ્યા જે પરીક્ષાને વન ઓફ ધ ટફ એક્ઝામ માનવામાં આવે છે એમાં 100 માંથી 98 આવે તો બધા ચોકી જાય કે આ બે માર્ક્સ ક્યાં કપાયા હશે કટાક્ષમાં કહી રહી છું આ પણ પ્રશ્ન થાય કે 98 માર્ક્સ ઇન્ટરવ્યુમાં આવ્યા કેવી રીતના બધાનેઅજુકતું લાગ્યું સ્નેહા પંડ્યા એમનું નામ છે

અને ઉમેદવારનું જ્યારે આપણે લિસ્ટમાં નામ જોઈએ ત્યારે ખબર પડે કે ઇન્ટરવ્યુમાં 49% છે એટલે આમ ગણીએ તો 98 9% થાય 100 માર્ક્સનું એ હોય એમાંથી ભાગ બે કરી દેવામાં આવે પ્રલિમ્સમાં 11.1 1 આવ્યા છેજીપીએસસીની પ્રલિમ્સમાં 300 માર્કનું પેપર હોય જેના ચાર ભાગમાં વેચી દેવાય એટલે ભાગ્યા ચાર કરી દેવામાં આવે અને પછી માર્ક્સ મૂકવામાં આવે એટલે ઇન્ટરવ્યુ અને પ્રલિમ્સના માર્ક્સમાં જ્યારે આટલો બધો તફાવત દેખાતો હોય ત્યારે બધાને પ્રશ્ન થાય કે અચાનકથી ઇન્ટરવ્યુમાં આટલા બધા માર્ક્સક્યાંથી આવી ગયા ઉમેદવારો પણ આ જ સવાલ કરી રહ્યા છે.

થોડા સમય પહેલા જીબીએસસીના ઘણા બધા ઉમેદવારો કાગળ સાથે અમારી ઓફિસ પહોંચ્યા હતા. એ જે પરીક્ષાના પેપરો હતા એ લઈને પહોંચ્યા હતા અને પેપરમાં જે આન્સર શીટ હોય એ લઈને પહોંચ્યા હતા અને બતાવ્યું હતું કે જુઓ કે માર્ક્સ મૂકવામાં પણ કેટલી અસમાનતા છે એટલે એક જ પ્રશ્ન જેનો જવાબ આ હોવો જોઈએ એની જગ્યાએ આ જવાબ આપ્યો છે તો પણ એમાં માર્ક્સ નથી આપ્યા અને અસમાનતા માર્ક્સમાં ખૂબ હતી. એટલે એ પ્રશ્ન પૂર્ણ નહોતો થયો ત્યાં તો પરીક્ષાના પેપરોમાં જે પ્રશ્ન ખોટા પૂછાયા હતા એના માટે પ્રશ્નકરી રહ્યા હતા એટલે એક પછી એકજીપીએસસીના પરીક્ષા જે રીતના લેવાય છે જે જે રીતના રિઝલ્ટ આવે છે એના ઉપર સવાલ ઉઠવા લાગ્યા. છેલ્લા કેટલાય સમયથી જીપીએસસી આવા વિવાદો વચ્ચે જ છે. ગઈકાલે પણ હાઈકોર્ટમાં જીપીએસસીને પ્રશ્નમાં જે ભૂલ હતી એના કારણે આકરા સવાલો પૂછવામાં આવ્યા.

ગુજરાત હાઈકોર્ટમાં જીપીએસસી દ્વારા જે પેપર સેટ કરવામાં આવે છે તેને લઈને ઘણી બધી પિટીશન થઈ હતી જેના પર ન્યાયમૂર્તિ નિરજર દેસાઈ દ્વારા સુનવણી હાથ ધરવામાં આવી હતી. જજે જ્યારે સુનવણી હાથ ધરી ત્યારે બહુ જ બધા પ્રશ્ન એટલે આઠ જેટલા પ્રશ્ન જીપીએસસીસામે મૂક્યા છે અને જીપીએસસીએ એના ઓફિશિયલ જવાબ આપવાના છે. એમણે એવું પણ કહ્યું કે આવી કોઈ સંસ્થા સામે સીધા જ અમે આવી નથી

જતા અદાલત આવતી નથી દખલ અંદાજી પણ નથી કરતી પરંતુ જ્યાં હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય હોય અને શિક્ષિત હોવા છતાં પણ એ બેરોજગાર રહેતા હોય ત્યારે આવા પ્રશ્ન પૂછવા પડે છે અને ભવિષ્યમાં પેપર સેટર અને તેની ક્ષમતાને લઈને પણ સવાલ કરવામાં આવ્યા હતા. સુનવણી જ્યારે પતિ એના બાદ હાઈકોર્ટ દ્વારા જીપીએસસીના અધિકારીઓને આઠ મહત્વના પ્રશ્ન પૂછાયા અને ડિસેમ્બરની 11 મી તારીખ સુધીમાં એના જવાબો દાખલ કરવા માટે કહીદેવામાં આવ્યું છે એટલે આમ એક બાદ એક જીપીએસસી પર ઉઠતા સવાલો એ વિદ્યાર્થીઓના વિશ્વાસ જે સંસ્થા પર છે

એને ડગાવી રહ્યો છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં જ્યારે આવી રીતના છબડા થતા હોય કે આટલા બધા સવાલો થતા હોય સ્પર્ધા જ ન હોય અને ગેર રીતિ થતી હોય ત્યારે આખી સિસ્ટમ પર સવાલ ઉઠે છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડિયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડિયોને લાઈક અને શેર કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *