ગોવિંદાએ પોતાના કરિયરમાં લગભગ દરેક જાણીતી અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. કરિશ્મા કપૂર, રવીના ટંડન, શિલ્પા શેટ્ટી જેવી ઘણી અભિનેત્રીઓ સાથે તેમની જોડી સુપરહિટ રહી. પરંતુ એક એવી અભિનેત્રી છે, જેણે સાથે ગોવિંદાએ ક્યારેય ફિલ્મ કરી નથી.
તે અભિનેત્રી છે કાજોલ.સવાલ થાય છે કે જ્યારે બંને પોતાના સમયમાં સુપરહિટ ફિલ્મો આપી રહ્યા હતા, ત્યારે તેઓ સાથે કેમ દેખાયા નહીં?જેમ આપણે જાણીએ છીએ કે ગોવિંદા મસાલા અને કોમેડી ફિલ્મોના સુપરસ્ટાર માનવામાં આવે છે.
બીજી તરફ કાજોલ, અભિનેત્રી તનુજાની દીકરી હોવાના કારણે તેમને શરૂઆતથી જ મોટા બેનરોની ફિલ્મોમાં તક મળી. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે પછી તો કાજોલનું કરિયર એક અલગ જ સ્તરે પહોંચી ગયું. તેઓ વધુ ક્લાસિક અને મોટા પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલી રહી.ઘણિવાર કાજોલને પૂછવામાં આવ્યું કે તેમણે ગોવિંદા સાથે ફિલ્મ કેમ નથી કરી. એક ઈન્ટરવ્યૂમાં કાજોલે આ અંગે ખુલાસો કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે એવું નથી કે તેઓ ગોવિંદા સાથે કામ કરવા માંગતી નહોતી. હકીકતમાં તેઓ ગોવિંદા સાથે એક ફિલ્મ કરવા જઈ રહી હતી.આ ફિલ્મનું નામ જંગલી હતું. આ ફિલ્મનું દિગ્દર્શન રાહુલ રવૈલ કરવા જઈ રહ્યા હતા. ગોવિંદા અને કાજોલે આ ફિલ્મ માટે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. તે ફોટોશૂટ તે સમયની મેગેઝિનોમાં ખૂબ ચર્ચામાં રહ્યું હતું.
ફિલ્મમાં પરેશ રાવલ અને પ્રેમ ચોપરા જેવા કલાકારો પણ જોડાવાના હતા. રૂમી જાફરી ફિલ્મ સાથે સંકળાયેલા હતા અને સંગીત આનંદ મિલિંદ આપવાના હતા.પરંતુ દુર્ભાગ્યવશ આ ફિલ્મ જાહેરાત અને ફોટોશૂટથી આગળ વધી શકી નહીં. ફિલ્મ ક્યારેય બની જ નહીં. આ જ કારણ છે કે ગોવિંદા અને કાજોલની જોડી મોટા પડદા પર ક્યારેય જોવા મળી નહીં.
અભિનેત્રીએ આગળ કહ્યું, “હું ભવિષ્ય વિશે કંઈ કહી શકતી નથી કારણ કે આવી ઘટનાઓ બને છે ત્યારે થાય છે. હું કહી શકતી નથી કે ગોવિંદા અને હું ભવિષ્યમાં ક્યારેય સાથે કામ કરીશું કે નહીં. હું ક્યારેય મારા ભવિષ્યની યોજના બનાવતી નથી, ભગવાન મારો રસ્તો બનાવે છે. પરંતુ પ્રામાણિકપણે, હું માનું છું કે ગોવિંદા એક શાનદાર અભિનેતા છે જે ફક્ત ઉત્કૃષ્ટ છે. મેં હંમેશા કહ્યું છે કે લોકોને હસાવવા કરતાં રડાવવું સરળ છે અને તે દર વખતે તે અદ્ભુત રીતે કરે છે.”