Cli

ગોવિંદાની પત્ની સુનિતાએ પંડિતજી પર લગાવ્યા ચોંકાવનારા આક્ષેપ, ગોવિંદાએ જાહેરમાં માંગી માફી

Uncategorized

ગોવિંદાની પત્નીએ કરી હદ પાર — પંડિતજી પર લગાવ્યા ચોંકાવનારા આક્ષેપ, શરમથી ઝૂકી ગયો “હીરો નંબર વન”નો માથો બોલીવુડના લેજન્ડરી એક્ટર ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજા ફરી એકવાર ચર્ચામાં છે. ક્યારેક ગોવિંદાના કોઈ મરાઠી એક્ટ્રેસ સાથેના અફેરના સમાચાર સામે આવે છે તો ક્યારેક સુનિતા કોઈ વિવાદાસ્પદ નિવેદન આપી સમાચારોમાં છવાઈ જાય છે. અને હવે ફરી એકવાર એવું જ બન્યું છે કે આ કપલ ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગયું છે.

હકીકતમાં, તાજેતરમાં સુનિતા આહુજાએ પતિ ગોવિંદાના અંધશ્રદ્ધા અને પંડિતો પર થતા ખર્ચા અંગે ખુલ્લું નિવેદન આપ્યું હતું. સુનિતાએ કહ્યું હતું કે ગોવિંદા જ્યોતિષ અને પંડિતોમાં ખૂબ પૈસા ખર્ચે છે — ક્યારેક પૂજા માટે લાખો રૂપિયા સુધી આપે છે. તેમણે એ પણ કહ્યું હતું કે ગોવિંદાના કેટલાક મિત્રો અને ટીમના લોકો “બેવકૂફ” છે અને ખોટી સલાહ આપે છે, જેનાથી ગોવિંદા તેમની (સુનિતાની) વાત અવગણે છે.સુનિતાએ વધુમાં જણાવ્યું હતું કે

તેમનું સ્વપ્ન વૃદ્ધો અને પ્રાણીઓ માટે આશ્રમ બનાવવાનું છે, જે તે પોતાના પૈસાથી કરવા ઈચ્છે છે, કારણ કે તેમને લાગે છે કે ગોવિંદા એવા કામમાં પૈસા ખર્ચશે નહીં.આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ અને લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપવા લાગ્યા. આ વિવાદ વચ્ચે હવે ગોવિંદાનો પ્રતિભાવ પણ સામે આવ્યો છે જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ગોવિંદાએ જણાવ્યું —> “નમસ્કાર, પ્રણામ! હું ગોવિંદા છું. અમારા ઘરનાં પૂજનીય પંડિત મુકેેશ શુક્લાજી ખૂબ જ યોગ્ય, ગુણવાન અને પ્રમાણિક છે. અમારી ધર્મપત્નીએ તેમના વિષે જે અપશબ્દ કહ્યા છે તે માટે હું ક્ષમા માગું છું અને તેનું ખંડન કરું છું. પંડિતજી ખૂબ નિષ્પક્ષ અને સાદા સ્વભાવના છે. મુશ્કેલ સમયમાં તેઓએ અમને સહારો આપ્યો છે,

અને હું તેમનો ખૂબ સન્માન કરું છું.”આ પહેલો પ્રસંગ નથી જ્યારે સુનિતાએ પતિ ગોવિંદાના વર્તન કે સંબંધોને લઈને જાહેરમાં નિવેદન આપ્યું હોય. અગાઉ પણ તેઓએ ગોવિંદાના મરાઠી એક્ટ્રેસ સાથેના અફેર અંગે કહ્યું હતું કે —> “હા, સાંભળ્યું તો મેં પણ છે, પરંતુ જ્યાં સુધી હું મારી આંખે ના જોઈ લઉં કે ગોવિંદાનો હાથ ના પકડી લઉં, ત્યાં સુધી હું કંઈ કહી શકું નહિ.”આ નિવેદન પણ સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં રહ્યું હતું. હાલના બનાવે ફરી એકવાર ગોવિંદા અને સુનિતા આહુજાને ચર્ચાના કેન્દ્રમાં મૂકી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *