Cli

પંચમહાલના ગોધરામાં બુલડોઝર દ્વારા અસામાજિક તત્વોના દબાણ દૂર કરવામાં આવ્યા!

Uncategorized

પંચમહાલના ગોધરામાં આજે વિજયા દશમીના પાવન અવસરે અસામાજિક તત્વોના ઘરો પર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. દશેરાના દિવસે ગોધરાના સિગ્નલ ફળયા વિસ્તારમાં આવેલા નાગા તલાવડીમાં અસામાજિક તત્વો દ્વારા કરાયેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. સમગ્ર કામગીરી દરમિયાન કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

જેમના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું તેઓ અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોવાની વાત બહાર આવી છે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ પંચમહાલમાં દશેરાના દિવસે અસામાજિક તત્વોના દબાણ પર દાદાનું બુલડોઝરફરીવળ્યું છે ગોધરા શહેરના સિગ્નલ ફળયા વિસ્તારમાં આવેલા નાગા તલાવડી વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા કરાયેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.

વાત કરીએ નાગા તલાવડી વિસ્તારની તો સરકારી જમીન પર કરવામાં આવેલા અંદાજે 35 જેટલા કાચા તથા પાક્કા મકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સમગ્ર કામગીરી દરમિયાન કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ડિમોલિશનની કામગીરીમાં જિલ્લા પ્રશાસન, એમજીવીસીએલ, નગરપાલિકા અને આરોગ્ય વિભાગ સહિતની ટીમો જોડાઈ હતી. સ્થળ પર પાંચ જેસીબી મશીનોની મદદથી સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાંઆવ્યા હતા. આ સમગ્ર કામગીરીને લઈને પંચમહાલના એસપી હરેશ દુદ્ધાતે કહ્યું છે કે વિજયા દશમીનો તહેવાર અસત્ય પર સત્યની જીતનું પ્રતીક છે ગોધરા શહેરમાં નાની મોટી ચોરીઓ કરતા અને લોકોને હેરાન કરતા સામાજિક તત્વો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 35 જેટલી પ્રોપર્ટીમાંથી 33 મકાનોના દબાણો દૂર કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. ગોધરામાં ડિમોલિશનની કામગીરીને લઈને પંચમહાલના એસપી હરેશ દુદ્ધાતની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે >>

જેસે આપકો આજ માલુમ હે આજ વિજયા દશમી કા ત્યોહાર હૈ આજ કા જો ત્યોહાર હે બુરાઈ પરઅચ્છાઈ કા જીત કા પ્રતીક હે તો યે જો ગોધરા મે જો હે અસામાજિક પ્રવૃત્તિ કે સાથ જો જુડે હુએ થે ઉનકે ખિલાફ અભી કાર્યવાહી ચલ રહી હૈ કુલ મિલા કે 35 પ્રોપર્ટી હે ઓર ઉસમે 33 મે બાંધકામ કિયા ગયા થા વો સબકો અભી ડીમોલેશન કી કાર્યવાહી સરકારી તંત્ર કે અલગ અલગ જો એજન્સી હે ઉનકી મદદ સે અભી ચાલુ હે ઓર હમ આપકે માધ્યમ સે લોગો કો મેસેજ દિલાના ચાહતે હે કે જો ભી કાનુન વ્યવસ્થા મે કુ ભી બાધા ડાલને કી કોશિશ કરેગા તો ઉનકો ભી હમ ઘર મે જાકે ભી હમ ઉનકે ઉપર કાર્યવાહી કાર્યવાહી કરેંગે અભી ઇસ કાર્યવાહી મે એમજીવીસીએલ મ્યુનિસિપાલિટીરેવેન્યુ આરોગ્ય કી ટીમ જો હે વો ભી હે ઓર ટોટલ હમારે મિલા કે 1000 પોલીસ અભી ઇસ બંદોબસ્ત મે શામિલ હે સબ નાની મોટી ચોરી કરને વાલે થે મંદિર ચોરી કરને વાલે થે છોટી મોટી કોઈ શારીરિક જો ઈજા કરને વાલે થે ઉસ ટાઈપ કે ગુના કે સાથ લોગો જુડે હુએ થે

>> થોડાક સમય અગાઉ ગોધરા શહેરમાં અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ તંત્ર સક્રિય બન્યું હતું ને આ ઘટના બાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલા સિગ્નલ ફળયા નજીક નાગા તલાવડી ખાતે સરકારી જમીન પરના દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાય છે આમ હવેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અસામાજિક તત્વોને સંદેશો સાફ છે. કોઈપણ પ્રકારની કાયદો તોડવાની ખોટી ગતિવિધિ હાથ ધરાય તો તેના દુષ્પરિણામ ભોગવવા પડશે. તો આ બાબતે તમારું શું માનું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *