90ના દાયકાના પ્રસિદ્ધ અભિનેતાઓમાંના એક ગોવિંદા વિશે થોડા સમય પહેલા એવી ખબર આવી હતી કે તેમના હાથમાંથી અચાનક ગોળી ચાલીને તેમના જ પગમાં લાગી ગઈ હતી. આ ઘટના સાંભળી બધા જ ચોંકી ગયા હતા અને ચિંતામાં પડી ગયા હતા. ગોવિંદાને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને થોડાં દિવસો બાદ તેમને રજા પણ મળી ગઈ હતી.
હવે આ આખી ઘટનાનો સચ્ચો ખુલાસો તેમની જ દીકરી ટીના અહૂજાએ કર્યો છે. બોલિવૂડના જાણીતા અભિનેતા ગોવિંદા સાથે થયેલી આ દુર્ઘટના આજે પણ તેમના ચાહકોને યાદ છે. એક વર્ષ પહેલાં જ્યારે ગોવિંદાના પગમાં ગોળી લાગ્યાની ખબર આવી હતી, ત્યારે બધા હચમચી ગયા હતા.
આ ઘટના એટલી ગંભીર હતી કે તેમને તરત જ હોસ્પિટલ લઈ જવું પડ્યું હતું. થોડાં દિવસો આઈસિયુમાં રહે્યા બાદ જ્યારે તેઓ સાજા થઈને ઘરે પરત ફર્યા, ત્યારે તે તેમના પરિવાર માટે મોટી રાહતની વાત હતી.હાલમાં જ ફિલ્મી જ્ઞાન સાથેની વાતચીતમાં ટીના અહૂજાએ આ ઘટનાની યાદો શેર કરી. ટીનાએ જણાવ્યું કે
–“મેં ભગવાનને ઘણી પ્રાર્થના કરી હતી. જ્યારે પપ્પા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા ત્યારે મારા આંસુ જીતના આંસુ હતા. હું ખૂબ ખુશ હતી કે પપ્પા સાજા થઈ ગયા હતા. પહેલા તેઓ આઈસિયુમાં હતા અને હું નીચે સૂઈ હતી, સતત દૂઆ કરી રહી હતી કે પપ્પા જલદી ઠીક થઈ જાય.”ટીનાએ વધુમાં કહ્યું કે –“મેં એ ભયાનક દ્રશ્ય પોતાની આંખે જોયું હતું. એ દિવસે પપ્પા એક ઈવેન્ટ માટે તૈયાર થઈ રહ્યા હતા. સવારે તેમની ફ્લાઇટ હતી, તેમણે સફેદ જીન્સ, સફેદ ટી-શર્ટ અને જૅકેટ પહેરી હતી. પરંતુ ગોળી લાગ્યા બાદ તેમની આખી જીન્સ લોહીથી ભરાઈ ગઈ હતી.
હું બહુ ગભરાઈ ગઈ હતી, પણ તેમને હોસ્પિટલ સુધી હું જ લઈ ગઈ હતી.”આ ઘટનાએ ટીનાને અંદરથી તોડી નાખી હતી.હાલની સ્થિતિની વાત કરીએ તો ગોવિંદા હવે સંપૂર્ણ રીતે સાજા છે અને 6 વર્ષ બાદ પોતાની નવી ફિલ્મ “દુનિયાદારી” દ્વારા બોલિવૂડમાં ધમાકેદાર વાપસી માટે તૈયાર છે.જોકે ગોળી કેવી રીતે લાગી – અકસ્માતે કે પછી કંઈ બીજું કારણ હતું – તેની સ્પષ્ટ માહિતી હજુ સુધી બહાર આવી નથી. એવું માનવામાં આવે છે કે આ એક અકસ્માત હતો. ટીનાએ પણ આ મુદ્દે વધુ કંઈ બોલવાનું પસંદ કર્યું નહોતું.