બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે અભિનેતા સની દેઓલ હાલમાં જ ગોવિંદાને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગોવિંદા આજકાલ ફિલ્મોથી દૂર છે અને તેમની પાસે મોટા પ્રોજેક્ટ્સની અછત પણ જોવા મળી રહી છે. આ દરમિયાન સની દેઓલનું તેમના ઘરે જવું ચર્ચાનો વિષય બન્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સની દેઓલ પોતાની આગામી ફિલ્મ માટે એક મહત્વના પાત્રની શોધમાં છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમણે આ રોલ માટે ગોવિંદા સાથે વાતચીત કરી છે. જોકે, ફિલ્મ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ઈન્ડસ્ટ્રીમાં આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સની દેઓલ અત્યારે પોતાની કરિયરના નવા તબક્કામાં છે અને સફળ ફિલ્મો પછી તે સતત મજબૂત સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે.
એવામાં જો તે ગોવિંદાને પોતાની ફિલ્મમાં તક આપે છે, તો તે મોટા સમાચાર સાબિત થઈ શકે છે.ગોવિંદાની વાત કરીએ તો, જેઓ 90ના દાયકામાં સુપરસ્ટાર હતા, તેઓ લાંબા સમયથી કોઈ મોટી હિટ ફિલ્મનો હિસ્સો બની શક્યા નથી. તેમની કોમિક ટાઈમિંગ અને ડાન્સિંગ સ્ટાઈલ આજે પણ દર્શકોમાં લોકપ્રિય છે. જો આ પ્રોજેક્ટ ફાઈનલ થાય છે, તો ચાહકોને બંને સ્ટાર્સને એકસાથે જોવાની તક મળી શકે છે.
હાલમાં બંને કલાકારો તરફથી આ મુલાકાત અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ સમાચારો મુજબ વાતચીત સકારાત્મક રહી છે.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ગોવિંદા છેલ્લા ઘણા વર્ષોથી ખાલી હાથે ઘરે બેઠા છે. ઘરનું ગુજરાન ચલાવવું તેમના માટે મુશ્કેલ બની રહ્યું છે અને હાલમાં જ તેમનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તે એક લગ્ન સમારોહમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
છેલ્લે 2019માં આવેલી ફિલ્મ ‘રંગીલા રાજા’ કર્યા પછી તેમની પાસે કોઈ કામ નથી. તાજેતરમાં એવા સમાચાર પણ આવ્યા હતા કે ‘ભાગમ ભાગ 2’ થી તેમની કમબેકની આશા હતી, પરંતુ તે ફિલ્મમાંથી પણ તેમને બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે અને પરેશ રાવલે આ વાતની પુષ્ટિ પણ કરી દીધી છે.
આ સમાચાર પછી ગોવિંદા પૂરી રીતે તૂટી ગયા છે, પરંતુ હવે સની દેઓલ તેમના માટે મોટી આશા બનીને ઉભર્યા છે. સની દેઓલ પાસે ફિલ્મોની ઘણી ઓફરો છે અને તેમાંથી કોઈ ખાસ પાત્ર ગોવિંદાને મળી શકે છે. જો બધું બરાબર રહ્યું તો સની દેઓલ અને ગોવિંદાની જોડી પહેલીવાર કોઈ ફિલ્મમાં સાથે જોવા મળશે, જે ફિલ્મને ચાર ચાંદ લગાવી શકે છે. ચાહકો પણ આ બંનેને પડદા પર એકસાથે જોવા માટે ઘણા ઉત્સાહિત છે.