Cli

અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી નેશનલ સ્કૂલ બહાર એક વિદ્યાર્થી પર થયો ભયંકર બનાવ!

Uncategorized

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉઠાવતી એક ઘટના સામે આવી છે. અહીં આવેલી નેશનલ સ્કૂલની બહાર એક જ વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. વર્ષ 2024 માં અમદાવાદના હટકેશ્વર વિસ્તારમાં આવેલી સેવન ડે સ્કૂલમાં પણ એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર ધારદાર વસ્તુ વડે હુમલો કરતા

તે વિદ્યાર્થીએ જીવ ગુમાવવો પડ્યો હતો. આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું છું પાર ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલનો એક વિદ્યાર્થી જ્યારે શાળાની બહાર હતો ત્યારે અચાનક અન્ય વિદ્યાર્થીઓએ તેના પર હુમલો કર્યો હતો. આ હુમલાખોર વિદ્યાર્થીઓએ પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હોય તેમ આ વિદ્યાર્થીને નિશાન બનાવ્યો હતો.

હુમલા પાછળનું પ્રાથમિક કારણ જૂની અદાવત હોવાનું બહાર આવ્યું છે અગાઉ થયેલા કોઈ ઝગડા કે તકરારને કારણે તેનું વેર વાળવા માટે આ યુવકોએ શાળાના સમય દરમિયાન જ હુમલો કરવાની હિંમત કરી હતી આ ઘટનાની જાણ થતા જ ઘાટલોડિયા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે ખસેડી હુમલાખોર વિદ્યાર્થીઓની શોધકોળ શરૂ કરી છે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે જેથી આરોપીઓની ઓળખ થઈ શકે હુમલા પછી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે ધોળા દિવસે શાળાના દરવાજે જ વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી તેવી લાગણી હવે વાલીઓમાં જન્મી રહી છે. આ મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સ્કૂલની બહાર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી અને સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ ઝગડો મારામારી સુધી પહોંચી ગયો હતો. હાલમાં આ મામલે આગળની કાર્યવાહી ચાલી રહી છે. તો 19 ઓગસ્ટ 2025 ના રોજ અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન ડે સ્કૂલમાં આવી જ એક ગંભીર ઘટના સામે આવી હતી. સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10 ના એક વિદ્યાર્થી પર તેના જ ધોરણના બીજા વિદ્યાર્થીએ હુમલો કરીને જીવ લઈ લીધો હતો

આ ઘટનાના લગભગ 15 દિવસ પછી 2 સપ્ટેમ્બર 2025 ના રોજ સ્કૂલના સીસીટીવી ફૂટેજ જાહેર થયા હતા. આ ઘટનાને લઈને સ્કૂલની બેદરકારી હોવાનું બહાર આવતા વાલીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને વાલીઓએ વિરોધ કરીને સ્કૂલમાં ગંભીર પ્રકારે તોડફોડ પણ કરી હતી. ઘટનાના પગલેસેવન ડે સ્કૂલમાં ઓફલાઇન શિક્ષણ થોડાક સમય માટે બંધ કરવામાં આવ્યું હતું. તો ઘાટલોડિયાની નેશનલ સ્કૂલમાં જે ઘટના બની તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *