રાજ્યની અંદર છેલ્લા કેટલાય લાંબા સમયથી કમોસમી વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદની અંદર ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમનો પાક ધોવાઈ ગયો છે સારું એવું નુકસાન થયું છે અને એમને જ કારણે ખેડૂતો હવે માંગ કરી રહ્યા છે કે એમને સહાય આપવામાં આવે મદદ કરવામાં આવે હવે આજે સાંજ સુધીમાં અથવા તો કાલ સુધીમાં જે રાહત પેકેજ છે તેમનો આંકડો પણ સામે આવી શકે એમ છે આ એક માહિતી મળી રહી છે કારણ કે એક માહિતી એ પણ સામે આવી છે
કે લગભગ આજ સાંજ સુધીમાં જે આ રિપોર્ટ છે તે તૈયાર થઈ જવાનો છે કેટલા કરોડ રૂપિયાનો નું પેકેજ જાહેર થવાનું છે તેમનીપણ ચર્ચા કરીએ અને સાથે જ કયા ઝોનમાં સૌથી વધારે નુકસાન થયું છે તેમની પણ ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ અને હું છું આપની સાથે રિદ્ધિ ગુજરાતની અંદર છેલ્લા લાંબા સમયથી વરસાદ વરસી રહ્યો છે આ માવઠું છે કે જેમણે ખેડૂતોના ઊભા પાકને બરબાદ કરી નાખ્યો અને એ પછી હવે ખેડૂતો મેદાનમાં આવ્યા છે સહાયની માંગણી કરી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે.
ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, રાજકોટ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મગફળ,કપાસ, તલ, મકાઈ અને અડદના પાકને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક બગડી ગયો છે અને ખેડૂતો ભારે આર્થિક સંકટમાં આવી ગયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પાક નુકસાનની સ્થિતિનું નિરીક્ષણ પણ કર્યું છે. કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવ્યું છે અને સરકારે સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતના હિતમાં કોઈપણ પ્રકારની કમી નહીં રહેવા દેવામાં આવે. સરકાર ખેડૂતના પડખે ઊભી છે અને સર્વે રિપોર્ટના આધારે યોગ્ય સહાય જાહેર થશે એમ મુખ્યમંત્રીએ પણ જણાવ્યું છે.
આ સાથે જ સરકાર અને સંસ્થાઓખેડૂતોને સહાય આપવાની ખાતરી આપી રહી છે તો બીજી તરફ ખેતરમાં ઉભેલા પાકની હાલત જોઈને ખેડૂતોમાં પણ ચિંતા છે. હવે ખેડતોની નજર રાજ્ય સરકારની સહાય જાહેરાત ઉપર પણ છે જે આગામી દિવસોમાં એટલે કે લગભગ વધુમાં વધુ કાલનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે શક્ય બને તો સરકાર આજ સાંજ સુધીમાં પણ આ પેકેજ છે તે જાહેર કરી દેશે તેવું ક્યાક સામે આવ્યું છે હવે એ પણ વાત કરીએ કે ઉત્તર ઝોન છે ત્યાં કેટલું ખેડૂતોને નુકસાન કર્યું છે તો 44849 ખેડૂતને 28.11 કરોડનો ફટકો પડ્યો છે કમોસમી વરસાદે ઉત્તરમાં વાવેતર થયેલા 18 8 લાખ હેક્ટર પૈકી 4.14 લાખ હેક્ટર વાવેતરનેમાઠી અસર કરી છે. અત્યાર સુધીના સર્વેમાં 44,849 ખેડૂતોની 46,125 હેક્ટર જમીનમાં 33% કે તેથી વધુ નુકસાન સાથે 28.11 કરોડ રૂપિયાનો નુકસાન થઈ ચૂક્યું છે. અહીં કૃષિ વિભાગની 565 ટીમોએ 3230 ગામ પૈકી 1072 નો સર્વે પણ કર્યો છે. હવે વાત કરીએ દક્ષિણ ઝોનની કે જ્યાં 5.61 61 લાખ હેક્ટર વાવેતરને માઠી અસર થઈ છે એટલે કે કુલ વાવેતરનો 79 પાક અસરગ્રસ્ત થયો છે. અત્યાર સુધીમાં 2.51 લાખ હેક્ટર સાથે સર્વેની 35.35% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અત્યાર સુધીના સર્વેમાં 1.36 લાખ ખેડૂતોની 1.67 લાખ હેક્ટર જમીનમાં 33% કે તેથી વધુનું નુકસાન સાથે58.45 45 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે તે પણ સામે આવ્યું છે
હવે વાત કરીએ મધ્યપૂર્વ ઝોનની કે જ્યાં 15.55 લાખ હેક્ટર પૈકી 8.17 લાખ હેક્ટર વાવેતરને માઠી અસર થઈ છે એટલે કે કુલ વાવેતરનો 52.54% પાક અસરગ્રસ્ત થયો છે. અત્યાર સુધીમાં 3.71 લાખ હેક્ટર સાથે સર્વેની 45.37% કામગીરી પૂરી થઈ ગઈ છે. અત્યાર સુધીના સર્વેમાં 2.59 લાખ ખેડૂતની 3.18 18 લાખ હેક્ટર જમીનમાં 33% કે તેથીનું વધુનું નુકસાન અત્યારે દેખાયું છે એટલે કે 296.45 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સૌરાષ્ટ્ર ઝોનની જો વાત કરીએ તો કમોસમી વરસાદે સૌરાષ્ટ્રમાં વાવેતર થયેલા 37.71 લાખહેક્ટર પૈકી 33.53 લાખ હેક્ટર વાવેતરને માઠી અસર પહોંચાડી છે. અત્યાર સુધીમાં 28.28 લાખ હેક્ટર સાથે સર્વેની 84.34% કામગીરી પૂરી થઈ ગઈ છે. અત્યાર સુધીના સર્વેમાં 12.65 65 લાખ ખેડૂતોની 25.60 લાખ હેક્ટર જમીનમાં 33% કે તેથીનું વધુ નુકસાન જોવા મળ્યું છે એટલે કે 1218.50 50 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે એટલે કે ઓવરઓલ જોવા જઈએ તો જે ખેડૂતો છે એ આ માવઠાને લીધે પાયમાલ બની ગયા છે પરંતુ ક્યાંક એવું પણ સામે આવ્યું છે કે લગભગ 7હજ કરોડ રૂપિયાનું જે આ પેકેજ છે તે પણ જાહેર થવાની સંભાવના છે
પરંતુ માંગ વિપક્ષ હોય કે ખેડૂત એમનું એવું કહેવું છે કે 7000કરોડ રૂપિયામાં કંઈ જ વળવાનું નથી કારણ કે ગુજરાતના મોટા ભાગના ખેડૂતો છે એ આમાં ધોવાઈ ગયા છે એમનો જે સંપૂર્ણ પાક છે તે નાશ પામ્યો છે મગફળ ઊભાે ખેતરમાં હતી કે જે ધોવાઈ ગઈ છે કપાસ પણ ઊભો હતો એમાં પણ ભારે નુકસાન થયું છે એટલે કે હાથમાં હવે કંઈ જ આવવાનો કોઈ જ સમય વધ્યો નથી એટલે કે બધું જ જે પાક છે સાવ નિષ્ફળ ગયો છે હવે ફક્ત એમને કાઢવાનો વારો છે જેથી કરીને રવિપાકની જે સીઝન શરૂ તો થઈ ચૂકી છે પરંતુ વાવેતર પણ ઝડપથી થાય હવે સૌ કોઈની નજર એ ઉપર છે કે આ રાહત પેકેજ આજે જાહેર થશે કે પછી આવતી કાલે કારણ કે ક્યાંક એવું પણસામે આવ્યું કે કેબિનેટની બેઠક છે પરંતુ સાથે એ પણ છે કે ગુરુ ગુરુનાનક જયંતી છે
એટલે રજાનો પણ દિવસ છે એટલે વધુમાં વધુ શક્યતા એ છે કે આજે સાંજ સુધીમાં જે રાહત પેકેજ છે તે પણ જાહેર થઈ જાય પણ આશા એ જ રાખીએ છીએ કે ખેડૂત કોઈપણ બાકી ન રહ્યા સર્વેમાં કે સહાયમાં એમને જેટલું નુકસાન થયું છે એટલું એમને વડતર ચૂકવવામાં આવે એવી જ બધા પાસે આશા રાખવામાં આવી રહી છે કારણ કે મુખ્યમંત્રી ખુદ ત્યાં ગયા હતા ખેડૂતો સાથે મુલાકાત કરી છે એમને ખબર છે કે એટલું નુકસાન ગયું છે એટલે મુખ્યમંત્રી પાસે પણ આશા રાખીએ છીએ કે તમે જે જોયું છેજે અનુભવ્યું છે જે લોકોની વેદના તમે સમજી છે સાંભળી છે તમે એમના ઉપર ધ્યાન આપજો અમારા અહેવાલને લીલને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યુઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર