નબીરાવ કેવી રીતે પોતાના પરિવારની આબરૂના લીરે લીરા ઉડાવી રહ્યા છે તે હવે જોઈએ દિવાળીનો તહેવાર તો પૂર્ણ થઈ ગયો પણ આ તહેવારમાં ઘણા પરિવારોમાં માતમ છવાઈ ગયો અને આ માતમ કોઈ બીજા કારણોસર નહીં પણ બેદરકારીથી ફટાકડા ફોડવાના કારણે છવાયો ક્યાંક જોખમી રીતે ફટાકડા ફોડીને નબીરાઓ અને તોફાની તત્વોએ બીજાની જિંદગી ઉપર જોખમ ઊભું કર્યું તો ક્યાંક તોફાની તત્વોએ જિંદગી જ હણી નાખી રસ્તા ઉપર પર બેફામ રીતે ફટાકડા ફોડવાનું પરિણામ મોત આવી શકેછે
તેવી કોઈએ કલ્પના પણ નહોતી કરી પરંતુ આજની યુવા પેઢી ફટાકડા ફોડવામાં પણ એવા અખતરા કરવા લાગી છે કે લોકોના જીવ ઉપર રીસરનું જોખમ ઊભું કરી રહી છે. અમે તમે એક એક પછી એક એવી ઘટનાઓ દર્શાવીશું જેને જોઈને તમારા રૂવાડા ઊભા થઈ જશે. જરા જુઓ આ કિશોરીને તેનું નામ હેના પુરોહિત હતું. 16 વર્ષની હેના ફક્ત પરિવાર જ નહીં પણ ભવિષ્યમાં આખા ગુજરાતનું ગૌરવ વધારનારી કિશોરી હતી પણ તોફાની યુવાનોએ જોખમી રીતે ફટાકડા ફોડીને હેનાનો જીવ લઈ લીધો આખરી કેવી રીતે હેનાનું મોત થયું તે જોશો તો તમે પણ દંગ રહી જશો આખી આ ઘટના અમદાવાદનાચેનપુર વિસ્તારમાં આવેલા મેધા આર્કેટ પાસેની છે પડતર દિવસની રીતે બનેલી રાત્રે બનેલી ઘટનાનો વિડીયો હવેસા સામે આવ્યો છે જેમાં બે કિશોરીઓને રસ્તાની બાજુમાં ફૂટપાથ ઉપર ઉભેલી જોઈ શકાય છે. તેમજ તે સમયે બે સગીરવયના છોકરા અને એક પુક્તવયનો યુવક લોખંડની પાઈપમાં ફટાકડો ભર્યા પછી તેને પથ્થરો વચ્ચે ઊભી કરીને ફટાકડા ફોડી રહ્યા હતા. કારણ કે આવું કરવાથી પાઈપ ઊંચે ઉછળતી હતી અને તેમને મજા આવતી હતી.
પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તેમની મજા માટેનો આ ખતરો ગણતરીની મિનિટોમાં જ એક માસૂમ દીકરીનો જીવ લઈ લેશે ફટાકડો સળગાવીનેત્રણેય સગીર દોડીને દૂર જતા રહે છે પરંતુ જે પાઈપને તેવો એ પથ્થરના ટેકાથી ઊભી કરી હતી તે પાઈપ આડી થઈ જાય છે અને જેનો ફટાકડો ફૂટે છે કે તરત જ તે લોખંડની પાઈપ સીધી જ ફૂટપાથ પર ઉભેલી રહેલી હેનાના કપાળ પર ગોળીની જેમ વાગે અને હેના ત્યાં જ ઢળી પડે છે બીજા એક કેમેરામાં પણ આ વિડીયો કેદ થવું છે જેમાં પણ જોઈ શકાય છે કે કેવી રીતે લોખંડની પાઈપ સગીરાના કપાળ ઉપર વાગે છે અને ત્યારબાદ કેવી રીતે તે ઢળી પડે છે. ઘટના પછી ફટાકડા ફોડતા ત્રણ યુવકો સહિત આસપાસના લોકો ત્યાં પહોંચી જાય છે. હીનાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે પરંતુસારવાર દરમિયાન તેનું મોત થઈ જાય છે. આ ઘટનામાં મૃતક સગીરાના પિતાએ એક યુવક સહિત બે સગીર વિરુદ્ધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે પરંતુ ફટાકડા ફોડવાના અખતરાના કારણે જેનું જીવ ગયું છે તે હેના હવે પાછી નથી આવવાની હેનાનું અવસાન ખૂબ જ દુઃખદાયક છે તેણે ભરતનાટ્યમમાં ગુજરાતમાં ટોપ કર્યું હતું અને હવે તે નેશનલમાં જવાની હતી સાથે જ 12માં ધોરણમાં પણ ટોપ કરવાની તૈયારીઓ કરી રહી
એટલે કે તે ભણવામાં તો હોશિયાર હતી જ સાથે સાથે ભરતનાટ્યમમાં પણ તે ટોપર હતી અને ભવિષ્યમાં આખા રાજ્યનુંગૌરવ વધારવાની હતી પરંતુ તોફાની છોકરાઓએ જોખમી રીતે ફટાકડો ફોડતા હવે તે આ દુનિયામાં નથી રહી બેદરકારીથી ફટાકડા ફોડીને લોકોના જીવ ઉપર જોખમ ઊભું કરવાની આવી જ એક ઘટના અમદાવાદના નરોડા વિસ્તારમાં પણ સામે આવી જ્યાં દીપક દેસાઈ નામના એક શક્ષે ફાયર ગનથી કેટ કેટલાક લોકો ઉપર ફટાકડા ફોડ્યા જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયોમાં જોઈ શકાય છે કે દીપક કેવી રીતે લોકોની જિંદગી જોખમમાં મૂકીને પોતે ફટાકડા ફોડવાની મજા લઈ રહ્યું છે. જાહેર રોડ ઉપર આવતા જતા રાહદારીઓની જિંદગી જોખમાય એ રીતે બેદરકારી પૂર્વક ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા આ મામલેદીપક દેસાઈ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યું છે પોલીસ હવે તેને કાયદાનું ભાન કરાવે તે પણ જરૂરી છે. આવી જ એક બીજી ઘટના રાજકોટમાં પણ સામે
આવી રાજકોટમાં પણ બેફામ બનેલા નબીરાવે ચાલતી કારમાં રસ્તા પર સૂતળી બોમ્બ ફોડીને પોતાની હલકી માનસિકતા છતી કરી કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરીને લોકોના જીવ જોખમમાં મૂક્યા કાયદાની એસી તેસી કરતો આ વિડીયો રાજકોટના લક્ષ્મીનગર અંડરબ્રિજ પાસેનો છે જ્યાંથી પસાર થઈ રહેલો નબીરો કારની અંદર ફટાકડા સળગાવીને બહાર રસ્તામાં ફેંકી રહ્યો હતો અને ટ્રાફિકના નિયમોના ના ધજાગરા ઉડાવી રહ્યો હતો. તેમ છતાં તેને રોકનારું જાણે કોઈ નહતું. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પોલીસ હવે આ નબીરાને કાયદાનો પાઠ ભણાવશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે. બીજી તરફ જૂનાગઢમાં પણ દિવાળીના તહેવારોમાં જોખમી રીતે ફટાકડા ફોડીને રીલ્સ બનાવતા લોકોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું.
લાઈક અને વ્યુઝની લાલસામાં ભાન ભૂલેલા લોકો પોતાનો જીવ તો જોખમમાં મૂકી રહ્યા છે સાથે સાથે નિર્દોષ લોકોની જિંદગી પણ જોખમમાં મૂકી રહ્યા હતા. જેને લઈ પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. જુદા જુદા ત્રણ વિડીયો સામે આવ્યા બાદ એક કેસમાં કાર્યવાહી કરાય છે જ્યારે બીજા બે કેસમાં પોલીસ હજુ તપાસ કરી રહી છે. જોકે આ બધામાં આજના આધુનિક વાલીઓ પણ જવાબદાર છે. સામાન્ય રીતે જ્યારે બાળકો ફટાકડા ફોડતા હોય ત્યારે વાલીએ સાથે રહીને તેમને શીખવવું જોઈએ કે ફટાકડા કેવી રીતે ફોડવા જોઈએ. ખુલ્લા વિસ્તારમાં કોઈને નુકસાન ન થાય તે રીતે ફટાકડા ફોડવાનું જ્ઞાન વાલીઓએ જ પોતાના બાળકોને આપવું જોઈએ. વાલીઓએ બાળકોને સમજાવવું જોઈએ કે દિવાળી એકતા અને પ્રકાશનું પર્વ છે દીવા પ્રગટાવવાનું પર્વ છે
ખૂબ જ જવાબદારીપૂર્વક ફટાકડા ફોડવાનું પર્વ છે. લોકોની જિંદગી જોખમમાં મૂકીને આનંદ મળવાનું પર્વ નથી. આ બધુ એક વાલીએ પોતાના બાળકને શીખવવાની ફરજમાં આવે છેપરંતુ દુઃખની વાત એ છે કે આધુનિક વાલીઓ પોતે જ બેફામ રીતે ફટાકડા ફોડતા હોય તો પોતાના સંતાનોને કેવી રીતે સારા સંસ્કાર આપી શકશે આ મુદ્દો ખૂબ ગંભીર છે કારણ કે લોકોને મારી નાખતી માનસિકતા સમાજને પણ બરબાદ કરી નાખે છે અને તેનું પરિણામ ખૂબ જ ગંભીર આવે છે અને આ પરિણામ આપણે અત્યારથી ભોગવવાના શરૂ થઈ ગયા છે.