બોલીવુડના અભિનેતા સોનુ સુદ ગરીબોના મસીહા તરીકે ઓળખવામાં આવે છે જયારે આ અભિનેતા સોનુ સુદે ગરીબોની સેવા કરવા માટે પોતાની 8 પ્રીમિયમ સંપત્તિ ગીરવે મૂકી છે એમની આ સંપત્તિમાં બે દુકાન અને 6 ફ્લેટ સામીલ છે સોનુ સુદે એ સાબિત કરી દીધું કે તેઓ સારા અભિનેતા સાથે સારા વ્યક્તિત્વના માણસ પણ છે.
લોક!ડાઉનના સમયમાં સોનુ સુદ મદદ માટે આવી ગયા હતા તે દરમિયાન ગરીબ પરિવારોને પોતાના ઘરે મોકલવા માટે ઘણી મદદ કરી હતી અને જરૂરિયાતમંદ લોકોને જમવાનું પણ પૃરુ કર્યું હતું એમનું આ સહારાનીય કામ આખા દેશે બિરદાવ્યું હતું સોનુ સુદને વાસ્તવિક જીવવના હીરો માનવામાં આવે છે.
મની કન્ટ્રોલના એક રિપોર્ટ મુજબ સોનુ સુદે જરૂરિયાતમંદો માટે પોતાની 8 પ્રીમિયમ સંપત્તિ ગીરવે મૂકી દીધી છે જેની કિંમત લગભગ 10 કરોડ જેટલી છે સોનુ સુદની આ સંપત્તિમાં 6 ફ્લેટ સામેલ છે રિપોર્ટ મુજબ 24 નવેમ્બરે એક લોન માટે પાંચ લાખ રૂપિયા રજીસ્ટ્રેશન ફી પણ ભરી હતી.
સોનુ સુદે ઓગસ્ટમમાં એક ટવીટ કરી હતી કે એમની પાસે મદદ માટે હજારો મેસેજ આવ્યા પણ માણસ હોવાને નાતે બધી જગ્યાએ પહોંચી વળવું મુશ્કેલ છે સાથે એ પણ લખ્યું હતું તમામ જગ્યાએ પહોચવાની કોશિશ કરશે અને જે લોકોનો મેસેજ નથી જોયો એમની પણ માફી માંગી હતી મિત્રો ખરેખર ધન્ય કહેવાય સોનુ સુદને જેઓ ગરીબો માટે આટલી મદદ કરે છે.